________________
૫૮
[ યોગાભ્યાસ
અવસ્થામાં પસાર કર્યો. એમ કરતાં કર્મોનું પ્રમાણ ઘટયું અને પ્રબળ પુણ્યને ઉદય થયો, ત્યારે મનુષ્યને ભવ પામે, માટે તું જરાયે ગફલતમાં રહીશ નહિ. સમ્યકત્વ તે ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક છે, માટે પહેલી તકે તેની પ્રાપ્તિ કર અને તેનાથી પ્રાપ્ત જ્ઞાનને સમ્યક્ બનાવ જેથી ચારિત્ર પણ સમ્યક બને. એ રીતે તારે ભવભ્રમણમાંથી જલદી નિસ્વાર થાય.”
આ ભાવનાઓનાં બળથી ઘણા યોગસાધકે શુકલ ધ્યાન પર આરૂઢ થયા છે અને પિતાનાં કર્મો ખપાવી. સર્વજ્ઞતા તથા મેલના અધિકારી બન્યા છે, એટલે જૈન યોગસાધનામાં તેની ભારે પ્રતિષ્ઠા છે. શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવના બીજા પ્રકરણમાં કહ્યું છે કે –
चिनु चित्ते भशं भव्य भावना भावशुद्धये । याः सिद्धान्तमहातन्त्रे देवदेवैः प्रतिष्ठिताः ॥५॥
“હે ભવ્ય ! તું ભાવેની શુદ્ધિ માટે તારા ચિત્તમાં બાર ભાવનાઓનું બરાબર ચિંતન કર કે જેનાં સિદ્ધાંતગ્રંથમાં શ્રી જિનેશ્વરદેવોએ ઘણાં વખાણ કરેલાં છે.”
પ્રજેન વેગસાધનામાં આ બાર ભાવના ઉપરાંત. અન્ય કઈ ભાવનાઓને સ્થાન પ્રાપ્ત થયેલું છે?
ઉ– હા. જૈન ગસાધનામાં આ બાર ભાવના ઉપરાંત મૈત્રી, પ્રમેદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને સ્થાન પ્રાપ્ત થયેલું છે. તેમાં મૈત્રીભાવના વડે જગના સર્વ જી મારા મિત્ર છે, પણ કેઈ વૈરી નથી, એવું ચિંતવવામાં આવે છે. પ્રમોદભાવનાથી