Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 65
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૬૧ આમ ગુણ-પર્યાયને ધારણ કરનાર દ્રવ્ય છે. અસંખ્ય અરૂપી ચૈતન્યપ્રદેશ તે તેનું ક્ષેત્ર છે. વર્તમાન જે પર્યાયમાં વર્તે છે તે તેનો કાળ છે. જ્ઞાનાદિ જે અનંતગુણો તે આત્માનો ભાવ છે. આ રીતે “સોનાના ભાવ”ના દષ્ટાંતે ગુરુદેવે આત્માના ભાવ સમજાવ્યા હતા. ઘણીવાર લોકો કહે છે કે અમારો કોઈ ભાવ પૂછતું નથી! પણ ભાઈ ! તે પોતે કદી તારો “ભાવ” પૂછયો છે? તારો પોતાનો “ભાવ” શું છે તેની તને ખબર છે? હજી તને જ પોતાના ભાવની ખબર નથી - પહેલાં તું તો તારા “ભાવ” ને જાણ. બીજા ભલે પૂછે કે ન પૂછે, પણ તારો ભાવ તો તારામાં છે. અનંતજ્ઞાનદર્શન આનંદના ભાવો તારામાં ભર્યા છે.–તેનો અપાર મહિમા છે. જડભાવથી જુદો ને રાગભાવથી પણ જુદો, પરમ આનંદથી ભરેલો તારો ચૈતન્યભાવ છે. –એ જ તારો સાચો ભાવ છે. પુણ્યવડે શુભરાગવડે તું આત્મા લેવા માંગીશ તો તે ખોટો ભાવ છે, આત્માનો તે સાચો ભાવ નથી. જ્ઞાનરૂપભાવ તે જ આત્માનો સાચો ભાવ છે; તે ભાવ દ્વારા આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે. આવા તારા આત્મભાવને તું જાણ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86