________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ : જૈન ધર્મની વાર્તાઓ
મોટોભાઈ ખેતરે આવ્યો એટલે નાનોભાઈ ઘેર ગયો. હવે ખેતરમાં રહેલા મોટાભાઈને તો કાંઈ ખબર નથી. તેના દિલમાં પણ એવો વિચાર આવ્યો કે મારો નાનોભાઈ ભોળો છે, એને હુજી સંસારની માયાની ખબર નથી, ને કાંઈ મૂડી પણ તેણે ભેગી કરી નથી; હું કાંઈ આપીશ તો લેશે પણ નહિ; પણ હું તેનો મોટોભાઈ છું, મારે તેનું ધ્યાન રાખવું જોઈએ. એમ વિચારી તેણે પોતાના અનાજના ઢગલામાંથી સોએક મણ અનાજ નાનાભાઈના ઢગલામાં નાખી દીધું.
એકબીજાના હિત માટે કેવી ઊંચી ભાવના !
આ દષ્ટાંતમાં વસ્તુની કિંમત નથી, પણ બન્ને ભાઈઓની અરસપરસની ભાવનાની કિંમત છે. અને આ દષ્ટાંતનો ઉદ્દેશ એ છે કે લૌકિક ભાઈ–ભાઈ એકબીજાનાં હિતનું આવું ધ્યાન રાખે છે, તો ધર્મના સંબંધથી જેઓ એકબીજાના સાધર્મી ભાઈ છે તેઓને તો પરસ્પર એકબીજાનાં હિત માટે કેવી ઊંચી ભાવના હોય! પોતાની કોઈપણ વિભૂતિ પોતાના સાધર્મીના હિતોપયોગમાં આવે તેવા પ્રસંગે પ્રસન્નતા થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com