Page #1
--------------------------------------------------------------------------
________________
શિક્ષણની
સાહિત્યવાધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ કી શાહ.
''''n!WITTER
મીટ
6,.00 0.00 0.0.000
0
શ્રેણી પહેલી
યોગાભ્યાસ
૧૦
,
A/M O)2
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાન તથા આચારને સુંદર સરલ શૈલીએ રજૂ કરતી
જૈન શિક્ષાવલી પ્રથમ શ્રેણીનાં ૧૨ પુસ્તકે
૧ જીવનનું ધ્યેય ૨ પરમપદનાં સાધન ૩ ઈષ્ટદેવની ઉપાસના ૪ સદગુરુસેવા ૫ આદર્શ ગૃહસ્થ ૬ આદશ સાધુ
૭ નિયમો શા માટે? '. ૮ તપની મહત્તા - ૯ મંત્રસાધન ૧૦ યોગાભ્યાસ ૧૧ વિશ્વશાંતિ
૧૨ સક્લતાનાં સૂત્રો
શ્રેણીનું મૂલ્ય રૂા. ૬-૦૦. પિસ્ટેજ ૧-૦૦ અલગ. " માત્ર ગણતરીની નકલે જ બાકી રહી છે, માટે તમારી નકલ આજે જ મેળવી લે તથા હવે પછી પ્રગટ થનારી બીજી શ્રેણીના ગ્રાહક બને. -
. નોંધ-બારમા નિબંધને છેડે આખી શ્રેણીનું શુદ્ધિપત્રક આપ્યું છે, - તે પ્રમાણે સુધારે કરી પુસ્તકને ઉપયોગ કરવા વિનંતિ છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન શિક્ષાવલી : પુષ્પ દશમું
યો ગા
ભ્યો સ
લેખકઃ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહુ
પ્રકાશક - જૈન સાહિત્ય પ્રકાશન મંદિર
મુંબઈ – ૯.
મૂલ્ય: પચાસ ને ની
E
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: નરેન્દ્રકુમાર ડી. શાહ વ્યવસ્થાપક જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચ બંદર, મુંબઈ ૯.
- પહેલી વાર ૨૦૦૦ સં. ૨૦૧૫, સને ૧૯૫૦ સર્વ હકક પ્રકાશકને સ્વાધીન
મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન - જૈન મહર્ષિઓએ જીવનની સુધારણા માટે જે તત્ત્વજ્ઞાન ઉપદેર્યું છે તથા જે આચારની પ્રરૂપણું કરી છે, તે સહુ સરળતાથી સમજી શકે તે માટે જન શિક્ષાવલીની યોજના હાથ ધરવામાં આવી છે. હાલ તેમાં બાર પુસ્તક પ્રકટ કરવામાં આવે છે, પરંતુ સંયોગે વધારે સાનુકૂળ દેખાશે તે તેમાં બીજાં પુસ્તકે પણ પ્રકટ કરવામાં આવશે.
આ પુસ્તક દીર્ઘચિંતન-મનનનાં પરિણમે સુંદર શૈલીમાં લખાયેલાં છે, એટલે તે સહુને પસંદ પડશે એમાં શંકા નથી.
જન શિક્ષાવલીની પેજના સાકાર બની તેમાં અનેક મુનિરાજે, સંસ્થાઓ અને ગૃહસ્થને સહકાર નિમિત્તભૂત છે. ખાસ કરીને ૫. * પૂ. આ. મહારાજશ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી, તેમનાં વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજશ્રી કીર્તિવિજયજી, પ. પૂ. આ. મહારાજશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીના શિષ્યરત્નો પૂ. પં. મહારાજ શ્રીભદ્રંકરવિજયજી, પૂ. મુ. શ્રી ભાનુવિજયજી, તથા પૂ. મુ. શ્રી કુંદકુંદવિજયજી તેમજ પ. પૂ. આ. મહારાજશ્રી વિજયજંબુસૂરીશ્વરજી, તેમનાં શિષ્યરત્ન મુ. શ્રી રેવતવિજયજી અને પ. પૂ. આ. મહારાજશ્રી વિજયઅમૃતસરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. પં. ભ. શ્રી ધુરંધરવિજયજી તથા પ. પૂ. આ. મહારાજશ્રી વિજયધર્મસૂરિજીનાં શિષ્યરત્ન મુનિશ્રી યશોવિજયજી વગેરેએ આ યોજનાને સત્કારી તેને વેગ આપવામાં કિંમતી સહાય આપી છે, તે માટે તેમને ખાસ આભાર માનીએ છીએ. ઉપરાંત શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ચંદુલાલ વર્ધમાન, શેઠ ચતુરભાઈ નગીનદાસ (બેલગામવાળા), શ્રીમાન બી. કે. શાહ, યેગી શ્રી ઉમેશચંદ્રજી, શ્રી નાગકુમાર મકાતી તથા જૈનધાર્મિક શિક્ષણસંધ-મુંબઈને કાર્યવાહકે શ્રી પ્રાણજીવન હ. ગાંધી વગેરેએ આ કાર્યમાં સહકાર આપી અમને ઉત્સાહિત કર્યા છે, તે માટે તેમને પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકમાં વિજ્ઞાપન આપનાર દરેક સંસ્થાઓના પણ અમે આભારી છીએ.
પ્રકાશક,
Page #6
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
૧ ચગને મહિમા ૨ ચગના અભ્યાસ અંગે કેટલીક સૂચનાઓ ૩ ગાભ્યાસ કરનારમાં હેવા જોઈતા ગુણે ૪ ગુરુની આવશ્યકતા ૫ ગની વ્યાખ્યા ૬ ધ્યાનસિદ્ધિનું પ્રયોજન ૭ ધ્યાનની વ્યાખ્યા અને તેના પ્રકારો ૮ યમ-નિયમ ૯ ગાભ્યાસ માટે દેશ અને સ્થાન ૧૦ આસનસિદ્ધિ ૧૧ પ્રાણાયામ ૧૨ પ્રત્યાહાર ૧૩ ધારણા . ૧૪ અધ્યાત્મ અને ભાવના ૧૫ ધ્યાનસિદ્ધિ અને સમાધિ ૧૬ ભેગના પ્રકારે ૧૭ ઉપસંહાર
Page #7
--------------------------------------------------------------------------
________________
॥ ૐ હૈં ર્ફે નમઃ ||
યોગાભ્યાસ
૧—યાગના મહિમા
જૈન ધર્મ અહિંસાપ્રધાન છે, તેમ ચેગપ્રધાન પણ છે, પરંતુ તેનું જોરથી ઉચ્ચારણ કરવામાં આવતું નથી, એટલે આપણામાંના ઘણા એમ સમજતા થયા છે કે ચેાઞ તા તપાવનમાં રહેલા ઋષિએ સાધે, ભગવાં વસ્ત્રધારી સાધુસન્યાસીએ સાથે કે શરીરે ભસ્મ ચાળનારા ખાખી આવા વગેરે સાધે, આપણે તેની સાથે કઈ લેવા દેવા નહિ. આ એક પ્રકારની ભારે ગેરસમજ છે અને તે આપણે દૂર કરવી જ જોઇએ.
*
શ્રી ભદ્રમાઝુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં સાધુની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે નિબ્બાના નોને નન્હા સાત્તિ સાદુળો—જેએ નિર્વાણસાધક યાગની સાધના કરે છે, તેઓ સાધુ કહેવાય છે.' આના અર્થ એ થયા કે જ્યાં ચેાગસાધના છે, ચેાગના અભ્યાસ છે, ત્યાં જ સાધુતા છે. જ્યાં યેાગસાધના નથી, ચેાગના અભ્યાસ નથી, ત્યાં સાધુતા નથી. આ ચેાગાભ્યાસ અન્ય કોઈ હેતુથી નહિ પણ નિર્વાણુપ્રાપ્તિ એટલે મુક્તિ કે મેક્ષ મેળવવા
Page #8
--------------------------------------------------------------------------
________________
[ યોગાભ્યાસ માટે જ કરવું જોઈએ, એમ તેમણે યોગપદને નિર્વાણસાધક વિશેષણ લગાડીને સૂચિત કર્યું છે.
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતકનું મંગલાચરણ કરતાં ચરમતીર્થકર શ્રી મહાવીર સ્વામીને ગીશ્વર તરીકે વંદના કરી છે, કારણ કે તેમણે શુકલધ્યાનરૂપી પ્રજવલિત અગ્નિથી કર્મો રૂપી ઇંધનને બાળી નાખ્યાં હતાં.
શ્રી માનતુંગસૂરિજીએ ભક્તામરસ્તેત્રમાં શ્રી આદીશ્વર પ્રભુને વેગ જાણનાર યોગીશ્વર તરીકે બીરદાવ્યા છે. આ રીતે બીજા પણ અનેક આચાર્યોએ શ્રી જિનેશ્વરદેવેને યોગકુશળ, યોગપારંગત, ગીન્દ્ર વગેરે નામથી સંબોધ્યા છે, એટલે ગસાધના કે યોગાભ્યાસ એ જૈન જીવનનું એક મહત્વપૂર્ણ અંગ છે, એમાં શંકા રાખવાનું કઈ કારણ નથી.
જૈન મહર્ષિએ યોગની પ્રશંસા કરતાં જણાવે છે કે
“ોગ શ્રેષ્ઠ કલ્પતરુ જે છે, યોગ ઉત્તમ ચિંતામણિ રત્ન જેવો છે, યોગ સર્વ ધર્મમાં મુખ્ય છે અને યોગ એ સિદ્ધિ કે મુક્તિનું પિતાનું ગૃહ છે.”
વળી તે યોગ જન્મરૂપી બીજને બાળનારે છે, જરા અવસ્થાની મહાજરા છે, દુખેને માટે ક્ષય રોગ જે છે અને મૃત્યુનું મૃત્યુ નિપજાવનારો છે, અર્થાત્ અમરતા પ્રાપ્ત કરાવનારે છે.”
તાત્યર્ય કે યોગથી સર્વ ઈચ્છિત વસ્તુઓ મળે છે, અનેક પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે અને જન્મ,
Page #9
--------------------------------------------------------------------------
________________
યેાગને મહિમા ]
જરા તથા મૃત્યુ ટાળી શકાય છે. આથી વધારે શ્રેષ્ઠ વસ્તુ આ જગતમાં મીજી કઈ હાઈ શકે ?
કોઈ એમ કહેતું હોય કે અમારે બીજુ કંઈ જોઈતું નથી, સિદ્ધિઓને ખપ નથી, પણ માત્ર જીવનને સુધારવું છે, જીવનનુ ઉચ્ચ પ્રકારે ઘડતર કરવું છે, તેા એ લાલ પણ ચેાગસાધના કે યોગાભ્યાસથી મળી શકે છે. આ રહ્યા તેની પ્રતીતિ કરાવનારા શબ્દેઃ
धृतिः क्षमा सदाचारो योगवृद्धिः शुभोदया । आदयेता गुरुत्वं च शमसौख्यमनुत्तरम् ॥
યોગથી ધૃતિ એટલે સતાષ કેળવાય છે, ક્ષમા એટલે ઉદારતાના ગુણ પ્રકટે છે, સદાચાર એટલે સત્પુરુષા એ પ્રતિષ્ઠિત કરેલા આચાર પાળવાનુ મન થાય છે, શુભેાદયવાળી યોગવૃદ્ધિ એટલે પુણ્યના ઉત્ક્રય થાય તેવી પ્રવૃત્તિઓના વધારો કરવાનું મળ આવે છે, આદ્રેયતા એટલે ખીજા પણ પેાતાની પ્રવૃત્તિનું પ્રશંસાપૂર્વક અનુકરણ કરે એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. ગુરુત્વ એટલે ખીજાના ગુરુ થવાની શક્તિ ઉદ્દભવે છે અને શ્રેષ્ઠ શમસુખ એટલે અપૂર્વ શાંતિ કે અદ્ભૂત પ્રસન્નતાના અનુભવ કરી શકાય છે.'
"
એટલું જ નહિ
विनिवृत्ताग्रहत्वं च तथा द्वंद्वसहिष्णुता । तद्भावश्च लाभ व बाह्यानां कालसंगतः ॥
Page #10
--------------------------------------------------------------------------
________________
[ોગાભ્યાસ “ગથી આગહરહિતપણું પ્રકટે છે, એટલે હઠાગ્રહ, કદાગ્રહ કે પૂર્વગ્રહ નાશ પામે છે. સત્યની પ્રાપ્તિ નહિ થવાનાં જે ચાર કારણે મનાયાં છે, તેમાંનું એક કારણ આ હઠાગ્રહ, કદાગ્રહ કે પૂર્વગ્રહ પણ છે. તે દૂર થઈ જતાં સરળતા પ્રાપ્ત થાય છે, એટલે ધર્મપ્રાપ્તિ સુલભ બને છે. ઠંદ્ર એટલે સુખ અને દુઃખ, તેની સહિષ્ણુતા એટલે સહન કરી લેવાની શક્તિ આવે છે. બીજા શબ્દોમાં હીએ તે “સુખસમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી” એ સ્થિતિ ઉત્પન્ન થતાં જરા, ઇંદ્રિયહાનિ વગેરે બાહ્ય દુઃખના અભાવને લાભ થાય છે. અર્થાત મોટી ઉમર થવા છતાં ઘડપણ દેખાતું નથી કે કેઈ ઇંદ્રિયમાં શિથિલતા આવતી નથી.
किं चान्यद्योगतः स्थैर्य, धैर्य श्रद्धा च जायते । ___ मैत्री जनप्रियत्वं च, प्रातिभं तत्त्वमानसम् ।।
વધારે શું કહીએ? ગ્યથી બુદ્ધિની સ્થિરતા થાય છે, ધર્મ અને શ્રદ્ધા પ્રકટે છે, સર્વ જી સાથે મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે, કપ્રિયતા સાંપડે છે અને તત્વની પરીક્ષા કરી શકે એવું પ્રતિભાશાળી મન પ્રાપ્ત થાય છે.”
મહર્ષિ પતંજલિએ યેગદર્શનનાં સમાધિપાદમાં કરતમાં તત્ર પ્રજ્ઞા રૂ–૪૮ . એ સૂત્રથી આ વાતનું સમર્થન કર્યું છે. શ્રત એટલે સત્યનું વિમર્નિ-ધારણું – પિષણ કરે છે, તે ઋતંભરા. આને સ્પષ્ટાર્થ એ છે કે શ્રતપ્રજ્ઞા, અનુમાનપ્રજ્ઞા અને લોકિક પ્રત્યક્ષપ્રજ્ઞાથી વસ્તુમાં
Page #11
--------------------------------------------------------------------------
________________
ચાગના મહિમા ]
રહેલા સાધારણ ધર્મો સમજાય છે, ત્યારે શ્વેત ભરા પ્રજ્ઞાથી વસ્તુમાં રહેલા અસાધારણ ધર્મો સમજાય છે અને તેથી દૂર રહેલું, પૃથ્વી આદિથી ઢંકાયેલું અને ભૂત તથા ભાવિના ગમાં છુપાયેલુ બધુ' પ્રત્યક્ષ થાય છે.
અન્ય મહર્ષિ એએ ચેાગની જે પ્રશંસા કરી છે, તેનાથી પણ આપણે પરિચિત થઈએ.
તેઓ કહે છેઃ
-:
स्नातं तेन समस्ततीर्थसलिले सर्वाऽपि दत्तावनि - र्यज्ञानां च सहस्रमिष्टमखिला देवाश्च संपूजिताः । संसाराच्च समुद्धृताः स्वपितर बैलोक्यपूज्योऽप्यसौ, यस्य ब्रह्मविचारणे क्षणमपि, स्थैर्य मनः प्राप्नुयात् ॥
‘જે મનુષ્યનું મન બ્રહ્મવિચારણામાં ક્ષણપણ સ્થિરતા ધારણ કરે છે, અર્થાત્ ચેાગાભ્યાસમાં લીન અને છે, તેણે સકલ તીર્થોનાં જલમાં સ્નાન કર્યું છે, સમસ્ત પૃથ્વીનું દાન દીધુ છે, હજારો યજ્ઞ કર્યાં છે, સ ઈષ્ટ દેવોને સારી રીતે પૂજ્યા છે, પેાતાના પિતૃઓના સંસારથી ઉદ્ધાર કર્યો છે અને તે ત્રણે લેાકમાં પૂજ્ય છે.'
