________________
૨૨
[ યોગાભ્યાસ
ઉ–તે પણ ચાર પ્રકારનું છે: (૧) હિંસાનુબંધી– હિંસા સંબંધી સતત વિચારે કરવા. (૨) અમૃતાનુબંધી– અસત્ય બોલવા સંબંધી સતત વિચારે કરવા. (૩) તેયાનુબંધી ચેરી સંબંધી સતત વિચારો કરવા. (૪) વિષયસંરક્ષણાનુંબંધી–વિષયભોગની સામગ્રીનું રક્ષણ કરવા અંગે સતત વિચાર કરવા.
પ્રશ્ન–આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ચાર ચાર પ્રકારે માનવામાં આવ્યા, તેમ ધર્મધ્યાનના કેટલા પ્રકારો માનવામાં આવ્યા છે?
ઉત્તર–ધર્મધ્યાનના પણ ચાર પ્રકારો જ માનવામાં આવ્યા છેઃ (૧) આજ્ઞાવિચય–વીતરાગ મહાપુરુષોની ધર્મ સબંધી જે આજ્ઞાઓ છે, તેનું સતત ચિંતન કરવું. (૨) અપાયવિચય–સાંસારિક સુખો વડે થતાં અપાય કે અનિષ્ટનું સતત ચિંતન કરવું. (૩) વિપાકવિચય-કર્મના શુભાશુભ વિચારોનું ચિંતન કરવું. (૪) સંસ્થાનવિચય-દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત ચિંતન કરવું. અહીં દ્રવ્ય શબ્દથી જૈનાગમાં વર્ણ વાયેલા ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યો સમજવાનાં છે અને ક્ષેત્ર શબ્દથી ચૌદ રાજ પ્રમાણ લેાક સમજવાનું છે. તાત્પર્ય કે વિશ્વનું સ્વરૂપ ચિંતવવું એ આ ધ્યાનને મુખ્ય હેતુ છે.
પ્રશ્ન-શુકલધ્યાનના કેટલા પ્રકારો માનવામાં આવ્યા
ઉત્તર–શુકલધ્યાનના પણ ચાર પ્રકારે જ માનવામાં