________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ : જૈન ધર્મની વાર્તાઓ નથી, તે મોક્ષનગરીમાં પ્રવેશવાનો આ અવસર ચૂકી જશે ને પાછો ચોરાસીના ચક્કરમાં પડી ચારગતિમાં રખડશે. માટે હે જીવ! તે અંધની જેમ તું આ અવસર ચૂકીશ મા. દેહની કે માન-મોટાઈની દરકાર છોડીને આત્માના હિતની સંભાળ કરજે. અનંતવાર ગાજરમૂળામાં મફતના ભાવે વેચાણો ત્યાં કોનાં માન કરવાં? એકેન્દ્રિયના અવતારમાં ગાજર કે મૂળામાં અવતર્યો હોય, ને બજારમાં શાકવાળાને ત્યાં તે ગાજર-મૂળાના ઢગલામાં પડ્યો હોય... શાક લેનારની સાથેનો નાનો છોકરો શાક સાથે ગાજર કે મૂળો મફત માગે, ને શાકવાળો તે આપે; ત્યારે તેમાં વનસ્પતિકાયપણે જીવ બેઠો હોય, તે પણ મૂળાની સાથે મફતમાં જાય. -એ રીતે મફતના ભાવે અનંતવાર વેચાયો. અને અત્યારે મનુષ્ય થઈને તું મફતનો માન-અપમાનમાં જીવન કેમ ગુમાવે છે! ભાઈ, અલ્પકાળનો આ મનુષ્ય અવતાર, તેમાં આત્મહિત માટે શું કરવાનું છે તેની દરકાર કર. સાવધાન રહીને આત્મજ્ઞાન કરીને મોક્ષનગરીના દરવાજામાં પ્રવેશી જા. જાગૃત રહેજે... આંધળાની માફક અવસર ચૂકીને ફરી ચક્કરમાં પડીશ મા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com