कुलं पवित्रं जननी कृतार्था,
विश्वभरा पुण्यवती च तेन ।
अपारसंवित्त्सुखसागरेऽस्मि -
aft परे ब्रह्मणि यस्य चेतः ॥
જે મનુષ્યનું ચિત્ત અપાર જ્ઞાન અને આનંદના સાગરરૂપ પરબ્રહ્મમાં લીન થાય છે, તેનુ' કુલ પવિત્ર છે,
Page #12
--------------------------------------------------------------------------
________________
[ ગાભ્યાસ તેની માતાને ધન્ય છે અને તેનાથી જ પૃથ્વી પાવન થાય છે.
ईज्याचारदमाहिंसा-दानस्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मो, यद्योगेनात्मदर्शनम् ॥
વિવિધ પ્રકારના યજ્ઞયાગ, સ્નાનાદિ બાહ્ય આચારે, ઈન્દ્રિયનું દમન, જીવદયા, દાનાદિપોપકારપ્રવૃત્તિઓ અને શાસ્ત્રનું પઠન-પાઠન આદિ તમામ કર્મોમાં ગવડે થતું આત્મદર્શન જ પરમ ધર્મ છે.” ૨–ાગના અભ્યાસ અંગે કેટલીક સૂચનાઓ
યોગને આ મહિમા જાણ્યા પછી ઘણાને ઈચ્છા થઈ આવે છે કે “ચાલે, આપણે પણ યોગને અભ્યાસ કરીએ પણ તેઓ પિતાનાં જીવનની ઘરેડ બદલી શકતા નથી, એટલે આ ઈચ્છા અમલમાં આવતી નથી. આ જોઈને જ અનુભવી પુરુષોએ કહ્યું છે કે – क्रियायुक्तस्य सिद्धिः स्यादक्रियस्य कथं भवेत् । શાસ્ત્ર મોળ, ચોસિદ્ધિ પ્રજ્ઞાચતે |
ક્રિયાયુક્તને સિદ્ધિ થાય, પણ અકિયાવાનને કેમ થાય? ગનાં શાસ્ત્રો વાંચી જવાથી કે સાંભળી જવા માત્રથી યોગસિદ્ધિ થતી નથી.”
કેટલાક કહે છે કે “યોગાભ્યાસ કરવા માટે તે અમે તત્પર છીએ, પણ તે ઘણું કઠિન હોવાથી અમારાથી થઈ શકે એમ લાગતું નથી.”
Page #13
--------------------------------------------------------------------------
________________
યેાગાભ્યાસ કરનારમાં હોવા જોઈતા ગુણા ]
૧૧
આ સ્થિતિનું નિવારણ કરવા માટે અનુભવી પુરુષાએ કહ્યું છે કે ‘ સર્વેષાં તુ પાીનામખ્યાલઃ વારાં પમ્ । સ પદાર્થોનું પરમ કારણુ અભ્યાસ છે.' અર્થાત્ અભ્યાસ વડે સ કંઈ સિદ્ધ થઈ શકે છે. તેનાં ઉદાહરણા આપતાં તેમણે જણાવ્યુ છે કે
अभ्यासेन स्थिरं चित्तमम्या सेनानिलच्युतिः । अभ्यासेन परानन्दो ह्यभ्यासेनात्मदर्शनम् ॥
6
મન અત્યંત અસ્થિર છે, છતાં અભ્યાસવડે તેને સ્થિર કરી શકાય છે. વાયુને કાબૂમાં લાવવાનું કામ ઘણુ કઠિન છે છતાં તે પણ અભ્યાસ વડે કાબૂમાં આવી શકે છે. પરમાનંદની પ્રાપ્તિ સહેલી નથી, છતાં તે પણ અભ્યાસ વડે થઈ શકે છે અને આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર જે યોગનું પ્રધાન લક્ષ્ય છે, તે પણ અભ્યાસ વડે જ પ્રાપ્ત કરી શકાય છે.’ માટે યોગાભ્યાસ શી રીતે થઈ શકે ? એમ માની બેસી રહેવાનુ` નથી. ૩—યાગાભ્યાસ કરનારમાં હાવા જોઇતા ગુણા
ચેાગના અભ્યાસ કરનારમાં કેવા ગુણ હેાવા જોઈ એ ? તેનું વર્ણન કરતા ચેાવિશારદે જણાવે છે કે— उत्साहात्साहसाद्धैयत् तत्त्वज्ञानाच्च निश्वयात् । जनसंगपरित्यागात् षभिर्योगः प्रसिद्धयति ॥
· ઉત્સાહ, હિમ્મત, ધૈર્ય, તત્ત્વજ્ઞાન, દૃઢ નિશ્ચય અને જનસગપરિત્યાગ એ છ અંગોથી ચાગ સારી રીતે સિદ્ધ. થાય છે. ’
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
[ ગાભ્યાસ
ઉત્સાહ વિના પ્રવૃત્તિ થતી નથી, માટે પ્રથમ તેનું વિધાન છે. હિમ્મત વિના આગળ વધી શકાતું નથી, માટે બીજું તેનું વિધાન છે. આગળ વધતાં અનેક જાતની મુશ્કેલીઓ આવે તે ધર્યથી જ ઓળંગી શકાય છે, માટે ત્રીજુ વિધાન તેનું છે. વળી વૃત્તિઓ કે વિચારોનાં વહેણને સ્થિર રાખવા માટે તત્વજ્ઞાન એ પુષ્ટ આલંબન છે, તેથી શું વિધાન તેનું છે. દઢ નિશ્ચય વિના સ્વીકૃત કાર્ય પૂર્ણ થતું નથી, માટે પાંચમું વિધાન તેનું છે અને લોકસમૂહમાં રહેવાથી ચિત્તવૃત્તિઓનું જ્યાં ત્યાં આકર્ષણ થાય છે, -તેથી છડું વિધાન જનસંગપરિત્યાગનું છે. વધારામાં જન મહર્ષિઓએ કહ્યું છે કે –
विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोयणं । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥
જે પુરુષ આત્મશેધક છે, આત્મદર્શનને અભિલાષી છે એટલે કે ગાભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર છે, તેને માટે શૃંગાર, સ્ત્રીઓને સંસર્ગ અને પોષ્ટિક-સ્વાદિષ્ટ ભેજન એ સવે તાલપુટ વિષ જેવા છે.” તાત્પર્ય કે જેને સાચી ગિસાધના કરવી છે, તેણે શરીરની ટાપટીપ છોડી દેવી જોઈએ, સ્ત્રીઓના સહવાસ છેડી દેવો જોઈએ અને બને તેટલે સાદે અને નિરસ આહાર લેવો જોઈએ.
આ વાત અહીં અમે ભારપૂર્વક કહેવા ઈચ્છીએ છીએ, કારણ કે આજે ગસાધનાના ઉદ્દેશથી ચાલતા કેટલાક ગાશ્રમમાં આમાંના એક પણ સિદ્ધાન્તનું યથાર્થ પાલન
Page #15
--------------------------------------------------------------------------
________________
ગાભ્યાસ કરનારમાં હોવા જોઈતા ગુણ ] " ૧૩ થતું નથી. ગસાધકે દરરોજ સ્નાન કરીને ઉત્તમ મુલાયમ વસ્ત્રો પહેરે છે, માથામાં તેલ વગેરે નાખે છે અને પુષ્પમાલાએથી પિતાનાં શરીરને શણગારે છે. વળી રેશમી વસ્ત્રો વાપરે છે અને કસબી કેરના શાલ-શાલાને ઉપ.
ગ કરે છે. તે ઉપરાંત ત્યાં સ્ત્રી અને પુરુષોને રહેવાનાં. સ્થાને અલગ હેવા છતાં દિવસમાં એકબીજાને મળવાનું ચાલુ હોય છે અને હાસ્ય, ઠઠ્ઠા મશ્કરી કરવાની મોજ મણાતી હોય છે. આ બધાનું પરિણામ એ આવે છે કે પુરુષની સ્ત્રી પ્રત્યેની અને સ્ત્રીઓની પુરુષ પ્રત્યેની આકર્ષણવૃત્તિ ચાલુ જ રહે છે અને પરિણામે જે બંધનમાંથી છૂટવું હોય છે, તે બંધને વધારે મજબૂત થાય છે. વળી ત્યાં ખોરાકનું ધેરણ પણ એવું હોય છે કે જે વૃત્તિએને શાંત કરવામાં મદદ કરતું નથી. દાખલા તરીકે દૂધને વધારે પડતે ઉપગ. દૂધ શીવ્ર વિર્ય પેદા કરનારું હોઈ બ્રહ્મચર્ય પાલનમાં ઘણી મુશ્કેલી પડે છે. એટલે શૃંગારને ત્યાગ, સીસહવાસને ત્યાગ અને માલમલદા કે મેવામીઠાઈ ઉડાવવાને ત્યાગ એ ગસાધનની–ગાભ્યાસની અનિવાર્ય શરત છે અને તેનું પાલન કર્યા વિના યોગસિદ્ધિ થઈ શકતી નથી.
અતપસ્વીને વેગ સિદ્ધ થતું નથી, એમ અનુભવી ઓનું કહેવું છે. એટલે મેંગસાધના માટે તેનું પણ યથાશક્તિ આલંબન લેવું જોઈએ. અન્યોએ જે સિદ્ધિઓ યોગથી માની છે, તે જૈન મહર્ષિઓએ તપથી માની
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
[ યોગાભ્યાસ
છે, એટલે કોઈ પણ સંચાગેામાં તપ પ્રત્યે અનાદર કે ઉપેક્ષા
થઈ શકે નહિ.
.
૪–ગુરુની આવશ્યકતા
ચેગસાધકમાં હાવા જોઈતા
પૂરું' થાય છે, પણ તેની સાથે અને સહુથી વધારે મહત્ત્વની એક વાત અહીં જાહેર કરી દઈએ કે ‘ ગુરુ વિના જ્ઞાન નથી. ’ એટલે જેણે યાગસાધના કે ચેાગાભ્યાસ કરવા હાય, તેણે યાગ્ય ગુરુ શોધી કાઢવા જોઈ એ અને તેમની દેખરેખ નીચે યાગાભ્યાસ કરવા જોઈ એ.
ગુણ્ણાનું વિવેચન અડી સાથ વિચારવા જેવી
યોગ્ય ગુરુએ સહેલાઈથી મળતા નથી, એ વાત સાચી, પણ જે ખરી ઈચ્છાથી શોધે છે, તેમને મળી આવે છે. ‘ઝિન દ્વંત ત્તિન પાડ્યા ”એ ઉક્તિમાં મુમુક્ષુઓએ પૂર્ણ શ્રદ્ધા રાખવા જેવી છે. સદ્ગુરુ વિષે વિશેષ વિચારણા ‘સદગુરુસેવા’ નામના આ ગ્રંથમાળાના ચોથા નિબંધમાં કરવામાં આવી છે, એટલે અહી' તેનુ' વિવેચન કરતા નથી.
જૈન ધમ ની યાગક્રિયા કેવી છે ? તેના ભેદાનુભેદો કેવા છે? તથા તેનામાં અને અન્ય ચેાગક્રિયામાં શું તફાવત છે? તેનુ હવે નિરૂપણ કરીશુ અને તેના વધારે સ્પષ્ટ એપ થાય તે માટે પ્રશ્નોત્તરીનું આલેખન લઈશું.
૫-યાગની વ્યાખ્યા
પ્રશ્ન—જૈન ધર્મ ચાગની વ્યાખ્યા શું કરી છે ?
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫
ગની વ્યાખ્યા ] - ઉત્તર – એ જાણવા માટે શ્રી હરિભદ્રસૂરિકૃત ગિવિંશિકા પર દષ્ટિપાત કર ઉચિત ગણાશે. તેની પહેલી ગાથામાં કહ્યું છે કે – मुक्खेण जोयणाओ जोगो सम्बोवि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ विसेसेणं ॥
પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલો એ સવે પણ ધર્મવ્યાપાર મેક્ષમાં જોડનારો હેવાથી યોગ જાણુ. (આ વ્યાખ્યા ચોકનાદુ શોનઃ એ વ્યુત્પત્તિ સિદ્ધ કરવા માટે સામાન્ય પ્રકારે કહી.) અને વિશેષથી તે સ્થાનાદિગત એ જે ધર્મવ્યાપાર તેને યોગ જાણવે.”
તેમણે સ્થાનાદિગત ધર્મવ્યાપારની વિશેષ સ્પષ્ટતા બીજી ગાથામાં સાક્ષસ્થાવદિ સંમિ પંg gો એ શબ્દોથી કરી છે. તેને અર્થ એ છે કે જેને શાસ્ત્રોમાં આ સ્થાનાદિગત ધર્મવ્યાપાર પાંચ પ્રકારનો કહેલો છે. તે આ પ્રમાણે - (૧) ઠળ એટલે સ્થાનાદિગત ધર્મવ્યાપાર. અહીં ટાળ શબ્દથી કાયોત્સર્ગાદિ આસને સમજવાં.
(૨) લગ્ન એટલે વર્ણગત ધર્મવ્યાપાર. અહીં વર્ણ શબ્દથી વીતરાગ મહાપુરુષએ કહેલાં શાસ્ત્રવચન સમજવાં. , (૩) જસ્થ એટલે અર્થગત ધર્મવ્યાપાર. અહીં અર્થ શબ્દથી શાસ્ત્રવચને અભિધેય વિષય સમજ.
Page #18
--------------------------------------------------------------------------
________________
-
-
યોગાભ્યાસ (૪) સારંગ એટલે આલંબનગત ધર્મવ્યાપાર. અહીં આલંબન શબ્દથી જિનબિંબ,જિનમૂતિ કે શ્રુતનું આલંબન સમજવું.
(૫) રળિો–સાવા ોિ એટલે આલંબનરહિત ધર્મવ્યાપાર. અહીં આલંબનરહિત ધર્મવ્યાપારથી પરમાત્મા કે શ્રતનાં આલંબન વિના કેવળજ્ઞાનાદિ ગુણની સમરસતા, ધ્યાતા–ધ્યાનની અભેદભાવે થતી તન્મય પરિણતિ સમજવી.
શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે જ્ઞાનસારનાં ગાછમાં આજ વ્યાખ્યાનું સમર્થન કર્યું છે?
मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवालम्बनेकाग्रथगोचरः ॥
, “(આત્માને) મેક્ષની સાથે જોડવાથી સર્વે પણ આચાર યોગ કહેવાય છે. જે તેની વિશેષતા કરીને કહીએ તે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રય જેને ગેચર છે, તે યોગ કહેવાય છે.” ' શ્રીહરિભદ્રસૂરિએ “પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલે એ સર્વ પણ ધર્મવ્યાપાર” એવા શબ્દો વાપર્યા છે, ત્યાં શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે આચાર શબ્દ વાપર્યો છે. જેનપરંપરા મુજબ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યને વિષે જે આચરણ કરવું, તે આચાર કહેવાય છે, એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની ઉલ્લાસપૂર્વક થતી સર્વ આરાધના એ-યોગ છે, એમ તેમનાં કથનનું તાત્પર્ય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭
ગિની વ્યાખ્યા ] શ્રીહરિભદ્રસૂરિએ યોગના પાંચમાં પ્રકારને આલંબનરહિત કહ્યો છે, તેને શ્રીમદ્ યશોવિજયજી મહારાજે એકાગ્રસ યોગ કહ્યો છે, કારણ કે તેમાં મન, વચન અને કાયાના યોગનું એકાગ્રય હોય છે. વાસ્તવિકતાએ આ બંનેમાં કોઈ ભેદ નથી.
