________________
ચાગના મહિમા ]
રહેલા સાધારણ ધર્મો સમજાય છે, ત્યારે શ્વેત ભરા પ્રજ્ઞાથી વસ્તુમાં રહેલા અસાધારણ ધર્મો સમજાય છે અને તેથી દૂર રહેલું, પૃથ્વી આદિથી ઢંકાયેલું અને ભૂત તથા ભાવિના ગમાં છુપાયેલુ બધુ' પ્રત્યક્ષ થાય છે.
અન્ય મહર્ષિ એએ ચેાગની જે પ્રશંસા કરી છે, તેનાથી પણ આપણે પરિચિત થઈએ.
તેઓ કહે છેઃ
-:
स्नातं तेन समस्ततीर्थसलिले सर्वाऽपि दत्तावनि - र्यज्ञानां च सहस्रमिष्टमखिला देवाश्च संपूजिताः । संसाराच्च समुद्धृताः स्वपितर बैलोक्यपूज्योऽप्यसौ, यस्य ब्रह्मविचारणे क्षणमपि, स्थैर्य मनः प्राप्नुयात् ॥
‘જે મનુષ્યનું મન બ્રહ્મવિચારણામાં ક્ષણપણ સ્થિરતા ધારણ કરે છે, અર્થાત્ ચેાગાભ્યાસમાં લીન અને છે, તેણે સકલ તીર્થોનાં જલમાં સ્નાન કર્યું છે, સમસ્ત પૃથ્વીનું દાન દીધુ છે, હજારો યજ્ઞ કર્યાં છે, સ ઈષ્ટ દેવોને સારી રીતે પૂજ્યા છે, પેાતાના પિતૃઓના સંસારથી ઉદ્ધાર કર્યો છે અને તે ત્રણે લેાકમાં પૂજ્ય છે.'
कुलं पवित्रं जननी कृतार्था,
विश्वभरा पुण्यवती च तेन ।
अपारसंवित्त्सुखसागरेऽस्मि -
aft परे ब्रह्मणि यस्य चेतः ॥
જે મનુષ્યનું ચિત્ત અપાર જ્ઞાન અને આનંદના સાગરરૂપ પરબ્રહ્મમાં લીન થાય છે, તેનુ' કુલ પવિત્ર છે,