Book Title: Jain Tirtho no Itihas Author(s): Nyayavijay Publisher: Charitra Smarak Granthmala View full book textPage 9
________________ ભાવિક આસ્તિકો તે સંસારની ઉપાધીથી મુક્ત બની છેલ્લી અવસ્થા તીર્થસ્થાનમાં ગાળવાની અભિલાષા રાખે છે. કેટલાક દરમહિને તીર્થયાત્રા કરે છે, કેટલાક દર વર્ષે તીર્થયાત્રા કરે છે અને કેટલાક જીવનમાં એક વાર તે અવશ્ય તીર્થયાત્રા કરીને પણ કૃતકૃત્યતા અનુભવે છે, જેમાં એ માન્યતા પ્રચલિત છે કે જેણે સિદ્ધિગિરિરાજની યાત્રા નથી કરી તે માતાના ઉદરમાંથી બહાર જ નથી આવ્યો, બ્રાહ્મણેમાં કાશી, વિણમાં વૃંદાવન માટે પણ આવી જ લોકૅક્તિ પ્રવર્તે છે. આગળના સમયમાં વાહનોની અત્યારના યંત્રયુગ જેવી અનુકૂળતા ન્હાતી ત્યારે એકલદોકલ મનુષ્યને તીર્થયાત્રા કરવી બહુ જ મુશ્કેલ મનાતી હતી. એટલે જેમને યાત્રા કરવી હોય એ કઈ સંઘના પ્રયાણની રાહ જુએ અને જ્યારે એ અવસર મળે ત્યારે મહાન પુણ્યદય સમજી તીર્થયાત્રા માટે સંઘ સાથે પ્રયાણ કરે છે. આ સંઘ કાઢનાર સંઘપતિ-સંઘવી કહેવાય છે અને તે સંઘપતિ હજારો, લાખ, અરે કરડે રૂપિયા ખચી તીર્થયાત્રાને સઘ કાઢે અને સાથેના સંઘની ભક્તિ કરવા સાથે તીર્થયાત્રા પણ કરાવે છે. આવા મહાન સંઘે ભૂતકાલમાં અનેક નીકળ્યા છે જેનું યથાર્થ વર્ણન કરવાનું આ સ્થાન નથી, પરંતુ ભગવંત શ્રી ઋષભદેવજીના પુત્ર ચક્રવતિ ભરત મહારાજાથી લઈને અનેકાનેક રાજા મહારાજા ચક્રવતીઓ અને અનેક કુબેરભંડારીસમા ધનપતિઓએ આત્મકલ્યાણ અને શાસનપ્રભાવના માટે સંઘે કાઢયા છે જેને આપ પરિચય સુલલિત ભાષામાં મનોહર રીતે શત્રુંજય મહામ્ય, કુમારપાલ પ્રતિબંધ, ત્રિ, શ. ક, ચરિત્ર પ્ર. કુમારપાલપ્રબંધ, સંઘપતિ ચરિત્ર, નાભિનંદધાર પ્રબંધ, વસ્તુપાલ ચરિત્ર, શત્રુ જયતીર્ણોદ્ધાર પ્રબ ધ, ઉપદેશસપ્તતિકા, ઉપદેશતરંગિણી, હીરસૂરિ રાસ વગેરે વગેરે અનેક ગ્રંથોમાં આપવામાં આવે છે. તીર્થયાત્રાળુએ કયા કયા નિયમો પાળવા જોઇએ, કઈ રીતીયે યાત્રા કરવી જોઈએ એનું વિસ્તૃત વર્ણન પણ મળે છે પરંતુ ઓછામાં ઓછા નિયમો પાળવા માટે “છ”રી પાળવાનું ખાસ ફરમાન છે તે છરી” આ પ્રમાણે છે एकाहारी भूमि संस्तारकारी, पद्भ्यांचारी शुद्धसम्यकत्वधारी । यात्राकाले सर्वसचित्तहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ।। ભાવાર્થ દિવસમાં એક વાર ભજન (એકાસણું), ભૂમિ ઉપર એક જ આસન પાથરી સુવું તે સંથાર,ભૂમિશયન) પગે ચાલવું, શુદ્ધ શ્રદ્ધા રાખવી, સર્વ સચિત્તને ત્યાગ કરો અને બ્રહ્મચર્યનું પાલન–આટલું તે દરેક પુણ્યાત્મા વિવેકી યાત્રીએ યાત્રાના દિવસેમાં જરૂર પાલવું. તેમજ જે ગામ નગર શહેરમાં આ યાત્રાળુઓને રસ ઘ જાય તે ગામ, નગર શહેરમાં દરેક જિનમંદિરમાં વાજતેગાજતે દર્શન કરવા જાય, પૂજા કરે, સ્નાત્રPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 651