શ્રીહેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં યોગનું લક્ષણ આ પ્રમાણે જણાવ્યું છેઃ
चतुवर्गेऽप्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥
(ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ) ચાર વર્ષોમાં મક્ષ મુખ્ય છે. તેનું કારણ યંગ છે. તે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયી સમજવી. પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલો એ સર્વે પણ ધર્મવ્યાપાર સમ્યમ્ દર્શન, સમ્યમ્ જ્ઞાન અને સભ્યશ્ચારિત્રમાં અંતભૂત થાય છે, એટલે આ વ્યાખ્યામાં પણ કેઈ ભેદ નથી. આ બધી વ્યાખ્યાઓનું તાત્પર્ય એ છે કે જૈન શાસ્ત્રો મેક્ષમાં લઈ જનારી સઘળી ક્રિયાઓ, સઘળાં અનુષ્ઠાને કે સઘળા ધર્મવ્યાપારને સામાન્ય રીતે લેગ કહે છે, પણ તેને વિશેષ વ્યવહાર તે કાયેત્સર્ગાદિ કોઈ પણ આસન પર સ્થિર થઈને વીતરાગ મહાપુરુષએ કહેલાં વચનનું અનન્ય શ્રદ્ધાથી ચિંતન-મનન કરવું તથા તેમની પ્રતિમા વગેરેનું આલંબન લઈને ધ્યાનસ્થ થવું, તેમ જ આત્મસ્વરૂપમાં તદાકાર થવું, એ ક્રિયાએથી જ કરે છે. એટલે મેંગ એ ધ્યાનમાં સ્થિર થવાની
–૨
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨
[ યાગાભ્યાસ
કે ધ્યાનને સિદ્ધ કરવાની એક પ્રક્રિયા છે અને એ દૃષ્ટિએ જ
જૈન શાસ્ત્રએ તેને મહત્ત્વનું વૈદિક ધર્મોમાં યાગની
સ્થાન આપ્યુ છે. વ્યાખ્યા નીચે મુજબ
જોવામાં આવે છે:--
A
૧ परेण ब्रह्मणा सार्धमेकत्वं यन्नृपात्मनः । योगः स एव विख्यातः किमन्यद् योगलक्षणम् ? ॥
‘હે રાજન્ ! આત્માનું પરબ્રહ્મની સાથે જે એકપણું તેજ યાગ સમજવા. ચેાગનું લક્ષણ ખીજું શું હાય ? ’ संयोगे योग इत्युक्तो जीवात्मपरमात्मनोः ।
3
૫
‘ જીવાત્મા અને પરમાત્માના સ યાગ એ યાગ કહેવાય.’ અથ તદ્દાનામ્બુવાયો યોનઃ । તે બ્રહ્મદર્શનના ઉપાય
યોગ છે.’
યોગશ્ચિત્તવૃત્તિનિશેષઃ । ‘યોગ એટલે ચિત્તવૃત્તિઓના નિરોધ.’
ચોઃ જર્મનું જૌરાષ્ઠમ્ । ‘ યોગ એટલે કમ'માં કુશલતા.’ સમત્વો ઉગ્યો । ‘ સમત્વને જ યોગ કહેવાય છે.’
૬–ધ્યાનસિદ્ધિનું પ્રયાજન
પ્ર૦—ધ્યાનને સિદ્ધ કરવાનું પ્રયોજન શું? એથી માક્ષપ્રાપ્તિમાં કઈ સહાય સળે છે ખરી ?
ઉમાક્ષની પ્રાપ્તિ માટે રહિત અવસ્થા અપે ક્ષિત છે અને તેવી અવસ્થા ધ્યાનસિદ્ધિ વિના પ્રાપ્ત કરી
Page #21
--------------------------------------------------------------------------
________________
યોગની વ્યાખ્યા] શકાતી નથી, તેથી જ જૈન શાસ્ત્રોએ ધ્યાનસિદ્ધિને આવશ્યક માની છે. - પ્ર–અમે તે એમ સાંભળ્યું છે કે જૈન ધર્મમાં કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે તપનું વિધાન છે અને તમે ધ્યાનસિદ્ધિની વાત કરે છે. આમાં સત્ય શું સમજવું? .
ઉ–તમે તપ વિષે જે કંઈ સાંભળ્યું છે, તે બરાબર છે, પણ જૈન ધર્મ તપને અર્થ ઘણે વિશાળ કર્યો છે, એટલે ધ્યાનસિદ્ધિ તેના પેટામાં સમાઈ જાય છે. આ રીતે ઉભય માન્યતામાં કઈ વિરોધ નથી.
પ્રધ્યાનસિદ્ધિ તપના પટામાં કેવી રીતે સમાઈ જાય છે?
ઉ– જૈન ધર્મમાં તપના બે વિભાગ પાડવામાં આવ્યા છેઃ બાહ્ય અને અત્યંતર, તથા તે બંને તપના છ છ પ્રકારો માનવામાં આવ્યા છે. અણસણ, ઊરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ (શારીરિક તિતિક્ષા) અને સંલીનતા (આસનસિદ્ધિ તથા એકાંતસેવન) એ બાહ્ય તપના છ પ્રકારે છે અને પ્રાયશ્ચિત, વિનય, વિયાવૃચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ અત્યંતર તપના છ પ્રકારે છે. આ રીતે ધ્યાન એ એક પ્રકારની અત્યંતર તપશ્ચર્યા હોઈ તપના પટામાં સમાઈ જાય છે. અહીં પ્રસંગવશાત્ એટલી સ્પષ્ટતા કરી લઈએ કે છ પ્રકારના અત્યંતર તપમાં પણ શ્રેષ્ઠતા ધ્યાનની જ છે, કારણ કે તે
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦.
[ ગાભ્યાસ પ્રજવલિત અગ્નિની જેમ કર્મરૂપી ઇંધનેને શીધ્ર બાળી નાખે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રકાશ કરે છે. આજ સુધીમાં જે આત્માઓ મેક્ષે ગયા, જે આત્માઓ મોક્ષે જાય છે અને જે આત્માઓ મોક્ષે જવાના છે, તે બધે પ્રતાપ ધ્યાનને જ સમજ.
પ્ર–જે ધ્યાનથી જ મોક્ષની પ્રાપ્તિ થતી હોય તે અણસણાદિ બીજાં તે બતાવવાની જરૂર શી?
ઉ–અણુસણુદિ બીજાં તમે ધ્યાનસિદ્ધિ માટે ઉપકારક છે, તેથી જ તેની પ્રરૂપણ કરવામાં આવી છે. ૭–ધ્યાનની વ્યાખ્યા અને તેના પ્રકારે
પ્ર—તમે ધ્યાન કેને કહે છે?
ઉ૦–ચિંતનીય વિષયમાં મનને એકાગ્ર કરવું અને મન, વચન તથા કાયાની પ્રવૃત્તિઓને રેધ કરે, તેને અમે ધ્યાન કહીએ છીએ.
પ્ર–કઈ મનુષ્ય પોતાની દુઃખદ હાલતને વિચાર કરવામાં મનને એકાગ્ર કરે તે તેને ધ્યાન કહેવાય ખરું?
ઉ—અલબત, “દશા નિર્ચતે વરનેતિ ધ્યાન એ વ્યાખ્યા પ્રમાણે તેને પણ ધ્યાન જ કહેવાય, પણ તેને સમાવેશ અશુભ ધ્યાનમાં થાય. જૈન શાસ્ત્રકારોએ સમગ્ર ધ્યાનના બે વિભાગે પાડ્યા છેઃ અશુભ અને શુભ. તેમાં અશુભ ધ્યાનને બે પ્રકારનું માન્યું છે. જેમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
ધ્યાનની વ્યાખ્યા અને તેના પ્રકારે ]
૨૧ અતિ એટલે દુઃખ કે પીડાનું ચિંતન મુખ્ય હોય તે આર્તધ્યાન અને જેમાં રુદ્રતા એટલે હિંસા, ક્રોધ, વિર વગેરેનું ચિંતન મુખ્ય હોય તે રૌદ્ર ધ્યાન. આ બંને ધ્યાને અશુભ કર્મબંધના હેતુ હેવાથી અને તે કારણે સંસારમાં પરિભ્રમણ કરાવનારા હેવાથી હેય મનાયા છે, અર્થાત્ છેડવા
ગ્ય ગણાય છે. શુભ ધ્યાનને પણ બે પ્રકારનું માનવામાં આવ્યું છે. જેમાં ધર્મનું ચિંતન મુખ્ય હોય તે ધર્મધ્યાન અને જેમાં વ્યાક્ષેપ તથા સંમેહાદિથી રહિત ઉજજવલ ધ્યાન હોય તે શુકલધ્યાન. આ બંને ધ્યાને કર્મને નાશ કરવામાં સમર્થ હોઈ ઉપાદેય લેખાયાં છે, અર્થાત આરાધવા ગ્ય મનાય છે.
- પ્રવ–આર્તધ્યાન કેટલા પ્રકારનું છે?
ઉ૦–ચાર પ્રકારનું. તે આ પ્રમાણે
(૧) અનિષ્ટવસ્તુસંગ–અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયોગને માટે નિરંતર ચિંતા કરવી. (૨) ઈષ્ટવિ
ગ–કઈ ઈષ્ટ–મને નુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુનઃ પ્રાપ્તિ માટે સતત ચિંતા કરવી. (૩) પ્રતિકૂલવેદનાશારીરિક પીડા, માનસિક પીડા કે રેગ થતાં તેને દૂર કરવાની સતત ચિંતા કરવી. અને () ભેગલાલસા–ભેગની તીવ્ર લાલસાને વશ થઈ અપ્રાપ્ત ભેગોને પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કરવો અને મનને તેમાં જ જોડાયેલું રાખવું.
પ્રવે–રૌદ્રધ્યાન કેટલા પ્રકારનું છે?
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૨
[ યોગાભ્યાસ
ઉ–તે પણ ચાર પ્રકારનું છે: (૧) હિંસાનુબંધી– હિંસા સંબંધી સતત વિચારે કરવા. (૨) અમૃતાનુબંધી– અસત્ય બોલવા સંબંધી સતત વિચારે કરવા. (૩) તેયાનુબંધી ચેરી સંબંધી સતત વિચારો કરવા. (૪) વિષયસંરક્ષણાનુંબંધી–વિષયભોગની સામગ્રીનું રક્ષણ કરવા અંગે સતત વિચાર કરવા.
પ્રશ્ન–આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ચાર ચાર પ્રકારે માનવામાં આવ્યા, તેમ ધર્મધ્યાનના કેટલા પ્રકારો માનવામાં આવ્યા છે?
ઉત્તર–ધર્મધ્યાનના પણ ચાર પ્રકારો જ માનવામાં આવ્યા છેઃ (૧) આજ્ઞાવિચય–વીતરાગ મહાપુરુષોની ધર્મ સબંધી જે આજ્ઞાઓ છે, તેનું સતત ચિંતન કરવું. (૨) અપાયવિચય–સાંસારિક સુખો વડે થતાં અપાય કે અનિષ્ટનું સતત ચિંતન કરવું. (૩) વિપાકવિચય-કર્મના શુભાશુભ વિચારોનું ચિંતન કરવું. (૪) સંસ્થાનવિચય-દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત ચિંતન કરવું. અહીં દ્રવ્ય શબ્દથી જૈનાગમાં વર્ણ વાયેલા ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યો સમજવાનાં છે અને ક્ષેત્ર શબ્દથી ચૌદ રાજ પ્રમાણ લેાક સમજવાનું છે. તાત્પર્ય કે વિશ્વનું સ્વરૂપ ચિંતવવું એ આ ધ્યાનને મુખ્ય હેતુ છે.
પ્રશ્ન-શુકલધ્યાનના કેટલા પ્રકારો માનવામાં આવ્યા
ઉત્તર–શુકલધ્યાનના પણ ચાર પ્રકારે જ માનવામાં
Page #25
--------------------------------------------------------------------------
________________
ધ્યાનની વ્યાખ્યા અને તેના પ્રકારે ]
•
૨૩
આવ્યા છે. તે આ પ્રમાણે (૧) પૃથકત્વ-વિતર્ક -સવિચાર. અહી' પૃથકત્વને અર્થ છે ભિન્ન, વિચારના અર્થ છે એક અર્થ પરથી ખીજા અર્થ પર, એક શબ્દથી ખીજા શબ્દ પર, અર્થથી શબ્દપર અને શબ્દથી અથ પર તથા એક યોગથી મીજા ચેાગપર* ચિન્તનાથે થતી પ્રવૃત્તિ. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલમનપૂર્વક ચેતન અને અચેતન પદાથ માં ઉત્પાદ, વ્યય, પ્રોબ્ય, રૂપિત્વ, અરૂપિત્વ, સક્રિયત્વ, અક્રિયત્વ આદિ પર્યાયોનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું તે આ ધ્યાનના મુખ્ય વિષય છે. (૨) એકત્વ-વિતર્ક –નિવિચાર. અહીં એકત્વના અર્થ અભિન્નતા છે, વિતર્કના અથ શ્રુતજ્ઞાન છે અને નિવિચારના અથ એક અથી મીજા અથ પર, એક શબ્દથી ખીજા શબ્દ પર, કે અથથી શબ્દ પર અને શબ્દથી અ પર તથા એક ચેાગથી મીજા ચાગ પર ચિંતનાથે કાઈ પ્રવૃત્તિ ન કરવી, એ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્વક માનસિકાઢિ કાઈ પણ એક ચેાગમાં સ્થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનુ અભેદ ચિંતન કરવું તે આ ધ્યાનના મુખ્ય વિષય છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે પ્રથમ ધ્યાનના દૃઢ અભ્યાસથી આ ખીજા ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયાથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ અખિલ જગના ભિન્ન ભિન્ન વિષયેામાં ભટકતાં મનને આ ધ્યાન દ્વારા એક જ કાયયેાગ
* અહીં યાગ શબ્દથી મનેયાગ, વચનયેાગ અને એ ત્રણ ચેાગા પૈકીના કાણુ એક ચાગ સમજવાના છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
[ ગાભ્યાસ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે કે તે પિતાની સર્વ ચંચળતા છેડી નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માનાં જ્ઞાનાદિ ગુણ પર લાગેલાં સર્વ કર્મો–સર્વ આવરણો દૂર થઈ જાય છે અને સર્વજ્ઞાતા પ્રાપ્ત થાય છે કે જેના લીધે આત્મા સમસ્ત કાલેકના સર્વ દ્રવ્યના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિન સર્વ પર્યાયો જાણી-જોઈ શકે છે. (૩) સૂફમક્રિયાપ્રતિપાતી-જ્યારે સર્વજ્ઞતાને પામેલ આત્મા ગનિરોધના કમથી અને સૂક્ષ્મ શરીરયેગને આશ્રય લઈને બાકીના સર્વ યોગને રેકી દે છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસોચ્છવાસ જેવી સૂમ કિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પડવા પણું હેતું નથી, એટલે તેને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ કહેવામાં આવે છે. (૪) સમુચ્છિન્ન કિયાડનિવૃતિ-જ્યારે શરીરની શ્વાસપ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્કપ થઈ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્કૂલ કે સૂક્ષમ કેઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી. આ ધ્યાનને કાળ ૧, ૬, ૪, શ્ન, શું એ પાંચ હસ્વ અક્ષર બોલીએ એટલે જ ગણાય છે. આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો ક્ષીણ થઈ જતાં આત્મા પિતાની સ્વભાવિક ઊર્ધ્વગતિથી લેકના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી શિદ્ધશિલામાં સ્થિર થઈને અનંત કાળ સુધી અનિર્વચનીય સુખને ઉપ
Page #27
--------------------------------------------------------------------------
________________
યમ-નિયમ ]
૨૫. ભોગ કરે છે. શુકલધ્યાનના આ છેલ્લા બે પ્રકારોમાં શ્રતજ્ઞાનનું આલંબન હેતું નથી, એટલે તે નિરાલંબન કહેવાય છે.
ધ્યાનના આ પ્રકારે જાણ્યા પછી નિર્વાણ સાધક ચિંગમાં તેનું સ્થાન કેટલું ઉન્નત છે? તે બરાબર સમજાયું હશે.
વ્યમ-નિયમો
પ્ર–ગદર્શનકાર પતંજલિ મુનિએ ભેગના આઠ અંગે દર્શાવતા યમ અને નિયમ પછી આસનસિદ્ધિને મૂકી છે. જેમકે –ચમનિયમનનગાયામબચાZરધારા ધ્યાન સમાધોડEાવાનિ (સાધનાપાદ, સૂત્ર રહ્યું.) યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ ગનાં આઠ અંગે છે. શ્રીયાજ્ઞવલ્કય સંહિતામાં પણ યોગનાં આઠ અંગોને આ જ ક્રમ બતાવેલ છે.
જેમકે – यमश्च नियमश्चैव, आसनं च तथैव च । प्राणायामस्तथा गार्गि प्रत्याहारश्च धारणा ॥ ध्यानं समाधिरेतानि योगाङ्गानि वरानने ! ।
હે સુંદર મુખવાળી ગેંગિ! યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આગનાં આઠ અંગે છે.’
