Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૨૧ દયાળુએ તેને માર્ગ દેખાડયો કે આ ગઢની રાંગે હાથ લગાવીને ચાલ્યા જાઓ, ફરતાં ફરતાં દરવાજો આવે એટલે અંદર પેસી જાજો; વચ્ચે કયાંય પ્રમાદમાં અટકશો નહિ. એ પ્રમાણે ગઢને હાથ લગાડીને તે અંધ મનુષ્ય ફરવા લાગ્યો, પણ વચ્ચે વચ્ચે પ્રમાદી થઈને ઘડીકમાં પાણી પીવા રોકાય, ઘડીકમાં શરીર ખજવાળવા રોકાય: એમ કરતાં કરતાં જ્યાં દરવાજો આવવાની તૈયારી થઈ કે બરાબર તે જ વખતે ભાઈ સાહેબ માથું ખજવાળતાખજવાળતા આગળ ચાલ્યા ગયા, ને દરવાજો તો પાછળ રહી ગયો. આમ શિવનગરીમાં પ્રવેશવાનો અવસર ચૂકીને તે પાછો ચકરાવામાં પડયો. તેમ હું જીવ! આ ચોરાસીના ચકરાવામાં તને માંડ મનુષ્ય અવતાર મળ્યો, મોક્ષનગરીમાં પ્રવેશવાનો દરવાજો દેખાડનારા સંત મળ્યાઃ તેમણે કરુણા કરીને માર્ગ દેખાડયો કે અંદરના ચૈતન્યમય આત્માને સ્પર્શીને ચાલ્યો જા... એટલે મોક્ષનગરીમાં પ્રવેશવાનો ‘રત્નત્રય દરવાજો ' આવશે. હવે એને બદલે, અંધમનુષ્યની જેમ જે અજ્ઞાની જીવ રાગમાં ધર્મ ને ઇન્દ્રિયવિષયોમાં સુખ માનીને તેમાં રોકાય છે, ને ચૈતન્યને ઓળખવાની દરકાર કરતો Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86