Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ - - અમારું નિવેદન જેની ઘણા સમયથી રાહ જોવાતી તે જૈન તીર્થોને ઈતિહાસ પુસ્તક વાંચકોના કરકમલમાં મૂકતાં અમને બહુ જ હર્ષ થાય છે. શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાલામાં જે અનેક મહત્ત્વનાં પુસ્તક પ્રકાશિત થયાં છે તેમાં આ પુસ્તકને મહત્વને ઉમેરે થાય છે. આ પુસ્તક લગભગ દશ વર્ષ પહેલાં છાપવા આપ્યું હતું પરંતુ ત્યાર પછી વિશ્વયુદ્ધ પ્રગટ થયું અને છેલ્લે કાગળો વગેરેનો અભાવ થતાં પુસ્તક પ્રકાશનમાં વિલંબ થ. દશ વર્ષમાં તે ભારતમાં અને જૈન સમાજમાં પણ અનેક ફેરફાર થયા છે. ઘણી નવાજૂની થઈ ગઈ છે, એટલે કેટલુંક નવીન ઉમેરવાની વૃત્તિમાં કેટલુંક મેટર બેવડાઈ ગયું છે. હવે પછીની બીજી આવૃત્તિમાં સુધારાવધારે થતાં આ ક્ષતિ તે નીકળી જ જશે અને નવીન ઘટનાઓ પણ ચોગ્ય સ્થાને આવી જશે. વાંચકે આ દષ્ટિએ પુસ્તક વાંચે. બાકી આ પુસ્તકમાં હિન્દનાં લગભગ તમામ તીર્થસ્થાનોનો ઈતિહાસ આપવામાં આ છે એ ખરી મહત્તવની વસ્તુ છે તેમજ પરિશિષ્ટો અને નકશે આપીને પણ પુસ્તકની ઉપગિતામાં વધારો જ કર્યો છે. સુજ્ઞ વાંચકે આ પુસ્તક વાંચી તીર્થયાત્રાનો અપૂર્વ લાભ ઉઠાવે અને આત્મકલ્યાણ સાથે એ જ ભેચ્છા. અન્તમાં આ પુસ્તકની પ્રેરણા ભાઈ કેસરીચંદ હીરાચંદ ઝવેરીએ જ કરી છે. તેમજ તેમની સતત લાગણી અને પ્રેરણાથી જ જૈનસાહિત્ય સભાએ દેટ કેપી લઈ તીર્થભક્તિનો અપૂર્વ લાભ લીધે છે. તેમજ અમદાવાદનિવાસી શેઠ ભગુભાઈ મોહનલાલે તથા કાલદ્વિનિવાસી હાલ બેઝગાવવાળા શેઠ ગુલાબચંદકસ્તુરચંદજી તથા અમદાવાદનિવાસી ધનાસુતારની પોળવાળા શેઠ રસિકલાલ માણેકલાલ વગેરે વગેરે આ પુસ્તકની કેપીઓ લઈ અમને જે ઉત્સાહિત કર્યા છે તે માટે તેમનો ખાસ આભાર માનીએ છીએ અને બીજી પણ ભાઈબહેનોએ છૂટક છૂટક નકલ લઈ અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરી છે તે દરેકનો પ્રેમ આભાર માનીએ છીએ લિ મંત્રી : શ્રી. ચારિત્ર સ્મારક ગ્રંથમાલા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 651