Page #28
--------------------------------------------------------------------------
________________
[ યોગાભ્યાસ
પરંતુ જૈન ધર્મ તેા યોગની શરૂઆત ઝાળ એટલે આસનસિદ્ધિથી જ કરે છે, એટલે તેના યમ-નિયમ પર ખાસ ભાર નથી એમ જ સમજવાનું કે ?
•
ઉ—આ સમજણુ ખરાબર નથી, જૈન ધર્મ એમ માને છે કે ઉપર્યુક્ત યોગસાધના ચારિત્રધારીને જ હાય અને ચારિત્રમાં તે યમા તથા નિયમેાના ખરાખર સમાવેશ કરે છે; ઉપરાંત તે પ્રતિજ્ઞાપૂર્વક કરે છે. એટલે યમ-નિયમા પર તેના ભાર જરાયે આછે નથી. પતંજલિ મુનિએ અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચની ગણના યમામાં અને શૌચ, સ ંતાષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન એ પાંચની ગણના નિયમેામાં કરી છે. શ્રીયાજ્ઞવલ્કચ સહિતામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ક્ષમા, ધૃતિ, દયા, આજવ, મિતાહાર અને શૌચ એ દેશની ગણના યમેામાં કરી છે અને તપ, સ તાષ, આસ્તિકય, દાન, ઈશ્વરપૂજન, સિદ્ધાંતવાકયશ્રવણુ, મતિ, લજ્જા, જપ અને વ્રત એ દશની ગણના નિયમેામાં કરી છે. વળી ભાગવતપુરાસુના એકાદશ સ્ક ંધનાં એગણીસમા અધ્યાયમાં અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, લજ્જા, અસંગ્રહ (અપરિગ્રહ), ધર્મ શ્રદ્ધા, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા, અને આસ્તિકય એ ખારને યમેા માનવામાં આવ્યા છે અને આંતરિક શૌચ, માહ્ય શૌચ, જપ, તપ, હામ. ધર્મીમાં આદર, અતિથિના સત્કાર, પરમાત્મપૂજન, તીર્થાંસ્નાન, પરોપકાર,સતાષ અને આચાય ની સેવા એ ખારને નિયમ માનવામાં આવ્યા
Page #29
--------------------------------------------------------------------------
________________
યમ–નિયમ ]
છે. આમાંના લગભગ બધા જ યમા અને ઘણા ખરા નિયમે જૈન ધર્મનાં ચારિત્રનિર્માણમાં સમાવેશ પામે છે. આવશ્યક નિયુક્તિમાં કહ્યુ` છે કે
૨૭*
संवरियासवदारा, अव्वाबाहे अकंटके देसे ।
काऊण थिरं ठाणं, ठिओ निसन्नो निवन्नो वा ।। १४६५ ।।
C
આશ્રય દ્વારાના સવર કરીને અવ્યાબાધ તથા અર્ક ટક દેશમાં જઈને ઊભેલી, બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં આસન સ્થિર કરીને કાયાત્સગ કરવા.’
અહીં આસ્રવઢારોથી શું સમજવું ? તે પણ સ્પષ્ટ કરીએ. જૈન મહિષ આએ (૧) જીવ, (ર) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) ખંધ અને (૯) મેાક્ષ, એ નવ તત્ત્વોની પ્રરૂપણા કરેલી છે. તેમાં પાંચમું નામ આસવનું જોઇ શકાય છે. જેનાથી કર્મોનુ જીવભણી આવવું થાય તેને આસ્રવ કહેવાય. જો જીવને આપણે તલાવની ઉપમા આપીએ તેા કમ એ. પાણી છે અને આસવ એ તેને આવવાનાં ગરનાળાં કે દ્વાર છે. જો ગરનાળાં ખંધ કર્યો હોય તે પાણી આવી શકતું નથી, તેમ આસવદ્વાર બંધ કર્યાં હાય તા નવાંકર્મો આવી શકતાં નથી. આસ્રવનાં મુખ્ય પ્રકાશ પાંચમાનવામાં આવ્યા છે: અત્રતાસવ, કષાયાસવ, ઇન્દ્રિયાસવ, યેાગાસવ અને પચીસ ક્રિયા.
તેમાં હિ'સા, જાઇ, ચારી, મૈથુન અને પરિગ્રહ એ
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮
[ યોગાભ્યાસ
પાંચને ત્યાગ કરવાનું વ્રત ન હોય તેને અગ્રતાસવ કહેવાય. હિંસાદિ ન કરે એટલું જ બસ નથી, ચાવજજીવ ન કરે તેવી પ્રતિજ્ઞા હોય, તેય અવતાસવ છે. કેધ, માન, માયા અને લેભ એ ચાર કષાયને નિગ્રહ ન હોય તેને કપાયાસવ કહેવાય. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયે નિયમ કે સંયમમાં ન હોય તેને ઈન્દ્રિયાસવ કહેવાય અને મન, વચન તથા કાયાના ચેગને એટલે વ્યાપાર કે પ્રવૃત્તિને
ગ તરફ જતી ન રોકવી તેને વેગાસવ કહેવાય. પચીસ ક્રિયાઓનાં નામ નીચે મુજબ સમજવા
(૧) કાયિકી ક્રિયા–કાયાને અયત્નાએ પ્રવર્તાવવી તે.
(૨) આધિકરણિકી ક્રિયા–ઘરનાં ઉપકરણ–અધિક-રણવ જીવનું હનન કરવું તે.
(૩) પ્રાષિકી કિયા–જીવ–અજીવ પર દ્વેષ કરે તે.
(૪) પારિતાપનિકી યિા–પિતાને તથા પરને પરિ. તાપ ઉપજાવે તે.
(૫) પ્રાણાતિપાતિકી ક્રિયા–એકેન્દ્રિયાદિ જીવને હિણવા-હણાવવા તે.
(૬) આરંભિકી કિયા–જેમાં ઘણી હિંસા થવાને સંભવ હોય તે.
(૭) પારિગ્રહિક ક્રિયા–ધન્ય ધાન્યાદિક નવવિધ પરિ. ગ્રહ મેળવતાં તથા તેના પર મેહ રાખતાં જે કિયા લાગે છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
યમ-નિયમ ]
૨૯ (૮) માયાપ્રત્યયિકી ક્રિયા–છળ-કપટ કરી બીજાને દુભાવવા તે.
(૯) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા–મિથ્યાદર્શન એટલે. મિથ્યા માર્ગનું પિષણ કરતાં જે ક્રિયા લાગે છે.
(૧૦) અપ્રત્યાખ્યાનિકી કિયા–અભક્ષ્ય અને અપેય વસ્તુઓને ત્યાગ નહિ કરવાથી જે કિયા લાગે છે.
(૧૧) દષ્ટિકી ક્રિયા-સુંદર વસ્તુઓ જોઈને તેના પર રાગ કરે તે.
(૧૨) પૃષ્ટિકી ક્રિયા–સુકુમાર વસ્તુઓને રાગવશાત સ્પર્શ કરે તે.
(૧૩) પ્રાતિયકી કિયા–બીજાની ઋદ્ધિ-સમૃદ્ધિ જઈને ઈર્ષા કરવી તે.
(૧૪) સામજોપનિપાતકી કિયા–પિતાની અદ્ધિ સમૃદ્ધિની કઈ પ્રશંસા કરે તેથી ખુશ થતાં જે ક્રિયા લાગે છે. અથવા તેલ, ઘી, દૂધ, દહીં આદિનાં વાસણે ખુલ્લાં રાખવાથી જીવે તેમાં આવી પડે અને તેથી જે હિંસા થાય તે.
(૧૫) નૈષ્ટિકી ક્રિયા–રાજાદિના હુકમથી બીજાની પાસે યંત્રશસ્ત્રાદિ તૈયાર કરવાં તે.
(૧૬) સ્વસ્તિકી ક્રિયા–પિતાના હાથથી કે શિકારી કૂતરાઓ આદિ દ્વારા જીવને મારવા તે. અથવા પિતાના હાથે ક્રિયા કરવાની જરૂર નહિ હોવા છતાં અભિમાનથી પિતાના હાથે ક્રિયા કરવી તે.
Page #32
--------------------------------------------------------------------------
________________
[ યોગાભ્યાસ
(૧૭) આનયનકી ક્રિયા-જીવ અથવા અજીવના પ્રયોગથી કેઈ વસ્તુ પિતાની પાસે આવે એવી કેશીષ કરવી તે. ' (૧૮) વિદારણકી ક્રિયા–જીવ અથવા અજીવનું છેદન ભેદન કરવું તે.
(૧૯) અનાગિકી ક્રિયા–શૂન્યચિત્તે વસ્તુઓને લેવી. મૂકવી, બેસવું–ઉઠવું, ચાલવું-હાલવું કે ખાવું-પીવું તે.
(૨૦) અનવકાંક્ષા પ્રત્યયકી ક્રિયા–આ લેક અને પર લેક સંબંધી વિરુદ્ધ કાર્યનું આચરણ કરવું તે.
(૨૧) પ્રાયોગિકી ક્રિયા-મન, વચન અને કાયા સંબંધી ખરાબ વિચારમાં પ્રવૃત્તિ કરવી પણ નિવૃત્તિ ન કરવી તે.
(૨૨) સમુદાન કિયા-કઈ એવું કર્મ કરવું કે જેનાથી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને સાથે બંધ થાય તે.
(૨૩) પ્રેમપ્રત્યયિકી કિયા-માયા અને લેભથી જે પ્રક્રિયા થાય તે. | (૨૪) શ્રેષપ્રત્યયિકકી કિયા-ક્રોધ અને માનથી જે ક્રિયા થાય તે.
(૨૫) ઈપથિકી ક્રિયા-પ્રમાદરહિત સાધુઓને તથા કેવલજ્ઞાની ભગવાનને ગમનાગમન કરતાં જે ક્રિયા લાગે છે.
આમાં કેટલીક ક્રિયાઓ સરખા જેવી લાગે છે, પણ તે સરખી નથી.
તાત્પર્ય કે પતંજલિ મુનિએ જે પાંચ યમની ગણના કરી છે, તેને જૈન મહર્ષિએ પાંચ આસવ દ્વારના
Page #33
--------------------------------------------------------------------------
________________
ચમ-નિયમ ]
૩૧
રિધમાં સમાવે છે અને તેને આસનસિદ્ધિ માટે આવશ્યક માને છે.
શૌચને સામાન્ય અર્થ પવિત્રતા છે. તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારની હોય છે. તેમાં અત્યંતર પવિત્રતા વિશેષ ઉપકારક છે. આ પવિત્રતા માટે મન, વચન અને કાયાની શુદ્ધિ જોઈએ. તે માટે જૈન મહર્ષિએ પ્રારંભમાં જ મન, વચન અને કાયથી પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે અને પ્રમાદાદિ દેથી એ પ્રતિજ્ઞામાં કે ઈદે લાગે તે તેની નિંદા, ગહ અને મેગ્ય પ્રાયશ્ચિત વડે શુદ્ધિ કરે છે. વળી મનેગુમિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિઓનું જે વિધાન કરવામાં આવ્યું છે, તેને અર્થ પણ એ જ છે કે મન-વચન-કાયાને અપ્રશસ્ત પ્રવૃત્તિથી બચાવી લેવાં અને એ રીતે તેની શુદ્ધિ જાળવી રાખવી. દશ પ્રકારના યતિધર્મમાં શૌચને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પણ એ જ દર્શાવે છે કે જેન : પરંપરામાં શૌચનું મહત્ત્વ અન્ય કેઈસંપ્રદાય કરતાં જરાયે ઓછું નથી.
સંતેષને સામાન્ય અર્થ તૃષ્ણાત્યાગ છે. તે માટે , જૈન શાસ્ત્રોએ વારંવાર જોરદાર ઉપદેશ આપે છે અને દશવિધ યતિધર્મમાં તેને પણ સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક ગણશે કે મનને કલુષિત કરનારી ચાર વૃત્તિઓને જૈન શાસ્ત્રોએ કષાયની ઉપમા આપી છે અને તેમાં લેભને પણ સમાવેશ કર્યો છે કે જે
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૨
[ યેાગાભ્યાસ
તૃષ્ણાનું જ બીજું નામ છે. આ ચારે પ્રકારના કષાયેને જિતવા એ ચેગસાધકાના ખાસ ધમ મનાયેા છે, એટલે જૈન ધર્મ સત્તાષને પણ ઉચ્ચ સ્થાને વિરાજમાન કરેલા છે.
તપ તે જૈન ધર્મના પ્રાણ લેખાય છે, એટલે સાધુ સાધ્વી, શ્રાવક તથા શ્રવિકા તેનું એક યા બીજા પ્રકારે નિરંતર સેવન કરતા જ હેાય છે. દવિધ યતિધમ માં તેના પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યે છે.
સ્વાધ્યાય એટલે શાસ્ત્રનું પાનપાઠન કે મિત્રના જપ. આ બંને અમાં જૈન ધર્મ તેના સ્વીકાર કરેલા છે. અને તેની ગણના અભ્યતર તપમાં કરેલી છે, તે આગળ કહેવાઈ ગયુ છે. આથી જૈન યાગસાધકાનાં જીવનમાં તે આતપ્રાત થયેલા જોવાય છે.
ઈશ્વરપ્રણિધાન એટલે પરમાત્મા પ્રત્યે ભક્તિના અતિશય. કાઈ પણ પ્રકારની ફલકામના વિના તેના પ્રત્યેનું સમર્પણુ, તેને પણ જૈન ધર્મમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત થયેલુ છે. પ્રાતઃકાળમાં ઉઠીને પંચ પરમેષ્ઠીનુ સ્મરણ કરવું, પછી ષડાવશ્યક ક્રિયાના અધિકારે ચાવીશે તીથંકરાનુ સ્તવન તથા સિદ્ધ ભગવંતાની સ્તુતિ કરવી, દેવદર્શને જવું. અને ત્યાં પણ તીર્થંકર પરમાત્માના સદ્ભુત ગુણ્ણાનું કીર્તન કરવુ, તેના પ્રત્યે ભક્તિના અતિશય અતાવવા અને શકય. તન-મન-ધનથી પોતાની જાતને સમર્પિત કરવી, એ ઈશ્વર પ્રણિધાન જ છે.
આ રીતે શૌચ, સતાષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર
Page #35
--------------------------------------------------------------------------
________________
ક
યોગાભ્યાસ માટે દેશ અને સ્થાન] પ્રણિધાન એ પાંચ નિયમોને પણ જન સંધનામાં
ગ્ય સ્થાન પ્રાપ્ત થયેલું છે. –ગાભ્યાસ માટે દેશ અને સ્થાન
પ્રયોગાભ્યાસ માટે અમુક પ્રકાર, કેશ અને સ્થાનને યોગ્ય ગણવામાં આવે છે. તે માટે શ્રી ય વેદની શ્વેતાશ્વેતર ઉપનિષમાં કહ્યું છે કે
समे शुचौ शर्करावहिवालुकाविवर्जिते शब्दजलाशयादिभिः ।। मनोनुकूले न तु चक्षुपीडने,
गुहानिवाताश्रयेण प्रयोजयेत् ॥ સર્વ બાજુથી સમાન, પવિત્ર, કાંકરા, અગ્નિ, રેતી, કોલાહલ અને જલાશયથી રહિત, મનને અનકુલ, આંખને પીડા ન કરે તેવા અને અત્યંત વાયુથી રહિત ગુહાઆદિ
સ્થાનમાં સાધક પુરુષ ભેગાભ્યાસ કરે.” " શ્રી હઠયોગપ્રદીપિકામાં કહ્યું છે કે –
सुराज्ये धार्मिके देशे सुभिक्षे निरुपद्रवे । धनुः प्रमाणपर्यंत शिलाग्निजलविवर्जिते । एकान्ते मठिकामध्ये स्थातव्यं हठयोगिना ।
* જે દેશને રાજા સારા વિચારવાળો તથા સારા આચારવાળે હોય, જે દેશના લેકે ધાર્મિક હય, જ્યાં સુકાલ હોય, અર્થાત્ વારંવાર દુષ્કાલ ન પડતું હોય અને ત્યાં, ચેર વ્યાવ્ર તથા સર્પાદિને ઉપદ્રવ ન હોય તે દેશમાં
–૩
Page #36
--------------------------------------------------------------------------
________________
[ યાગાભ્યાસ
હુયેાગીએ એકાંત ભાગમાં નાના મઢમાં સ્થિતિ કરવી અને પેાતાનાં આસનથી ચાર હાથ પર્યંત પાષાણુ, અગ્નિ અને જલ રાખવા નહિ. (કારણ કે તેથી વાત, પિત્ત અને કફમાં વિષમતા પેઢા થઈ શરીરમાં વિક્રિયા ઉપજે છે.)
