Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 34
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ૩૦ : જૈન ધર્મની વાર્તાઓ ત્યારે તે વડીલ સદ્દગૃહસ્થે કહ્યુંઃ ભાઈઓ, વિશાળ પરિવારની વચ્ચે પણ શાંતિ રહેવી એ કાંઈ બહુ અઘરી વાત નથી. તે માટે તેમણે એક કાગળ આપીને કહ્યું કે, શાંતિ માટેનો મહાન મંત્ર મેં આમાં લખ્યો છે; તે મંત્ર વડે જરૂર તમારા પરિવારમાં પણ શાંતિ થશે. તે માણસોએ ઘરે જઈને તે મંત્ર વાંચ્યો... સો વાર વાંચ્યો... ને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા-કે વાહ! આટલો સહેલો મંત્ર! અને તે મંત્રથી તરત જ તેમના પરિવારમાં શાંતિનું આનંદમય વાતાવરણ ફેલાઈ ગયું. પાઠકજી! તમને પણ તે મંત્ર જાણવાની ઉત્કંઠા થતી હશેઃ તો સાંભળો ! સદ્દગૃહસ્થે કાગળમાં માત્ર એક જ મંત્ર સો વાર લખ્યો હતો કે ‘ સહનશીલતા ’.. સહનશીલતા... સહનશીલતા... સહન...' [ વાહ! કેવો સહેલો મંત્ર! અને છતાં જીવનમાં સદાય કેવો ઉપયોગી છે! ] સહનશીલતા એક એવો અમોઘ મંત્ર છે કે, જ્યાં બીજા કોઈ ઉપાયો કામ ન કરે ત્યાં પણ તે મંત્ર કામ કરે છે. સર્વ પ્રસંગમાં ઉપયોગી એવા એ મંત્રનો પ્રયોગ કદી નિષ્ફળ જતો નથી. Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86