________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : જૈન ધર્મની વાર્તાઓ
હે જીવ! જો તું જન્મ-જરા-મરણનો રોગ મટાડવા ચાહતો હો ને અજર-અમર થવા માગતો હો.. તો ધર્મરૂપી અમૃતનું પાન કર.
સંસારના વૈદ્ય-દોક્તરોએ ટી. બી. , કેન્સર વગેરે રોગોનું ઔષધ શોધ્યું પરંતુ જન્મમરણનો રોગ મટાડવાનું કોઈ ઔષધ તેમની પાસે નથી. તે ભવરોગ મટાડવાનું ઔષધ તો ભગવાન જિનદેવે શોધ્યું છે; –તે કયું ઔષધ? કે રત્નત્રય ધર્મરૂપી રસાયણ તે ભવરોગ મટાડવાનું અમોઘ ઔષધ છે. તેનું સેવન કરો.
ધર્મના સેવનથી મોહ–રોગ મટી જશે ને મોક્ષ થશે; શરીર જ નહિ રહે, પછી રોગ કેવો ને જન્મ-મરણ કેવા? ધર્મ-ઔષધિના સેવનથી તું સિદ્ધ પદ પામીને અજર-અમર થઈશ.
બધી ઋતુમાં ફળે એવું ઝાડ ગુરુદેવ કહે છે કે
આત્મા તે અતીન્દ્રિય આનંદનું ઝાડ છે. સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધી જે આનંદદાયી ફળ છે તે આ અતીન્દ્રિય ચૈતન્ય-ઝાડમાં પાકે છે.
બધી ઋતુમાં મીઠાં ફળ આપે એવું અતીન્દ્રિય આનંદનું ઝાડ આત્મા જ છે. સર્વ શોકને હરનારું અશોકવૃક્ષ પણ તે જ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com