________________
-
-
યોગાભ્યાસ (૪) સારંગ એટલે આલંબનગત ધર્મવ્યાપાર. અહીં આલંબન શબ્દથી જિનબિંબ,જિનમૂતિ કે શ્રુતનું આલંબન સમજવું.
(૫) રળિો–સાવા ોિ એટલે આલંબનરહિત ધર્મવ્યાપાર. અહીં આલંબનરહિત ધર્મવ્યાપારથી પરમાત્મા કે શ્રતનાં આલંબન વિના કેવળજ્ઞાનાદિ ગુણની સમરસતા, ધ્યાતા–ધ્યાનની અભેદભાવે થતી તન્મય પરિણતિ સમજવી.
શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે જ્ઞાનસારનાં ગાછમાં આજ વ્યાખ્યાનું સમર્થન કર્યું છે?
मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवालम्बनेकाग्रथगोचरः ॥
, “(આત્માને) મેક્ષની સાથે જોડવાથી સર્વે પણ આચાર યોગ કહેવાય છે. જે તેની વિશેષતા કરીને કહીએ તે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રય જેને ગેચર છે, તે યોગ કહેવાય છે.” ' શ્રીહરિભદ્રસૂરિએ “પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલે એ સર્વ પણ ધર્મવ્યાપાર” એવા શબ્દો વાપર્યા છે, ત્યાં શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે આચાર શબ્દ વાપર્યો છે. જેનપરંપરા મુજબ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યને વિષે જે આચરણ કરવું, તે આચાર કહેવાય છે, એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની ઉલ્લાસપૂર્વક થતી સર્વ આરાધના એ-યોગ છે, એમ તેમનાં કથનનું તાત્પર્ય છે.