________________
[ ગાભ્યાસ
છે. કાં તે તે જુદા જુદા વિષયમાં ભટકતું હોય છે, કાં તે તે એક વિષયને ધારાબદ્ધ વિચાર કરતું હોય છે, કાં તે તે એક વિષય પર એકાગ્ર થયેલું હોય છે. આમાંથી પ્રથમ અવસ્થાને ચિંતા કહે છે, બીજી અવસ્થાને ભાવના કે અનુપ્રેક્ષા કહે છે અને ત્રીજી અવસ્થાને ધ્યાન કહે છે. એમાં વિશેષ સમજવાનું એટલું છે કે જ્યારે આવી રીતે કેઈ પણ એક વિષય પર મનની એકાગ્રતા એક અંતમ્હૂર્ત એટલે બે ઘડી કે અડતાલીસ મીનીટ સુધી થાય ત્યારે ધ્યાનસિદ્ધિ થઈ ગણાય છે. પરંતુ આ વાત છવસ્થા એટલે જેઓ જ્ઞાનાવરણીયાદિ કર્મનાં આવરણ નીચેહેવાથી હજી સુધી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શક્યા નથી, તેમને અનુલક્ષીને સમજવાની છે, બાકી કેવળજ્ઞાનીને તે વૃત્તિવિકલ્પરહિત અનાસંગ દશા, સર્વ પ્રત્યક્ષ અને ગનિરોધ એ જ ધ્યાન હોય છે, કે જેનું વર્ણન શુકલધ્યાનના પ્રસંગમાં કરી ગયા છીએ. અહીં પ્રાસંગિક જનમહર્ષિઓના એ મતની પણ નેધ કરી લઈએ કે જેઓનાં શરીરને બાંધે અતિ ઉત્તમ કેટિને હેય તેઓ જ આ પ્રકારની ધ્યાનસિદ્ધિ કરી શકે છે અને બાકીના તેને અમુક અંશે અનુભવ લઈને ચિત્તની શાંતિ-સમાધિ પ્રાપ્ત કરી શકે છે. ધ્યાનનું ફળ સમતા છે, એટલે તેનાથી સમાધિને લાભ થવા બાબતમાં કઈ સંદેહ નથી. ૧૬–ગના પ્રકારે
પ્ર–વૈદિક ધર્મમાં યોગના ત્રણ પ્રકારે માનવામાં