________________
મટી પૂંજા ભણાવે, ધજા ચઢાવે, અષ્ટપ્રકારી પૂજાને સામાન દરેક મંદિરમાં આપે, રવામિવાત્સલ્ય કરે, ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધારની જરૂર હોય તે તે પણ કરે, કરાવે બીજાં અનેક શુભ ખાતાઓની સંભાળ લ્ય. જરૂર હોય ત્યાં ઉદારતાથી ધન આપે. સાધર્મને મદદ આપી રહયતા કરે. અને શાસનપ્રભાવના કરે. તેમજ જે તીર્થ માં આ સઘ જાય ત્યાં ઉપર્યુક્ત બધી વિધિ કરવા સાથે તીર્થોદ્ધાર અથવા એકાદ દેવકુલિકા કરાવે, ખુટતાં ઉપકરણે આપે, પૂજારી-સેવક, ગરીબને મદદ કરે, રક્ષક, યાચક વગેરેને ખુશી કરે, વડીલને અને સઘજનેને પહેરામણી કરે અને અનેક પ્રકારે ધન ખર્ચ સક્ષેત્રમાં પિતાનું ધન વાવી, મહત્ પુણ્યોપાર્જન કરી કૃતકૃત્યતા અનુભવે.
આવા સંઘમાં વર્તમાન ઇતિહાસ યુગના પ્રસિદ્ધ સંઘપતિઓનાં નામ આ પ્રમાણે મલે છે, સમ્રાટું સમ્મતિ, મહારાજા વિક્રમાદિય, ગપગિરિના મહારાજા આમરાજ, પરમાહંતે પાસક મહારાજા કુમારપાલ, આભૂ મંત્રીશ્વર, આંબઠમંત્રી, ગુજરાતના મહામાત્ય વરતુપાલ તેજપાલ, સઘપતિ ગુણરાજ, શેઠ સમરાશાહ, શેઠ કસ્મશાહ, સોની તેજપાલ, જેસલમેરના બાફણ અને પટવાના સશે. છેલે શેઠ પ્રેમાભાઇ હેમાભાઈ, શેઠ હઠીસિંહ, શેઠ મોતીશાહ, શેઠ સારાભાઈ ડાયાભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ વગેરેના સો મહાપ્રભાવિક શાસનઉદ્યોતકારી અને પ્રસિદ્ધિ પામ્યા છે.
આવા સંઘેથી અનેક ગ્રામ-નગર-શહેરના જિનમંદિરના દ્વાર થયા છે, નવાં જિનમંદિર પણ બંધાયા છે, માર્ગમાં આવતાં તીર્થોના પણ ઉધાર થયા છે. નવી ધર્મશાળાઓ-ઉપાશ્રયે બન્યા છે. પાંજરાપોળે પણ થઈ છે. અને ગામના કુરુ પે ટ સંપ થયા છે. અનેક ગામોમાં સાર્વજનિક જળાશય બનાવ્યા છે. સાર્વજનિક ધર્મશાળાઓ–નિશાળે વગેરેને મદદ અપાય છે. ગરીબોને, નિરાધાર અને અનાથને રહાય પહોંચાડાય છે, એટલે યાત્રા અનેક રીતે સંપૂર્ણ ફલાથી જ છે.
આજના યંત્ર યુગમાં છરી પાળતા સંઘ નીકળે તે છે જ; અને ટ્રેનમાં પણ સુઇ જાય છે, દર નાં તીર્થોની પેશીયલે જાય છે અને ચાત્રાઓને લાભ લેવાય છે
યાત્રિકેને દરેક તીર્થોની માહિતી નથી હતી જેથી કેટલીકવાર તીર્થ કરવા જતાં રસ્તામાં આવતાં તીર્થોનું વિસ્મરણ થઈ જાય છે; તીર્થની યાત્રા કરવાનું રહી જાય છે. તેમજ તીર્થમાં જવા છતાં તીર્થની માહિતી ન હોવાથી પૂરે લાભ લેવા નથી આ ખામી દૂર કરવા પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત પુસ્તકમાં પ્રવાસેપગી સંપૂર્ણ માહિતી આપવા સાથે તીર્થની પ્રાચીનતા, તીર્થ સ્થાપનાને ઈતિહાસ, પૂર્વકાલીન પરિસ્થિતિ અને ગૌરવ, પ્રાચીન શિલાલેખે તીર્થયાત્રિકાએ પિતાના સમયની આપેલી સ્થિતિનું ટૂંક ખ્યાન, વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન ગૌરવ તેમજ અનુકૂલતા, પ્રતિકૂલતા અને મળતી સાધન,