શ્રી નદિકેશ્વર પુરાણમાં તે વિશિષ્ટ પ્રકારે ચાગમંદિરની રચના કરવાનુ વિધાન પણ છે. આ રીતે જૈન ધર્મમાં ચેગસાધના માટે કયા દેશ અને સ્થાનને અનુકૂલ માનવામાં આવ્યા છે?
૩૪
ઉ~જૈન ધમ એમ માને છે કે ચામાસાનાં ચાર માસ જીવાની ઉત્પત્તિ વિશેષ હાવાથી અને પાવિહાર કરવાનું શકય નહિ હાવાથી, તે વખતે ચાગસાધકાએ એક સ્થળે સ્થિરતા કરવી અને બાકીના સમયમાં સ્થળે સ્થળે વિચરતા રહેવું. એટલે તે એક જ પ્રદેશના કાઈ મઠમાં કે ગુફામાં લાંખા સમય વાસ કરતા નથી. પરંતુ જ્યાં પણ વિચરે છે, ત્યાં કાર્યાત્સગ માટે મકાનના એકાંત ભાગ, ધર્મશાળા, સ્મશાનભૂમિ, વનપ્રદેશ કે પર્વતની ગુફા વગેરે પસંદ કરે છે. વળી જૈન ધમ એમ માને છે કે વિવિધ પ્રકારના પરીષહેા સહન કર્યાં વિના શરીર પરની માહ-મમતા છૂટતી નથી કે મનમાં રહેલા ભયાદિ દોષા દૂર થતા નથી, એટલે તે દ્રુશમશકાદિના પરીષહે। સમ ભાવે સહન કરી લે છે. તાત્પર્યં કે અમુક સ્થળે દશમશાદિને પરીષહ થશે માટે ત્યાં ન જવું એવા વિચાર કરતા નથી. વળી શારીરિક અને માનસિક તિતિક્ષા કરવા માટે તેઓ અજાણ્યા પ્રદેશમાં પણ વિચરે છે, પછી ત્યાંનો
Page #37
--------------------------------------------------------------------------
________________
-
-
યોગાભ્યાસ માટે દેશ અને સ્થળ] રાજા ભલે નાસ્તિક હોય. શ્રમણ ભગવાન મહાવીર ચેગસાધક દશામાં રાઢના જંગલી પ્રદેશમાં વિચર્યા હતા કે જ્યાંના લેકે અત્યંત ક્રૂર હતા અને ધર્મની બાબતમાં કશું સમજતા નહિ. વળી અનેક જૈન યોગસાધકે એવા પ્રદેશમાં વિચર્યા છે કે જ્યાંને રાજા નાસ્તિક હોય, સાધુ મુનિઓને રંજાડતું હોય કે બીજી રીતે વિહિત ધર્મનું પાલન કરતે ન હોય, પણ એ ભેગસાધકેએ પિતાની
ગવિભૂતિથી કે અધ્યાત્મબળથી એવા રાજાઓની સાન ઠેકાણે આણી છે અને તેમને ધર્મપરાયણ બનાવેલ છે. એટલે અન્ય સાધકોએ યોગાભ્યાસ માટે જે દેશ અને સ્થાનનું કથન કર્યું છે, તે સામાન્ય રીતે ઠીક હેવા છતાં નિયમરૂપ નથી. આગળ સંવરિચાનવતાના શબ્દથી શરૂ થતી ગાથાનું અવતરણ આપ્યું, તેમાં વ્યાબાધા અને કંટકરહિત પ્રદેશનું સ્પષ્ટ સૂચન કરેલું છે, એટલે જૈન યેગસાધકે નજીકમાં ગાનતાન ચાલતા હોય કે બહુ કેલાહલ થતું હોય, તેવા સ્થાનને પસંદ કરતા નથી કે
જ્યાં બાવળ, બેરડી, કેરડા વગેરે કંટકમય વૃક્ષે વિશેષ હોય તેવા અરણ્યપ્રદેશમાં કાર્યોત્સર્ગ–નિમિત્તે જતા નથી.
શ્રીહેમચંદ્રાચાર્યે યેગશાસના ચોથા પ્રકાશમાં જણાવ્યું છે કે तीर्थ वा स्वस्थताहेतुं यत्तद्वा ध्यानसिद्धये । कृतासनजयो योगी, विविक्तं स्थानमाश्रयेत् ॥ १२३ ।।
આસનને જ્ય કરવાવાળા યેગીએ ધ્યાનની સિદ્ધિ માટે તીર્થકરોનાં જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણ સ્થાનમાં જવું
Page #38
--------------------------------------------------------------------------
________________
[યોગાભ્યાસ
જોઈએ, તેના અભાવે સ્વસ્થતાના હેતુભૂત (જ્યાં રહેવાથી આરોગ્ય ન બગડે) તથા સ્ત્રી, પશુ, પંડકાદિ (નપુંસકાદિ) થી રહિત કેઈ પણ સારાં એકાંત સ્થાનને આશ્રય કરો.”
આ ઉલ્લેખ ગભ્યાસના દેશ અને સ્થાન પરત્વે જૈન ધર્મનું કેવું દષ્ટિબિંદુ છે, તે સ્પષ્ટ કરે છે. ૧૦-આસનસિદ્ધિ
પ્ર–ભગવદ્દગીતામાં કહ્યું છે કેशुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः । नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥
અતિ ઊંચું નહિ, તેમ અતિ નીચું નહિ, જેમાં નીચે દર્ભ, તે પર મૃગચર્મ અને તે પર વસ્ત્ર પાથરેલ હોય એવું પિતાનું સ્થિર આસન પવિત્ર દેશમાં સ્થાપન કરીને (મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઇન્દ્રિયની ક્રિયાએ વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે ગાભ્યાસ કરે)
શ્રીગોરક્ષશતકમાં પણ લગભગ આવાં જ વચને ઉચ્ચારેલાં છે –
एकान्ते विजने देशे पवित्रे निरुपद्रवे । कंबलाजिनवस्त्राणामुपर्यासनमभ्यसेत् ॥
ઉપદ્રવ વિનાના પવિત્ર ને નિર્જન એવા એકાંત દેશમાં કંબલ, મૃગચર્મ અને વસની ઉપર આસનને અભ્યાસ કરો.” - આ રીતે જૈન ધર્મમાં આસન સંબંધી શે વિધિ કહ્યો છે?
Page #39
--------------------------------------------------------------------------
________________
આસનસિદ્ધિ]
ઉ૦–જૈન ધર્મમાં ધ્યાનસિદ્ધિ માટે કાયોત્સર્ગની અવસ્થા પસંદ કરવામાં આવે છે. તે ઊભા રહીને કરે જોઈએ. કદાચ એ રીતે ન થઈ શકે એમ હોય તે બેસીને કે સૂઈને પણ કરી શકાય.
ઊભા રહીને કાર્યોત્સર્ગ કેવી રીતે કરવું જોઈએ? તેનું વર્ણન આવશ્યકનિર્યુક્તિમાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે –
चमंगल मुहपत्ती, उज्जूए डब्बहत्थ रयहरणं । वोसटुचत्तदेहो, काउस्सग्गं करिज्जाहि ॥ १५४५॥
(બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં) ચાર આંગળ જેટલું (અને પાછળના ભાગમાં કંઈક ઓછું) અંતર રાખવું. તે વખતે સીધા લટકતા રાખેલા (જમણા હાથમાં) મુહપત્તી અને ડાબા હાથમાં રજોહરણ ગ્રહણ કરવાં. પછી દેહભાવનાને સંપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક કાર્યોત્સર્ગ કરો.”
મૂલાચારના ષડાવશ્યકાધિકારમાં કહ્યું છે કે – वोसरिय बाहुजुगलो, चदुरंगुलमंतरेण समपादो। सव्वंगचलणरहिओ, काउस्सग्गो विसुद्धो दु ॥ १५१ ॥
જેમાં પુરુષ બંને હાથ લાંબા કરીને સમપાદ ઉભે રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરનાં કઈ પણ અંગને હલાવતા નથી, તે કાયેત્સર્ગ વિશુદ્ધ છે”
તાત્પર્ય કે કાર્યોત્સર્ગ કરવા ઈચ્છનારે બંને પગ સીધા રાખીને ઊભા રહેવું જોઈએ; તેમાં આગળના ભાગમાં ચાર
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૮
[ ગાભ્યાસ
આંગળ જેટલું અને પાછળના ભાગમાં તેથી કઈક ઓછું અંતર રાખવું જોઈએ. આવી રીતે ઊભા રહેવાથી લાંબા વખત સુધી સારી રીતે ઊભા રહી શકાય છે. પછી બંને હાથે સીધા નીચે લટકતા રાખવા જોઈએ. તે વખતે સંયમના ખાસ ઉપકરણે મુહપત્તી અને રજોહરણ અનુક્રમે જમણા તથા ડાબા હાથમાં રાખવા જોઈએ અને પછી દેહનું જરા પણ હલનચલન ન થાય તે રીતે સ્થિર ઊભા રહીને કાયાને ઉત્સર્ગ કરવો જોઈએ, અર્થાત્ શરીર પરનું તમામ મહત્વ છેડી દઈને દઈને ધ્યાનમાં મગ્ન થવું જોઈએ. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે –
વાણી-વ-ળ્યો, જો મળે જીવિણ ચરમ-સખો ! . देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥ १४५८ ॥
“શરીરને કેઈ તીણ ધારવાળા વાંસલાથી છેદી નાખે કે તેના પર અત્યંત શીતલતાદાયક એ ચંદનને લેપ કરે અથવા જીવન ટકે કે તેને જલ્દી અંત આવે, છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને બરાબર સમભાવમાં રાખે, તેને કાયેત્સર્ગ સિદ્ધ થાય છે.”
આ રીતે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરતી વખતે નીચેના ઓગણીશ દોષો પૈકી કઈ દેષનું સેવન ન થાય તેની કાળજી રાખવી જોઈએ:૧ ઘાટકોષ–ઘોડાની પેઠે એક પગ ઊંચે રાખવે કે
વાંકે રાખ તે. ૨ લતાદેષ–વાયુથી વેલડી હાલે, તેમ શરીરને હલા
વવું તે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૯
આસનસિદ્ધિ ] ૩ ખંભાદિદેષ–થાંભલા વગેરેને ઠીંગણ દઈને ઊભા
રહેવું તે. ૪ માલદેષ–ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક
ટેકવીને ઊભા રહેવું તે. ૫ ઉધિષ–ગાડાની ઉધની પેઠે પગના અંગૂઠા તથા
પાની મેળવીને ઊભા રહેવું તે. નિગદેષ-નિગડમાં પગ નાખ્યા હોય તેની માફક
પગ પહોળા રાખવા તે. ૭ શબરીદેષ–નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય સ્થાનકે હાથ
જોડી રાખવા તે. ૮ ખલિદેષ–ઘેડાનાં. ચેકડાની પેઠે રજોહરણ રાખી
ઊભા રહેવું તે. ૯ વધુદેષ–નવપરિણીત વધૂની પેઠે માથું નીચું રાખવું તે. લત્તરદેષ-નાભિની ઉપર અને ઢીંચણથી નીચે
જાનુ સુધી લાંબું વસ્ત્ર રાખવું તે. (સાધુએ નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉપર ચળપટ્ટો પહેરવાનું વિધાન છે, તેને લક્ષ્યમાં રાખીને આ દેષ કહેલો છે.) સ્તનદેષ-ડાંસમચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજજાથી હદયને આચ્છાદિત કરી સ્ત્રીની પેઠે ઢાંકી રાખવું તે. સંયતિદેષ-શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ઢાંકી રાખવા એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખવું તે.
૧૦
૧૧
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૦
[ગાભ્યાસ
૧૩ જૂ-અંગુલિદેષ–સૂત્રોના આલાપક (આલાવા) ગણવાને
માટે અથવા સંખ્યા માટે આંગળીનું આલંબન લેવું
કે પાંપણના ચાળા કરવા તે. ૧૪ વાયસષ-કાગડાની પેઠે ડેાળા ફેરવવા તે. ૧૫ કપિત્થ–પહેરેલાં વસ્ત્રો પરસેવાથી મલિન થશે એમ
જાણીને તેને ગોપવી રાખવાં તે. ૧૬ શિર કંપદેષયક્ષાવિષ્ટની માફક માથું ધૂણવવું તે. ૧૭ મૂકદેષ-મૂંગાની માફક “હું હું કરવું તે. ૧૮ મદિરાદેષ–સૂત્રના આલાપક ગણતાં મદિરા પીધેલા
ની માફક બડબડાટ કરે તે. ૧૯ પ્રેક્ષ્યદેષ–વાનરની પેઠે માં ફેરવી આસપાસ જોયા
કરવું અને હઠ હલાવવા તે.
આ ત્રણ દેશે પિકી લત્તર, સ્તન અને સંયતિ એ ત્રણ દેષ સાધ્વીને હેય નહિ, કેમકે એનું શરીર વસ્ત્રાવૃત્ત હોય છે. શ્રાવિકાને માટે આ ત્રણ ઉપરાંત નીચું જેવાની છૂટ હોય છે, એટલે તેને વધુદોષ લાગતું નથી.
બેસીને કે સૂઈને કાર્યોત્સર્ગ કરતી વખતે જૈન સાધકે સૂકા ઘાસનું કે ગરમ કાંબલનું આસન બિછાવે છે, પણ મૃગચર્મ ઉપગ કરતા નથી, કારણ કે જીવહિંસાનાં કારણે તેને નિષિદ્ધ ગણવામાં આવ્યું છે.
પ્ર–કાયેત્સર્ણાદિ આસને ગ્રહણ કરતી વખતે મુખમુદ્રા કેવી રાખવી જોઈએ?
Page #43
--------------------------------------------------------------------------
________________
N
-આસનસિદ્ધિ ]
ઉ૦–શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે
सुखासनसमासीनः सुश्लिष्टाधरपल्लवः । नासामन्यस्तदृग्द्वंद्वो दंतैर्दतानसंस्पृशन् ॥ १३५ ॥ प्रसन्नवदनः पूर्वाभिमुखो वाप्युदङ्मुखः। अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥ १३६ ॥
લાંબા વખત સુધી સુખે બેસી શકાય તેવું કઈ પણ આસન ગ્રહણ કરી, (અહીં અમુક જ આસન ગ્રહણ કરવું તે આગ્રહ નથી) પવન બહાર ન જાય તેવી રીતે મજબુતાઈથી બંને હેઠે બંધ કરી, નાસિકાના અગ્રભાગ *ઉપર બંને દૃષ્ટિ સ્થાપન કરી, ઉપરના દાંતે સાથે નીચેના દાંતને સ્પર્શ ન થાય તેવી રીતે દાંતને રાખી, (દાંતની સાથે દાંત લાગવાથી મન સ્થિર થતું નથી) રજે–તમે ગુણરહિત ભૂટિના વિક્ષેપે વિનાનું પ્રસન્ન મુખ કરી, પૂર્વ સન્મુખ કે ઉત્તર સન્મુખ બેસી (અથવા જિનેશ્વરની પ્રતિમા સન્મુખ બેસી) મેરુદંડને અક્કડ રાખી, અપ્રમત્ત બની ધ્યાતાએ ધ્યાન કરવા માટે ઉદ્યમ કર.”
પ્ર–પતંજલિ મુનિએ ચગદર્શનમાં આસનસિદ્ધિને લાભ જણાવતાં કહ્યું છે કે રસ્તો નિમિયા (સાધનપાદ, સૂત્ર ૪૮) તે આસનને જય કરવાથી સાધક યોગીશીતોષ્ણાદિ ઢોવડે અભિભવ પામતું નથી. તાત્પર્ય કે આસનસિદ્ધિ મેગીને શીતઉણુ તથા ક્ષુધાતૃષાદિ દ્રો પીડતા નથી. આ રીતે જૈન પરંપરામાં આસનસિધિ કે કાયોત્સર્ગનું ફળ શું બતાવ્યું છે?
