Book Title: Jain Tirtho no Itihas Author(s): Nyayavijay Publisher: Charitra Smarak Granthmala View full book textPage 7
________________ ܗ ܠ માતા વ ના creepyal9dhidham ta श्री तीर्थ पांथरजसा विरजी भवति तीर्थेषु च भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः पूज्या भवंति जगदीशमथार्चयन्तः ॥ १ ॥ જૈન ધર્મોમાં તેના ઉપાસકને કરવાનાં સત્કાર્યામાં તીર્થયાત્રા પશુ એક પ્રધાન સત્કાર્ય ગણુાવ્યુ છે. ખાસ કરીને જે સ્થાનમાં તીર્થંકર ભગવંતાનાં કલ્યાણુક ચ્યવન, જન્મ, દ્વીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણુ-મેાક્ષ આદિ પવિત્ર કાય થયાં હોય તેને તીર્થસ્થાન કહેવામાં આવે છે. આ સિવાય તીર્થંકર ભગવા અને ઉત્તમ સાધુપુરુષાના વિદ્વારથી તપ-અનશન આદિથી પવિત્ર થયેલા સ્થાનને તેમજ ાઇ વિશિષ્ટ પ્રભાવશીલ અને પવિત્ર વાતાવરણુવાળા સ્થાનને પણું તીર્થ તરીકે માનવામાં આવે છે. આવાં સ્થાનામાં સમ્મેતશિખર, પાવાપુરી, ચ પાન પુરી, રત્નપુરી, આચૈાધ્યા, હરિતનાપુર, રાજગૃહી, શત્રુજયગિરિરાજ, ગિરનાર, ખ’ગિરિ, તક્ષશિલા, મથુરા, અહિચ્છત્રા, રાણકપુર, આબૂ, કાપરડાજી, જીરાવલાજી, કેસરીયાજી, કરડેડાજી, જેસલમેર, ભીલડીયા, પાવાગઢ, ભેાયણી, સેરીસા, પાનસર, શખેશ્વરજી, કમ્ભાઈ, જગડીયાજી, ઇડર, પેાસીના, માતર, ખંભાત, ભૃગુકચ્છ, કુપ્પાજી, અ'તરીક્ષજી, ભાંદકજી, શ્રવણુએલગાલ, મુલખદ્રી, શ્રીપત, અજાહરા પાર્શ્વનાથજી, ખરેજા પાર્શ્વનાથજી, પ્રભાસપાટણ, નવખંડા પાર્શ્વનાથજી ( ઘાઘા ), મધુમતી (મહુવા), વલભીપુર વગેરે વગેરે અનેક તીર્થ જૈનામાં બહુ જ પ્રસિખ છે. તીરથાનાના મહિમા અને તીર્થયાત્રા કરવાની પ્રથા માત્ર જૈન ધર્માવલખીએમાં જ છે, એમ નહિં કિન્તુ સૉંસારના પ્રાયઃ બધા પ્રાચીન ધર્માવલ’ખીઆમાં તીર્થને મહિમા અને તીર્થયાત્રા કરવાનું પ્રસિધ્ધ જ છે. બ્રાહ્મણેામાં અને વૈષ્ણવામાં કાશી, હરદ્વાર, જગન્નાથપુરી, સેામેશ્વર, દ્વારિકા, નાથદ્વારા, એકારેશ્વર, મથુરા, વૃંદાવન, ગયાજી, ડાર્કાર, વડતાલ, સિધ્ધપુર વગેરે અનેક તીર્થાં પ્રસિદ્ધ જ છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 651