________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : જૈન ધર્મની વાર્તાઓ જગતનો એકકેય સંબંધ કરી શકે તેમ નથી.
આપણો ધર્મ તો વીતરાગ ધર્મ! તેમાં સાધર્મીસાધર્મીના સંબંધની ઉત્કૃષ્ટતાનું બીજું કારણ એ છે કે તેમાં એકબીજાના સંબંધથી માત્ર ધાર્મિકભાવનાની પુષ્ટિ સિવાય બીજી કોઈ આશા કે અભિલાષા હોતી નથી. મને જે ધર્મ વહાલો લાગ્યો તે જ ધર્મ મારા સાધર્મીને વહાલો લાગ્યો, એટલે તેણે મારી ધર્મ ભાવનાને પુષ્ટ કરી.. ને એની ધર્મ ભાવનાને હું પુષ્ટ કરું. આમ અરસ-પરસ ધર્મપુષ્ટિની નિર્દોષ ભાવના વડે શોભતું ધર્મ-વાત્સલ્ય જગતમાં જયવંત હો.
આપણે સૌ એક જ ઉત્તમ પંથના પથિક છીએ; આ કડવા સંસારમાં સાધર્મીના સંગની મીઠાશ દેખીને, ને આત્મિક ચર્ચાના બે શબ્દો સાંભળીને મુમુક્ષુને અસાર સંસારનો થાક ઊતરી જાય છે, ને ધાર્મિક ઉત્સાહમાં અનેરું બળ મળે છે. બસ, સાધર્મીના સ્નેહ પાસે બીજી લાખ વાતોને પણ ભૂલી જાઓ. સાધર્મી પ્રત્યે વાત્સલ્ય એ મુમુક્ષુનું આભૂષણ છે.
વીરનાથ પ્રભુના વીતરાગ શાસનમાં સર્વે સાધર્મીજનો વાત્સલ્યના પવિત્ર વાતાવરણથી વીરશાસનને શોભાવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com