Page #44
--------------------------------------------------------------------------
________________
[ ગાભ્યાસ આવશ્યકનિર્યુકિતમાં કહ્યું છે કેदेह मइ-जडु सुही, सुह दुक्ख-तितिक्खया अणुप्पेहा । ज्ञायइ य सुहं झाणं, एयग्गो काउस्सग्गंमि ।। १४८२ ॥
કાયેત્સર્ગમાં એકાગ્ર થનારના દેહની જડતા નાશ પામે છે અને મતિની શુદ્ધિ થાય છે, તેનામાં સુખ દુઃખ સહન કરવાની શકિત આવે છે, તે સૂક્ષ્મ ચિંતન કરી શકે છે અને શુભ ધ્યાન ધરી શકે છે.
શ્રી શુભચંદ્ર ગણિએ જ્ઞાનાર્ણવના અઠ્ઠાવીસમા પ્રકરણમાં
. वातातपतुषाराद्यैर्जन्तुजातैरनेकशः । कृतासनजयो योगी खेदितोऽपि न खिद्यते ॥ ३२ ॥
જે યેગી આસનને જિતી લે છે, તે પવન, તાપ, ધુમ્મસ, શીત, આદિથી તથા અનેક જતુઓ વડે અનેક જાતની પીડા પામતે છતાં ખેદને પ્રાપ્ત થતો નથી.” તાત્પર્ય કે આ બધા પરીષહ સહન કરવાની તેનામાં તાકત આવી જાય છે. ૧૧–પ્રાણાયામ
પ્રોપંતજલિ મુનિ આદિ અન્ય ગવિશારદોએ આસન પછી પ્રાણાયામ અને પ્રત્યાહારને મૂક્યા છે અને જન યોગસાધનામાં ત્રણ પછી સીધે સૂત્રાચિંતનને ક્રમ બતાવ્યો છે, તેમાં શું રહસ્ય છે?
ઉ– આવશ્યક નિર્યુકિતમાં રસાસં નિહંમટ્ટ ઉછુવાસને-શ્વાસેહ્વાસને બળાત્કારે નિરોધ કરે નહિ
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રાણાયામ ] વગેરે વચને કહેલા છે અને તેના સારરૂપે શ્રીહેમચંદ્રાચાર્યો વેગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં જણાવ્યું છે કે –
तन्नाप्नोति मनःस्वास्थ्य, प्राणायामैः कदर्थितम् ।। प्राणस्यायमने पीडा, तस्यां स्याच्चित्तविप्लवः ॥४॥
पूरणे कुंभने चैव रेचने च परिश्रमः । चित्तसंक्लेशकरणान्मुक्तेः प्रत्यूहकारणम् ॥ ५ ॥
પ્રાણવાયુના નિગ્રહથી કદર્થના પામેલું મન સ્વસ્થતા પામતું નથી, કેમકે પ્રાણવાયુને નિગ્રહ કરતાં શરીરને પીડા થાય છે. વળી પૂરક, કુંભક અને રેચક કરવામાં પરિશ્રમ પડે છે અને પરિશ્રમ કરવાથી મનમાં સંકલેશ. થાય છે કે જે સ્થિતિ મેક્ષસાધનામાં વિનરૂપ છે.”
તે સંબંધી શ્રી શુભચંદ્રાચાર્યે જ્ઞાનાર્ણવના ત્રીસમા પ્રકરણમાં કહ્યું છે કે –
वायोः संचारचातुर्यमणिमाद्यङ्गसाधनम् । प्रायः प्रत्यूहबीजं स्यान्मुनेर्मुक्तिमभीप्सतः ॥ ६ ॥
પવનસંચારનું ચાતુર્ય શરીરને સૂક્ષ્મણૂલ (હળવું ભારે) વગેરે કરવાનું સાધન છે, એથી મુક્તિની વાંછા કરનારા મુનિને તે પ્રાયઃ વિગ્નનું કારણ થાય છે. અર્થાત. તે સિદ્ધિના લોભમાં પડી મોક્ષમાર્ગને ચૂકી જાય છે, એવું પણ બને છે.”
किमनेन प्रपञ्चेन स्वसन्देहातहेतुना। : सुविचार्यैव तज्झेयं यन्मुक्ते:जमग्रिमम् ॥ ७ ॥
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૪
[ યોગાભ્યાસ “આ પવનસંચારની ચતુરાઈને પ્રપંચથી શું લાભ? કેમકે તે આત્મામાં સંદેહ અને પીડા (આર્તધ્યાન)નું કારણ છે. આ પ્રમાણે સારી રીતે વિચાર કરીને જે મુકિતપ્રધાન કારણ છે, તેને જ જાણે. અર્થાત્ શુભ ધ્યાન વડે આત્માને સાક્ષસ્કાર કરવાને જ પ્રયત્ન કરે.”
संविग्नस्य प्रशान्तस्य वीतरागस्य योगिनः । वशीकृताक्षवर्गस्य प्राणायामो न शस्यते ॥ ८ ॥
જે મુનિ સંસારના દેહભેગોથી વિરકત છે, જેના કષાય મંદ છે, જે વીતરાગ અને જિતેન્દ્રિય છે, એવા ચિગીને પ્રાણાયામ શેભતે નથી.”
नातिरिक्तं फलं सूत्रे प्राणायामात्प्रकीर्तितम् । તસ્તવર્ધનમામિતિરિક શતા શ્રમઃ || 8 ||
સિદ્ધાન્તમાં એટલે જૈન સૂત્રોમાં આ પ્રાણાયામથી કંઈ અધિક ફળ કહ્યું નથી, એથી અમેએ તેને માટે અધિક શ્રમ કર્યો નથી.”
આ વિવેચનનું તાત્પર્ય એ છે કે જેને ગસાધકો સંસારથી વિરક્ત હોય છે અને ચારિત્રનિર્માણ માટે તેઓ વિષય તથા કષાયને જીતવા માટે પ્રારંભથી જ પ્રયત્નશીલ હોય છે, એટલે પ્રાણાયામની પ્રક્રિયા વિના પણ મનને ઇદ્રિના વિષયમાંથી ખેંચી લઈ સીધે પ્રત્યાહાર કરી શકે છે અને એ રીતે પિતાનું મન સૂત્રાર્થનાં ચિંતનમાં કે ધર્મધ્યાન નમાં સારી રીતે જોડી શકે છે. તેથી આસન પછી પ્રાણાયામ
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રાણાયામ ]
૪૫. અને પ્રત્યાહારનું સ્પષ્ટ વિધાન ન કરતાં સૂત્રાર્થચિંતન કે ધર્મધ્યાન કહ્યું છે. આમ છતાં શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજે યોગદષ્ટિસમુચ્ચની ચોથી દષ્ટિમાં ભાવપ્રાણાયામનું વિધાન કર્યું છે. ત્યાં બહિરાત્મભાવને રેચક, અંતરાત્મભાવને પૂરક અને સ્થિરતાને કુંભક બતાવ્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ યોગદષ્ટિ સ્વાધ્યાયમાં આજ વાત કહી છે. “બાહ્યભાવ રેચન ઈહાંજી, પૂરણ અંતરભાવ, તત્પરતા કુંભક ગુણેજી” વગેરે. ૧૨–પ્રત્યાહાર
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં પ્રત્યાહારની આવશ્ય કતાને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
इन्द्रियैः सममाकृष्य, विषयेभ्यः प्रशान्तधीः । धर्मध्यानकृते पश्चान् मनः कुर्वीत निश्चलम् ॥६॥
(શબ્દ, રૂપ, ગંધ, રસ, અને સ્પર્શ એ પાંચ) વિષમાંથી ઈદ્રિયો સાથે મનને સારી રીતે ખેંચી લઈ અત્યંત શાંત બુદ્ધિવાળાએ ધર્મ ધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરી રાખવું.”
શ્રી શુભચંદ્રાચાર્યે પણ જ્ઞાનાર્ણવના ત્રીશમા પ્રકરણમાં પ્રત્યાહારની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે –
समाकृष्येन्द्रियार्थेभ्यः साक्षं चेतः प्रशान्तधीः । यत्र यत्रेच्छया धत्ते स प्रत्याहार उच्यते ॥ १ ॥
* સ્પર્શલાલસા, રસલાલસા, ગંધલાલસા, રૂપલાલસા અને શબ્દલાલસા એ વિષય કહેવાય છે અને ક્રોધ, માન, માયા તથા લભ એ કષાયો કહેવાય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
[[યોગાભ્યાસ જે પ્રશાન્તબુદ્ધિ મુનિ ઈન્દ્રિયોના વિષયમાંથી પિતાની ઇન્દ્રિયો અને મનને ખેંચી લઈને જ્યાં જ્યાં પિતાની ઈચ્છા હોય ત્યાં ત્યાં મનને સ્થાપન કરે તે પ્રત્યાહાર કહેવાય છે.”
निःसंगसंवृतस्वान्तः कूर्मवत्संवृतेन्द्रियः । यमी समत्वमापन्नो ध्यानतन्त्रे स्थिरीभवेत् ॥ २॥
જેનું મન નિસંગ અને સંવૃત થયું છે, એટલે જેને પુદ્ગલને કેઈ સંગ ગમતું નથી કે વિષયમાં રાચવાનું પસંદ નથી તથા જેણે કાચબાની માફક પિતાની ઇંદ્રિયોને સંકેચ કર્યો છે, એ મુનિ સમત્વ પ્રાપ્ત કરીને એટલે રાગદ્વેષથી રહિત થઈને ધ્યાનક્રિયામાં સ્થિર થઈ શકે છે.” ૧૩–ધારણા
પ્રવ–ધારણ માટે જેન મહર્ષિઓને શું મત છે?
ઉ–જૈન મહર્ષિએ ધ્યાનસિધ્ધિ માટે ધારણને ઉપયોગી માને છે. તે માટે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે
चेयणमचेयणं वा वत्थु अवलंबिउ घणं मनसा । झायइ सुअमत्थं वा, दवियं तप्पज्जए वा वि॥१४६६॥
“ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી દઢ આલંબન લઈને સૂત્ર અને અર્થનું ધ્યાન ધરવું અથવા દ્રવ્ય અને તેના પર્યાયનું ચિંતન કરવું. અહીં ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી જે દઢ આલંબન લેવાનું કહ્યું છે, તે
Page #49
--------------------------------------------------------------------------
________________
ધારણા ]
૪૭
ધારણ જ છે. વળી ષડાવશ્યકાધિકાર અરિહંત ચેઈ આણું सूत्रमा सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वडूढमाणिए
મિ ૩i-વધતી જતી શ્રધ્ધાથી, મેઘાથી, ધતિથી, ધારણાથી અને અનુપ્રેક્ષાથી હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું.” એવા શબ્દો આવે છે, તે ધારણાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે.
તેમજ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં
नाभीहृदयनासाग्रभालभ्रतालुद्रष्टयः । मुखं करें शिरश्चेति ध्यानस्थानान्यकीर्तयन् ॥ ७ ॥
નાભી, હૃદય, નાસિકાને અગ્રભાગ, કપાલ, આંખનાં ભવા, તાળવું, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવાનાં સ્થાને કહેલાં છે.”
एषामेकत्र कुत्रापि स्थाने स्थापयतो मनः । उत्पद्यन्ते स्वसंवित्तेबहवः प्रत्ययाः किल ॥ ८ ॥
“આ સ્થાન પૈકી કઈ પણ એક સ્થાને મનને લાંબે વખત સ્થાપન કરવાથી સ્વસંવેદન થાય (પ્રતીતિ થાય) એવા અનેક પ્રત્યયે ઉત્પન્ન થાય છે.”
શ્રી મહાવીર પ્રભુએ સાધનાકાળ દરમિયાન એક માટીનાં ટફ પર અનિમેષ દષ્ટિ રાખીને આખી રાત્રિ વ્યતીત કરી હતી, એ બીના સુપ્રસિધ્ધ છે.
તાત્પર્ય કે જેને મહર્ષિઓ ધ્યાનસિદ્ધિ માટે ધારણને ઉપયોગી માને છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૮
[ યેાગાભ્યાસ
૧૪–અધ્યાત્મ અને ભાવના
પરંતુ અહીં એ વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કે જૈન મહર્ષિ આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણાનાં સ્થાને અધ્યાત્મ અને ભાવના એ બે શબ્દોના જ વિશેષ પ્રયાગ કરે છે અને તેનાથી ધ્યાનસિદ્ધિ ખૂબ સરલતાપૂર્ણાંક થાય છે, એમ માને છે.
પ્ર૦—અહીં અધ્યાત્મની વ્યાખ્યા શું કરવામાં આવી છે ઉ—અપ્રમાદી બનીને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવી તે
અધ્યાત્મ.
પ્ર૦—અહી' ભાવનાથી શું સમજવાનું છે?
ઉ—અહીં ભાવનાથી ભાવની વિશુદ્ધ કરે તેવું. વિશિષ્ટ ચિંતન સમજવાનું છે કે જેને. માટે અનુપ્રેક્ષા એવે અન્ય શબ્દ પણ વપરાયેલે છે. જૈન શાસ્ત્રોમાં તેના ખાર પ્રકારો માનવામાં આવ્યા છે, તે આ પ્રમાણે (૧) અનિત્યભાવના, (૨) અશરણુ ભાવના, (૩) સંસારભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિભાવના, (૭) આશ્રવભાવના, (૮) સંવરભાવના, (૯) નિર્જરાભાવના, (૧૦) ધર્મસ્વાખ્યાતભાવના, (૧૧) લેાક સ્વરૂપભાવના, અને (૧૨) બેાધિદુલભભાવના. અહી' એટલુ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે કાયાત્સ`માં ઊભા રહીને સૂત્ર અને અર્થનું જે ચિંતન કરવાનું છે કે ધર્મધ્યાનમાં જે સ્થિર થવાનુ છે, તેના સવ સાર આ ખાર ભાવનાઓમાં આવી જાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
રામતીર્થ બ્રાહ્મી તેલ
[ સ્પેશીઅલ નં. ૧]
રજીસ્ટર્ડ
વાળ વધારવા, મગજ શાંત રાખવા, યાદશક્તિ સારી કરવા, શાંત નિદ્રા માટે, શરીરને માલીસ કરી સ્કૃતિમાં લાવવા માટે દરેક ઋતુમાં દરેકને માટે ઉપયોગી છે. કિંમત મોટી બાટલીના રૂા. ૪-૦૦,
નાની બાટલીના રૂ. ૨-૦૦
શરીર નીરોગી રાખવા માટે આકર્ષક યોગાસન ચિત્રપટ અમારે ત્યાંથી મંગાવશે. કિંમત પિસ્ટેજ
સાથે રૂા. ૨-૫૦
શ્રી રામતીર્થ યોગાશ્રમ દાદર, સેન્ટ્રલ રેલ્વે,
મુંબઈ-૧૪
–૪
Page #52
--------------------------------------------------------------------------
________________
જનરલ વિમાના ક્ષેત્રમાં અગ્રેસર
ન્યૂ ઈન્ડિયા!
દરિયાઈ અને આગના વિમાથી માંડીને અકસ્માત અને ચારીના દરેક પ્રકારના જનરલ વિમાના કામકાજમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની અગ્રસ્થાન ધરાવે છે. દાવાની ઝડપી પતાવટ, અનુભવપૂર્ણ દરવણી અને સેવાની ખાત્રી માટે લેકેને વિશ્વાસ અને માન ધરાવતી ન્યૂ ઈન્ડિયા સૌથી ઉત્તમ અને સૌથી મોટી વિમા કંપની છે!
ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ
કંપની લીમીટેડ મહાત્મા ગાંધી રોડ, મુંબઈ
Page #53
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ અને ભાવના ]
પ્ર–અનિત્યભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–અનિત્યભાવનાથી બાહ્ય સંગે શરીર, યૌવન, સંપત્તિ, અધિકાર, ઉપરાંત અભ્યતર વિકલ્પ વગેરેની અનિત્યતા ચિંતવવામાં આવે છે, જેથી તેમાં કઈ જાતને મેહ રહે નહિ.
પ્ર–અશરણભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–અશરણભાવનાથી એમ ચિંતવવામાં આવે છે કે સંસારી સંબંધીઓ કે સંસારનાં સાધને જીવને વ્યાધિ, જરા, મૃત્યુ વગેરેનાં અકથ્ય દુખમાંથી બચાવી શકતાં નથી, માટે તેણે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શરણ અંગીકાર કરવું જોઈએ.
