Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 61
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates [ ૧૬ ] ક્રોધથી તારું ઘર સળગે છે જીવ ક્રોધથી અંધ બનીને પોતે પોતાને કેવું નુકસાન કરે છે તેનું એક સ્થૂળ દષ્ટાન્ત:- બે માણસોને એકબીજા સાથે દુશ્મનાવટ થઈ; બન્નેનું ઘર બાજુબાજુમાં જ હતું. એકે ક્રોધથી વિચાર્યું કે હું સામાનું ઘર બાળી નાખું, એટલે સામાના ઘરમાં અગ્નિ ફેંકીને તે ભાગ્યો. પણ સામો માણસ તે દેખી ગયો; પોતાનું ઘર બળતું હોવા છતાં ક્રોધથી તેણે વિચાર્યું કે જો ઘર ઠારવા રોકાઈશ, તો આ શત્રુ ભાગી જશે માટે તેને પકડું. એમ વિચારી તેને પકડવા તેની પાછળ ગયો; અને પછી પાછો આવીને જુએ છે તો પોતાના ઘરનું નામનિશાન ન મળે... આગમાં બધુંય ભસ્મીભૂત ! તે દેખીને તેને પસ્તાવો થયો કે અરેરે! શત્રુ ઉપર ક્રોધ કરવા કરતાં મેં પોતે મારા ઘરની આગ ઠારી હોત તો મારું ઘર ન બળત. તેમ જીવને કાંઈક પ્રતિકૂળતાનો પ્રસંગ આવતાં સામા ઉપ૨ તે ક્રોધ કરે છે, એ ક્રોધ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86