________________
[[યોગાભ્યાસ જે પ્રશાન્તબુદ્ધિ મુનિ ઈન્દ્રિયોના વિષયમાંથી પિતાની ઇન્દ્રિયો અને મનને ખેંચી લઈને જ્યાં જ્યાં પિતાની ઈચ્છા હોય ત્યાં ત્યાં મનને સ્થાપન કરે તે પ્રત્યાહાર કહેવાય છે.”
निःसंगसंवृतस्वान्तः कूर्मवत्संवृतेन्द्रियः । यमी समत्वमापन्नो ध्यानतन्त्रे स्थिरीभवेत् ॥ २॥
જેનું મન નિસંગ અને સંવૃત થયું છે, એટલે જેને પુદ્ગલને કેઈ સંગ ગમતું નથી કે વિષયમાં રાચવાનું પસંદ નથી તથા જેણે કાચબાની માફક પિતાની ઇંદ્રિયોને સંકેચ કર્યો છે, એ મુનિ સમત્વ પ્રાપ્ત કરીને એટલે રાગદ્વેષથી રહિત થઈને ધ્યાનક્રિયામાં સ્થિર થઈ શકે છે.” ૧૩–ધારણા
પ્રવ–ધારણ માટે જેન મહર્ષિઓને શું મત છે?
ઉ–જૈન મહર્ષિએ ધ્યાનસિધ્ધિ માટે ધારણને ઉપયોગી માને છે. તે માટે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે
चेयणमचेयणं वा वत्थु अवलंबिउ घणं मनसा । झायइ सुअमत्थं वा, दवियं तप्पज्जए वा वि॥१४६६॥
“ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી દઢ આલંબન લઈને સૂત્ર અને અર્થનું ધ્યાન ધરવું અથવા દ્રવ્ય અને તેના પર્યાયનું ચિંતન કરવું. અહીં ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી જે દઢ આલંબન લેવાનું કહ્યું છે, તે