પ્ર—સંસારભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–સંસારભાવનાથી એમ ચિંતવવામાં આવે છે કે આ જગતમાં માતા, પિતા, પુત્ર, પત્ની વગેરે સંબંધો વિચિત્ર છે, કેમકે માતા તે પત્ની પણ બને છે અને પત્ની તે માતા પણ બને છે. એકેક જીવની સાથે આત્માને અનંત કાળમાં સર્વ પ્રકારના સંબંધ થયા છે, ત્યાં સાંસારિક સંબંધને મહત્ત્વ શું આપવું? પૌગલિક સુખને અનુભવ થાય છે, તે એક પ્રકારની માયાજાળ છે અથવા મેહમદિરાનાં પાનથી ઉત્પન્ન થયેલે એક પ્રકારનો ભ્રમમાત્ર છે. વળી સંસારના સર્વ વ્યવહારો સારહીન છે, એટલે તેમાં ફસાવું નહિ.
પ્ર–એકત્વભાવનાથી શું ચિંતવવામાં આવે છે? ઉ.--એકત્વભાવનાથી આત્માનું એકલપણું ચિંત
Page #54
--------------------------------------------------------------------------
________________
પર
[ ગાભ્યાસ વામાં આવે છે. જેમકે “હું એકલું છું. જેમને હું માતા, પિતા, ભાઈ, ભગિની, પત્ની, પુત્ર, સગાંવહાલાં કે મિત્ર તરીકે ઓળખું છું, તેમાં કઈ મારું નથી, તેમ પણ હું કેઈને નથી. આ સંસારમાં એકલે આ છું ને એક જ જવાને છે, માટે મારા આત્માની ચિંતા કરું, આત્મકલ્યાણમાં જ મગ્ન રહું”
પ્ર–અન્યત્વભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–અન્યત્વભાવનાથી આત્મ અને અનાત્મ વસ્તુ એનું અન્યત્વ ચિંતવવામાં આવે છે. જેમકે “હે આત્મન ! જે તારું છે તે તારી પાસે જ છે. બીજું એટલે હાથી, ઘેડા, ગાય, ભેંસ, નેકર, ચાકર, હાટ, હવેલી, બાગબગીચા, સગાંવહાલાં વગેરે કંઈ પણ તારું નથી. બધું પર છે, તેથી તારી પાસે રહેવાનું નથી. આમ સમજીને આત્મસ્વભાવમાં-નિજાનંદમાં મગ્ન રહેવું એ જ ઈષ્ટ છે?
પ્ર–અશુચિભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ ––અશુચિ ભાવનાથી શરીરની અશુચિ ચિંતવવામાં આવે છે. જેમકે “હે ચેતન,! અસુંદર, અપવિત્ર અને અશુ ચિના ભંડાર સમા આ દેહમાં તું શાને મેહ પામે છે? તું એને ગમે તેટલી વાર નવડાવીશ, ઈશકે તેલ વગેરેનાં મર્દન કરીશ તે પણ એ સુંદર રહેવાનું નથી, કારણ કે સ્વભાવથી જ તે અપવિત્ર છે. ગમે તેવા ઊંચા સુંગધી પદાર્થો પણ એના સંસર્ગથી થેડી વારમાં અપવિત્ર થઈ જાય છે, એવા આ અપવિત્ર-અશુચિમય શરીરને વિષે મેહ
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૩
અધ્યાત્મ અને ભાવના ] શું રાખવે? તેમજ બીજાના બહારથી રૂપાળા દેખાતાં શરીર તરફ શું આકર્ષાવું?
પ્રો--આસ્રવભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ––આસ્રવભાવનાથી કર્મને જે પ્રવાહ આત્મા ભણી આવી રહ્યો છે, તે સંબંધી વિચારણા કરવામાં આવે છે. જેમકે “હે ચેતન! ભગવાઈને નિર્જરાતાં કર્મો થેડાં હોય અને આવનારાં કર્મો વધારે હોય તે મુકિત શી રીતે મળે? માટે તું નવીન કર્મોને લઈ આવનારાં પાંચ આસ્રવદ્વારોને જલદી બંધ કરી દે.
પ્રવ–સંવરભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–સંવર ભાવનાથી આમ્રવને રોકનારા ઉપાયો સંબંધી ચિંતન કરવામાં આવે છે. જેમ કે “હે ચેતન ! તું સમ્યકત્વવડે મિથ્યાત્વને નિરોધ કર, વ્રત–પચ્ચખાણ વડે અવિરતિને નિરોધ કર, પ્રબલ પુરુષાર્થ વડે પ્રમાદને નિરોધ કર, ક્ષમાવડે ઝધને નિરોધ કર, નમ્રતા વડે માનને નિષેધ કર, સરલતા વડે માયાને નિરોધ કર, સંતોષ વડે લેભને નિરોધ કર અને મને ગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયગુપ્તિ વડે મન, વચન અને કાયાની તમામ અશુભ પ્રવૃત્તિઓને નિષેધ કર.”
પ્ર–નિરાભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ–નિર્જરાભાવનાથી કર્મની નિર્જરા કયા ઉપાય વડે થાય તેનું ચિંતન કરવામાં આવે છે. જેમકે હે ચેતન ! પૂર્વ મહષિઓએ પિતાનાં કર્મો છ બાહ્ય અને છ અત્યંતર એવાં બાર પ્રકારનાં તપને આશ્રય લઈને ખપાવ્યાં, તે
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૪
[ યેાગાભ્યાસ
તું પણ એ ખાર પ્રકારનાં તાના યથાશક્તિ આશ્રય ગ્રહણ કર. તું તપથી જરાયે ડરીશ નહિ. નરક, નિગેાદ અને તિચના ભવમાં તે જે કષ્ટો સહન કર્યાં છે, તેના તા આ અંશ માત્ર નથી! એ બધાં કષ્ટો તે અકામભાવે એટલે ઈચ્છા વિના સહન કર્યાં, પણ પરિણામે ભવભ્રમણ મટયુ' નહિ, તે આ તપનું' કષ્ટ સકામ ભાવથી એટલે ઈચ્છાપૂર્વક સહન કરી લે તા તારા ઉદ્ધાર જરૂર થશે.’
"
પ્ર૦-ધર્મ ભાવનાથી શું ચિતવવામાં આવે છે ? ૩૦-ધ ભાવનાથી ધના સ્વરૂપ, ફૂલ કે મહિમાનુ ચિંતન કરવામાં આવે છે. જેમકે હું ચેતન ! વીતરાગ સર્વજ્ઞ શ્રીતી કર દેવાએ જગતના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના કેવા સરસ ધર્મ ઉપદેશૈ છે? તેનું તું યથાશક્તિ પાલન કર. હે ચેતન! આ જગતમાં પ્રાણીઓને જે કંઈ સુખ દેખાય છે, તે ધર્મના પ્રતાપ સમજ અને જે ક’ઇ અસુખ–દેખાય છે, તેને અધર્મના પ્રતાપ સમજ. વધારે શું કહું? ધર્મ એ ક્લ્પવૃક્ષ છે કે જે તને સર્વે ઈચ્છિત ફળ આપશે, ’
પ્ર—લેાકભાવનાથી શુ' ચિતવવામાં આવે છે ? ઉ—àાકભાવનાથી સમસ્ત લેાકનુ એટલે વિશ્વનુ સ્વરૂપ ચિ'તવવામાં આવે છે. જેમકે ‘આ લેકરૂપી પુરુષ પગ પહેાળા કરીને ઊભેલા છે અને તેણે પેાતાના એ હાથ કેડ પર રાખેલા છે. એક ખીજાની નીચે નીચે વિસ્તાર પામતી ત્રાકારે રહેલી રત્નપ્રભા વગેરે સાત નરકા તેના બે પગોને સ્થાને આવેલી છે અને અસંખ્ય દ્વીપસમુ
Page #57
--------------------------------------------------------------------------
________________
HEREHE
sme
HER
11
14.1.
Elegance in Velvet
Rich, smooth, feminine velvet. Such luxury
acar you. Cholis in 'ASHOK' velvet will bring you many pretty compliments.
Askok ASHOK VELVET MANUFACTURING CO. PRIVATE LTO.
Selling Agents: Messrs. V. Chatrabhuj & Co. Private Ltd.
M. J. Market, Bombay 2.
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ શ્રી શ્રાવશ્રાવિકાક્ષેત્ર ઉત્કર્ષ-મુંબઈ સમિતિ સંચાલિત
ઉદ્યોગગહ
સાધાર્મિકવાત્સલ્ય, જાતમહેનત અને ગૃહઉદ્યોગને ઉત્તેજન
આપી રહ્યું છે, તેની એકવાર અવશ્ય મુલાકાત લેવા વિનંતિ છે.
ટે. નં. ૭૪૮૩૬ –ઉદ્યોગગૃહમાં ચાલતા પરિશ્રમાલય અને શિક્ષણવિભાગમાં ૫૫૦ થી
૬૦૦ જેટલાં ભાઈ–બહેને લાભ લઈ રહ્યાં છે. –ઉત્પાદન વિભાગમાં દરેક વસ્તુ પૂરી કાળજીથી સફાઈબંધ બનાવવામાં
આવે છે અને તે વેચાણવિભાગની દુકાનમાંથી મળી રહે છે. –ટેલીફોનથી ઓર્ડર નોંધી લેવાની તથા માલ ઘેર પહોંચાડવાની
વ્યવસ્થા કરવામાં આવી છે. - –ખાખરા, પાપડ, ચાહ–દૂધના મશાલા, અથાણાના મશાલા, ચૂર્ણ,
સરબત વગેરે અનેક વસ્તુઓ તૈયાર થાય છે. –સીલાઈ વિભાગમાં સ્ત્રી-પુરુષોને મનપસંદ કપડાં સીવી આપવામાં
આવે છે. –ઉપરાંત ટાઈપરાઈટીંગ, શોર્ટહેન્ડ, કરસન્ડન્સ, એકાઉન્ટસી તથા પાકા નામાનાં વર્ગો ચાલે છે.
એટલે આ ઉદ્યોગ મંદિર આપની અનેકવિધ ઘરગથ્થુ વસ્તુઓની જરૂરીઆત પૂરી પાડી શકે
- તેમ છે. ૧૦૯-૧૧૭, સી. પી. ટેન્ક રેડ, માધવબાગ પાસે,
મુંબઈ નં. ૪
Page #59
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ અને ભાવના ]
પછ
દ્રવાળા મધ્યલાક તથા સૂર્ય ચંદ્રાદિ જયાતિષચક્ર તેના કદાર છે. તેની ઉપર આવેલા બ્રહ્મલેક એ તેની એ કાણીએ છે અને છેવટે આવેલી સિદ્ધશિલા એ તેનું મસ્તક છે. કુલ ચૌદ રજી પ્રમાણ ઊંચા આ લેક અનાદિ અનંત અકૃત્રિમ અને શાશ્વત છે તથા ધર્મ, અધમ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યોથી ભરેલા છે. એની ચારે ખાજુ અલેાકાકાશ આવેલું છે. પ્ર—માધિદુલ ભભાવનાથી શું ચિતવવામાં આવે
છે?
ઉ—ધિદુ ભભાવનાથી આધિ એટલે સમ્યકત્વની દુ`ભતા ચિંતન કરવામાં આવે છે. જેમકે ' હુ ચેતન ! સમ્યકત્વની પ્રાપ્તિ આતિ દુર્લભ છે, એમ જાણીને તુ' સમ્યકત્વને અંગીકાર કર. પ્રથમ તું નિગોદમાં હતા કે જ્યાં ચૈતન્યશક્તિના આવિર્ભાવ અતિ અલ્પ હાય છે અને જ્યાં અનંત જીવા વચ્ચે મળી એકજ શરીર હાય છે. ત્યાં અનંતા પુદ્ગલપરાવર્તન સુધી વાસ કર્યાં પછી તુ સૂક્ષ્મ અને આદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થયા, ત્યાં પણ કેવળ દુઃખ જ હતું. તેમાં તે અસંખ્યાતા ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી ભ્રમણ કયુ. પછી કર્માં કંઇક ઓછા થવાથી તું એ ઇંદ્રિયવાળા થયા, તેમાં સખ્યાતા કાલ સુધી ભ્રમણ કરી અનુક્રમે ત્રણ ઇંદ્રિયાવાળા અને ચાર ઇંદ્રિયાવાળા થયા અને તેમાં સખ્યાત કાલ પસાર કર્યાં. પછી તે પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો અને નરક તથા તિ ચગતિમાં ઘણા કાલ સુખરહિત
.
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૮
[ યોગાભ્યાસ
અવસ્થામાં પસાર કર્યો. એમ કરતાં કર્મોનું પ્રમાણ ઘટયું અને પ્રબળ પુણ્યને ઉદય થયો, ત્યારે મનુષ્યને ભવ પામે, માટે તું જરાયે ગફલતમાં રહીશ નહિ. સમ્યકત્વ તે ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક છે, માટે પહેલી તકે તેની પ્રાપ્તિ કર અને તેનાથી પ્રાપ્ત જ્ઞાનને સમ્યક્ બનાવ જેથી ચારિત્ર પણ સમ્યક બને. એ રીતે તારે ભવભ્રમણમાંથી જલદી નિસ્વાર થાય.”
આ ભાવનાઓનાં બળથી ઘણા યોગસાધકે શુકલ ધ્યાન પર આરૂઢ થયા છે અને પિતાનાં કર્મો ખપાવી. સર્વજ્ઞતા તથા મેલના અધિકારી બન્યા છે, એટલે જૈન યોગસાધનામાં તેની ભારે પ્રતિષ્ઠા છે. શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવના બીજા પ્રકરણમાં કહ્યું છે કે –
चिनु चित्ते भशं भव्य भावना भावशुद्धये । याः सिद्धान्तमहातन्त्रे देवदेवैः प्रतिष्ठिताः ॥५॥
“હે ભવ્ય ! તું ભાવેની શુદ્ધિ માટે તારા ચિત્તમાં બાર ભાવનાઓનું બરાબર ચિંતન કર કે જેનાં સિદ્ધાંતગ્રંથમાં શ્રી જિનેશ્વરદેવોએ ઘણાં વખાણ કરેલાં છે.”
પ્રજેન વેગસાધનામાં આ બાર ભાવના ઉપરાંત. અન્ય કઈ ભાવનાઓને સ્થાન પ્રાપ્ત થયેલું છે?
ઉ– હા. જૈન ગસાધનામાં આ બાર ભાવના ઉપરાંત મૈત્રી, પ્રમેદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને સ્થાન પ્રાપ્ત થયેલું છે. તેમાં મૈત્રીભાવના વડે જગના સર્વ જી મારા મિત્ર છે, પણ કેઈ વૈરી નથી, એવું ચિંતવવામાં આવે છે. પ્રમોદભાવનાથી
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૯
ધ્યાનસિદ્ધિ અને સમાધિ ] ગુણવાનના ગુણની અનુમોદના કરવામાં આવે છે અને હું પણ આવા ગુણવાળો ક્યારે થઈશ? એમ ચિંતવવામાં આવે છે. કારુણ્યભાવનાથી જગના દુઃખી જ પ્રત્યે કરુણ-દયા–રહેમની લાગણી દર્શાવી એનાં દુઃખ દૂર કરવામાં આવે છે અને કર્મવિપાકનું રૂ૫ ચિંતવી. કોઈ અશુભ કાર્યમાં પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. તેમજ માધ્યસ્થ ભાવનાથી બીજાના દોષ તરફ ઉપેક્ષા કરવામાં આવે છે કે જે જીવો કેઈની હિતશિક્ષા ધ્યાનમાં ન લેતાં ગમે તેવું અસદ્વર્તન કરે છે. નથી તે. તેનાં કાર્યની અનુમંદન કરવામાં આવતી કે નથી તે તેને તિરસ્કાર કરવામાં આવતું. કર્મવશાત્ પ્રાણીઓની સ્થિતિ આ પ્રકારની હોય છે, તેમાં મારે શેષ કે તિરસ્કાર શા. માટે કરવો? એમ વિચારી પિતાનાં મનને શાંત રાખવામાં આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે સમભાવનું સંધાન કરવા માટે આ ચારે ભાવનાઓને રસાયણતુલ્ય માની છે અને બીજા આચાર્યોએ પણ તેની ઘણી પ્રશંસા કરેલી છે. કેટલાકે તેને ધર્મબીજ પણ કહ્યું છે. ૧૫–ધ્યાનસિદ્ધિ અને સમાધિ
- પ્રવ–ધ્યાનની ઉપયોગિતા અને તેના પ્રકાર સંબંધી તમે કેટલુંક વિવેચન પ્રારંભમાં કરી ગયા તે અમારાં લક્ષ્યમાં છે, પણ ધ્યાનસિદ્ધિ માટે જૈન મહર્ષિઓને શો. મત છે?
