Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 39
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૩૫ ભાઈ: બાકી અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ એ પાંચ તત્ત્વો રહ્યાં; તે પાંચ તત્ત્વો ય છે. બેન: વાહ! આજે સમ્યગ્દર્શનની અને હૈયઉપાદેય તત્ત્વની ઘણી સરસ ચર્ચા થઈ; આના ઉપર ઊંડો વિચાર કરીને આપણે સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવા જેવું છે. ભાઈ: હા, બેન! સૌએ એ જ કરવા જેવું છે; જીવનમાં તું એ જ પ્રયત્ન કરજે. એનાથી જ જીવનની સફળતા છે. ચારિત્ર અને સમ્યક્ત્વ [વગર ટીકીટે મુસાફરી કરશો નહિ] એક મુમુક્ષુઃ ચારિત્રદશા ધારણ કર્યે જ મોક્ષ પમાય છે. બીજો મુમુક્ષુઃ એ વાત તદ્દન સત્ય છે. પરંતુ ચારિત્રદા સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. સમ્યગ્દર્શન વગરના આચરણની મોક્ષમાર્ગમાં કાંઈ જ ગણતરી નથી; માટે પ્રથમ સમ્યગ્દર્શન કરજે. સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગમાં પ્રવેશવાની ટીકીટ છે. એના વગર મોક્ષમાં દાખલ થવા જઈશ તો ગુનેગાર બનીશ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86