________________
૫૯
ધ્યાનસિદ્ધિ અને સમાધિ ] ગુણવાનના ગુણની અનુમોદના કરવામાં આવે છે અને હું પણ આવા ગુણવાળો ક્યારે થઈશ? એમ ચિંતવવામાં આવે છે. કારુણ્યભાવનાથી જગના દુઃખી જ પ્રત્યે કરુણ-દયા–રહેમની લાગણી દર્શાવી એનાં દુઃખ દૂર કરવામાં આવે છે અને કર્મવિપાકનું રૂ૫ ચિંતવી. કોઈ અશુભ કાર્યમાં પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. તેમજ માધ્યસ્થ ભાવનાથી બીજાના દોષ તરફ ઉપેક્ષા કરવામાં આવે છે કે જે જીવો કેઈની હિતશિક્ષા ધ્યાનમાં ન લેતાં ગમે તેવું અસદ્વર્તન કરે છે. નથી તે. તેનાં કાર્યની અનુમંદન કરવામાં આવતી કે નથી તે તેને તિરસ્કાર કરવામાં આવતું. કર્મવશાત્ પ્રાણીઓની સ્થિતિ આ પ્રકારની હોય છે, તેમાં મારે શેષ કે તિરસ્કાર શા. માટે કરવો? એમ વિચારી પિતાનાં મનને શાંત રાખવામાં આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે સમભાવનું સંધાન કરવા માટે આ ચારે ભાવનાઓને રસાયણતુલ્ય માની છે અને બીજા આચાર્યોએ પણ તેની ઘણી પ્રશંસા કરેલી છે. કેટલાકે તેને ધર્મબીજ પણ કહ્યું છે. ૧૫–ધ્યાનસિદ્ધિ અને સમાધિ
- પ્રવ–ધ્યાનની ઉપયોગિતા અને તેના પ્રકાર સંબંધી તમે કેટલુંક વિવેચન પ્રારંભમાં કરી ગયા તે અમારાં લક્ષ્યમાં છે, પણ ધ્યાનસિદ્ધિ માટે જૈન મહર્ષિઓને શો. મત છે?
ઉ–જૈન મહર્ષિઓ મનની ત્રણ અવસ્થા માને