ઉ–જૈન મહર્ષિઓ મનની ત્રણ અવસ્થા માને
Page #62
--------------------------------------------------------------------------
________________
[ ગાભ્યાસ
છે. કાં તે તે જુદા જુદા વિષયમાં ભટકતું હોય છે, કાં તે તે એક વિષયને ધારાબદ્ધ વિચાર કરતું હોય છે, કાં તે તે એક વિષય પર એકાગ્ર થયેલું હોય છે. આમાંથી પ્રથમ અવસ્થાને ચિંતા કહે છે, બીજી અવસ્થાને ભાવના કે અનુપ્રેક્ષા કહે છે અને ત્રીજી અવસ્થાને ધ્યાન કહે છે. એમાં વિશેષ સમજવાનું એટલું છે કે જ્યારે આવી રીતે કેઈ પણ એક વિષય પર મનની એકાગ્રતા એક અંતમ્હૂર્ત એટલે બે ઘડી કે અડતાલીસ મીનીટ સુધી થાય ત્યારે ધ્યાનસિદ્ધિ થઈ ગણાય છે. પરંતુ આ વાત છવસ્થા એટલે જેઓ જ્ઞાનાવરણીયાદિ કર્મનાં આવરણ નીચેહેવાથી હજી સુધી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શક્યા નથી, તેમને અનુલક્ષીને સમજવાની છે, બાકી કેવળજ્ઞાનીને તે વૃત્તિવિકલ્પરહિત અનાસંગ દશા, સર્વ પ્રત્યક્ષ અને ગનિરોધ એ જ ધ્યાન હોય છે, કે જેનું વર્ણન શુકલધ્યાનના પ્રસંગમાં કરી ગયા છીએ. અહીં પ્રાસંગિક જનમહર્ષિઓના એ મતની પણ નેધ કરી લઈએ કે જેઓનાં શરીરને બાંધે અતિ ઉત્તમ કેટિને હેય તેઓ જ આ પ્રકારની ધ્યાનસિદ્ધિ કરી શકે છે અને બાકીના તેને અમુક અંશે અનુભવ લઈને ચિત્તની શાંતિ-સમાધિ પ્રાપ્ત કરી શકે છે. ધ્યાનનું ફળ સમતા છે, એટલે તેનાથી સમાધિને લાભ થવા બાબતમાં કઈ સંદેહ નથી. ૧૬–ગના પ્રકારે
પ્ર–વૈદિક ધર્મમાં યોગના ત્રણ પ્રકારે માનવામાં
Page #63
--------------------------------------------------------------------------
________________
સેવા અને સમર્પણની પવિત્ર ભાવનાથી પ્રકુલિત
વીરભૂમિ મેવાડમાં જૈનત્વના સંસ્કારેને સમુન્નત કરનાર શ્રી કેસરીયાજી જૈન ગુરુકુળ
મુ. ચિત્તડ (રાજસ્થાન) હેડ ઓફીસ -શ્રી ગેડીજી મહારાજ જૈન ઉપાશ્રય, પાયધુની, મુંબઈ-૪
વીર ભામાશાહ, મંત્રી દયાલદાસ અને બીજા અનેક મહાપુરુષોને ઉત્પન્ન કરનારી, સંખ્યાબંધ દહેરાસરેથી વિભૂષિત એવી પવિત્ર ભૂમિ ચિતેડગઢમાં વ્યા. વા. પરમ તપસ્વી આ. શ્રી ૧૦૦૮ શ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મ. સાહેબની શુભ પ્રેરણાથી આ સંસ્થા સં. ૨૦૦૨ માં સ્થપાયેલી છે.
તેમાં મેવાડ અને માળવાના જૈન બાળકોને પૂરતી સહાયતા સાથે ધાર્મિક તથા વ્યાવહારિક શિક્ષણ અપાય છે. આજ દિન. સુધીમાં સેંકડો બાળકોને લાભ અપાય છે. હાલ ૩૫ વિદ્યાથીઓ. તેનો લાભ લઈ રહેલ છે.
સંસ્થા માટે સ્ટેશન સામે એક આલીશાન મકાન આશરે રૂપિયા ૭૫૦૦૦ નાં ખર્ચે તૈયાર થયેલું છે. તેમાં દરેક ઓરડના રૂ. ૨૫૦૦ રાખેલ છે, તે શક્તિશાળી ભાઈઓએ ઓરડા નેંધાવી તથા આશ્રયદાતા વગેરે બની આ સંસ્થાને સહાય કરવા વિનંતિ છે. પ૦૦૧) આશ્રયદાતા ૧ લે વર્ગ. ૨૫૦૧) આશ્રયદાતા બીજો વર્ગ. ૧૦૦૧) , ૩ જો વર્ગ. ૫૦૧) લાઈફ મેમ્બર ૧ લે વર્ગ.. ૨૫૧) લાઈફ મેમ્બર ૨જે વર્ગ.
. વાર્ષિક મેમ્બર થવા માટે પહેલે વર્ગ રૂા. ૨૪, બીજો વર્ગ રૂા. ૧૨, ત્રીજો વર્ગ રૂા. ૬). મન્નાલાલજી ઘીયા સ્થાનિક પ્રમુખ. કુંદનમલજી ડાંગી સ્થાનિક મંત્રી. માણેકલાલ ચુનીલાલ શાહ શાંતિલાલ એમ. શાહ
જયંતિલાલ આર. શાહ. રતનચંદ ચુનીલાલ દાલિયા
માનદ મંત્રીઓ. ઉપપ્રમુખ.
Page #64
--------------------------------------------------------------------------
________________
વિશ્વવંદ્ય પ્રભુ મહાવીરને મહામંત્ર અહિંસા - ભારતને ખૂણે ખૂણે અને અન્ય દેશમાં અહિસાપ્રચાર અને અભયદાનના
વ્યાપક કાર્યો કરતી મુંબઈની શ્રી જીવદયામંડળીને સહાય કરી
– અભયદાનનું પુન્ય મેળવે. – રૂા. ૧૦૦૧), રૂા. ૫૦૧ કે ૨૫૧) સ્થાયી ફંડમાં આપી અનુક્રમે મંડળના પેન, ડેનર કે લાઈફ મેમ્બર બને. – એચ્છિક મદદ મોકલી સહાય કરે. – મદદ મોકલવાનું ઠેકાણું :
માનદ મંત્રીઓ મુંબઈની શ્રી જીવદયામંડળી.
૧૪૯, શરાફ બજાર, મુંબઈ-૨
હાજર છછછછછછછછછછછ ::
રિવારિરિરિરિરિરિરિરિજિજ
ત્રિવિધ સેવા લેખનઃ જીવનચરિત્ર, નિબંધ, લેખ, વિવેચન, કથાઓ
તૈયાર કરી આપવામાં આવે છે. રુદ્રણઃ અમારી દેખરેખ નીચે પુસ્તકો સુંદર રીતે છપાવી
આપીએ છીએ. તેને લગતાં ચિત્ર, બ્લોકે પણ
તૈયાર કરી આપીએ છીએ. પ્રકાશન: અમારી મારત છૂટક પુસ્તક તથા ગ્રંથમાલા
રૂપે પુસ્તક પ્રકટ કરાવવા હોય તે પણ કરી આપવામાં આવે છે. વિશેષ જાણવા પત્રવ્યવહાર કરે
જે ન સાહિત્ય – પ્રકાશન મંદિર છે. ન લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ
Page #65
--------------------------------------------------------------------------
________________
ચાગના પ્રકારો ]
આવ્યા છે. જેમાં ભક્તિની પ્રધાનતા છે તે ભક્તિયોગ, જેમાં જ્ઞાનની પ્રધાનતા છે તે જ્ઞાનયોગ અને જેમાં અનાસક્તપણે કર્મ કરવાની પ્રધાનતા છે તે કચેાગ. આ રીતે જૈન ચેાગસાધનામાં કાઈ પ્રકાશ માનવામાં આવ્યા છે ખરા ?
}૩
વૈદિક ધમ માં યાગના જે ત્રણ પ્રકારે માનવામાં આવ્યા છે, તેની જૈન યાગસાધનામાં વિશિષ્ટ રીતે તુલના થઈ શકે એમ છે. સમ્યગ્દર્શન એ ભક્તિયાગ છે, કારણ કે તેમાં ભક્તિ કે શ્રદ્ધાની મુખ્યતા છે. સમ્યજ્ઞાન એ જ્ઞાનયેાગ છે, કારણ કે તેમાં જ્ઞાનની પ્રધાનતા છે અને સમ્યક્ચારિત્ર એ ક્રમ ચૈાગ છે, કારણ કે એમાં ક્રિયાની પ્રધાનતા છે. આ પ્રકારાની ઘટના બીજી રીતે પણ થાય છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિએ ચેાગવિશિકામાં સ્થાનાદિગત પાંચ પ્રકારના ચાગા પૈકી સ્થાન અને વહુને કયાગ કહ્યા છે, કારણ કે તેમાં સ્થાન એટલે આસન સાક્ષાત્ ક્રિયારૂપ છે અને ઉચ્ચારાતા વણુ શબ્દઉચ્ચારણના અંશમાં ક્રિયારૂપ છે. તેમજ અર્થ, આલેખન તથા આલમનરહિત ચેાગને જ્ઞાનચાગ કહ્યા છે, કારણ કે અથ વગેરે સાક્ષાત્ જ્ઞાનરૂપ છે.
આ તા વૈશ્વિક મતે પ્રરૂપેલા યાગપ્રકારની તુલના થઇ, પણ જૈનાચાર્યોએ ઉક્ત યાગના સ્વતંત્ર પ્રકારા વર્ણવેલા છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિએ યાગવિશિકામાં સ્થાનાદિ પાંચ પ્રકારના યાગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ચાર પ્રકારો ગણાવ્યા છે, એટલે યોગના કુલ વીશ પ્રકારા
Page #66
--------------------------------------------------------------------------
________________
ભ્યાસ
થાય છે. આ વિશે પ્રકારને વેગ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગના ભેદથી ચાર ચાર પ્રકારને છે, એટલે તેના કુલ ભેદે એંશી થાય છે. ૧૭–ઉપસંહાર
આ પ્રશ્નોત્તરી પરથી જિન ધર્મની રોગ પ્રત્યે કેવી પ્રીતિ છે અને તેની સાધના માટે તેણે કેવા કેવા ઉપાયો કે માર્ગો બનાવેલા છે તેને પાઠકને ખ્યાલ આવી ગયે હશે. આ વિષયને વિશદ બંધ થવા માટે ગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશાસ્ત્ર, જ્ઞાનાર્ણવ, ધ્યાનદીપિકા, યોગસાર, અધ્યાત્મસાર, જ્ઞાનસાર આદિ ગ્રંથોને ઊંડે અભ્યાસ કરે જોઈએ અને તે વિષયના ખાસ અનુભવીઓના સંપર્કમાં આવી તેનું રહસ્ય બરાબર અવધારી લેવું જોઈએ.
જૈન ધર્મની યોગસાધના પ્રમાણમાં સરળ અને સક્રિય છે, ટૂંક સમયમાં ચિત્તને પ્રશાંત અને સ્થિર કરે તેવી છે, એટલે ભારતની યોગપરંપરામાં તેનું વિશિષ્ટ સ્થાન છે, એ વાત કોઈ પણ સહુદય પાઠક ન ભૂલે, એટલી અભ્યર્થના સાથે આ નિબંધ સમાપ્ત કરીએ છીએ.
ત્તિ સામ્ :
Page #67
--------------------------------------------------------------------------
________________
ફેન નં. ૭૦૫૬૬ i. 214:“Budbisurma” Bombay અમારા માનવંતા કદરદાન ગ્રાહકેને
જ સમયસરની સૂચના જુની અને જાણીતી બુઢીમાઈ સ્થાપિત ૧૦૦ વર્ષની પુરાણી પેઢી
મુંબઈ, ડુંગરી, પાલાગલીના જગપ્રસિદ્ધ દાતુ મનજી પદમશી સુરમાવાલા
રજીસ્ટ ડે
આ કેડ મા કે
૨મા
સુરમાઓ ખરીદતાં પહેલા માનવંતા ગ્રાહકોનું લક્ષ દેરીએ છીએ કે ભીંડીબજાર, મદનપુરા, શેખમેમન સ્ટ્રીટ, મુલજી જેઠા મારકીટ કે ઝવેરી બજારના લત્તામાં કઈ પણ દુકાને અમારા સુરમાઓ વેચાતા મળતા નથી. નેંધી રાખશો કે અમારી જુની જાણીતી દુકાન ડુંગરી મળે ૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, પાલાગલી, મુંબઈ નં. ૯ એ ઠેકાણે આવેલ છે. - નકલી સુરમાઓથી સાવધાન રહો -
– સમયસરની ચેતવણું – ૧ અમારી બાટલીઓની પેકીંગ ગેળ તેમજ બેઉ બાજુ કાગળની રજીસ્ટર્ડ
ભાકની સીલ તથા અમારું નામ જોઈ તપાસી ખાત્રી કરી લેવી. + ૨ અમારા કોઈ કેન્વાસર કે એજન્ટ નથી. ફક્ત અમારી એક જ
દુકાને નીચેનાં ઠેકાણે મળે છે. ૩ બહાર ગામના ઓર્ડરો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. ૪ ફોન નં. ૭૦૫૬૬ કરશે તે સુરમો ઘેરબેઠા પહોંચાડવામાં આવશે. ૫ ડેકટરની મફત સલાહ મેળવે. સોમવારે પુરુષ માટે, ગુરુવારે સ્ત્રીઓ માટે સવારે ૧૦ થી ૧૧
A – અમારું એક જ ઠેકાણું - ક જગપ્રસિદ્ધ દાતુ મનજી પદમશી સુરમાવાલા - ૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, ડુંગરી પાલાગલી, મુંબઈ - ૮ .
Page #68
--------------------------------------------------------------------------
________________ ཞེས་པ་ལེན་པ་རྩ་མེད་དུ་ཡེ་མུ་ཡེ་མུ་ཡེ་མེད་པ་ཞེས་པར་ཆེ་བ་སུ་ཞེས་བྱ་ཡེe:དཞེས་མཆེད་ཡེ་སུ་ཤེ་ཡུགེ མེ་ལེ་ཨུ་མེ་ જૈન તત્ત્વજ્ઞાન તથા આચારને સુંદર સરલ શૈલીએ રજૂ કરતી જૈન શિક્ષાવલી બીજી શ્રેણીનાં 12 પુસ્તક કોણ જો રોજ રો રો ફેરી શરણ થcીઝાઈનરમાઈનોરના ર သုံးကြဲပစ်လဲသက်သအပစ်ရသလဲ အစစ်လဲ။ကဲကဲဖြစ်စေ ણુજીજ્ઞgofgmો રિતિકોનિકીકરીને છોકરીની સંવત 2016 ના માહે સુદિ પૂનમે પ્રગટ થશે. અગાઉથી લવાજમ ભરનાર માટે સ્થાનિક રૂા. 5-00. બહારગામ માટે રૂા. 6-00, તમારું લવાજમ આજે જ ‘મ. એ. થી મોકલી આપે. પુસ્તકોનાં નામ 1 સારું' તે માર 2 જ્ઞાનજાતિ 3 દાનની દિશા 4 કમસ્વરૂપ ‘પ નયવિચાર 6 સામાયિકની સુંદરતા 7 મહામંત્ર નમસ્કાર 8 કેટલાંક યંત્રો 9 આયંબિલ રહસ્ય 10 આહારશુદ્ધિ 11 તીર્થયાત્રા 12 સુધાબિન્દુ * જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર * લધાભાઈ ગુણપત બીહડી"ગ, ચીચ બંદર, મુંબઈ အဆစ်တော်လှအပြင်ထဲအပင်ထဲဝင်လဲပယ်အားပေးနှစ်အရွယ်လေးကိုလဲ ધી નવપ્રભાતે પ્રેસ અમદાવાદ,