________________
પ્રકાશકનું નિવેદન - જૈન મહર્ષિઓએ જીવનની સુધારણા માટે જે તત્ત્વજ્ઞાન ઉપદેર્યું છે તથા જે આચારની પ્રરૂપણું કરી છે, તે સહુ સરળતાથી સમજી શકે તે માટે જન શિક્ષાવલીની યોજના હાથ ધરવામાં આવી છે. હાલ તેમાં બાર પુસ્તક પ્રકટ કરવામાં આવે છે, પરંતુ સંયોગે વધારે સાનુકૂળ દેખાશે તે તેમાં બીજાં પુસ્તકે પણ પ્રકટ કરવામાં આવશે.
આ પુસ્તક દીર્ઘચિંતન-મનનનાં પરિણમે સુંદર શૈલીમાં લખાયેલાં છે, એટલે તે સહુને પસંદ પડશે એમાં શંકા નથી.
જન શિક્ષાવલીની પેજના સાકાર બની તેમાં અનેક મુનિરાજે, સંસ્થાઓ અને ગૃહસ્થને સહકાર નિમિત્તભૂત છે. ખાસ કરીને ૫. * પૂ. આ. મહારાજશ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી, તેમનાં વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજશ્રી કીર્તિવિજયજી, પ. પૂ. આ. મહારાજશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીના શિષ્યરત્નો પૂ. પં. મહારાજ શ્રીભદ્રંકરવિજયજી, પૂ. મુ. શ્રી ભાનુવિજયજી, તથા પૂ. મુ. શ્રી કુંદકુંદવિજયજી તેમજ પ. પૂ. આ. મહારાજશ્રી વિજયજંબુસૂરીશ્વરજી, તેમનાં શિષ્યરત્ન મુ. શ્રી રેવતવિજયજી અને પ. પૂ. આ. મહારાજશ્રી વિજયઅમૃતસરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. પં. ભ. શ્રી ધુરંધરવિજયજી તથા પ. પૂ. આ. મહારાજશ્રી વિજયધર્મસૂરિજીનાં શિષ્યરત્ન મુનિશ્રી યશોવિજયજી વગેરેએ આ યોજનાને સત્કારી તેને વેગ આપવામાં કિંમતી સહાય આપી છે, તે માટે તેમને ખાસ આભાર માનીએ છીએ. ઉપરાંત શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ચંદુલાલ વર્ધમાન, શેઠ ચતુરભાઈ નગીનદાસ (બેલગામવાળા), શ્રીમાન બી. કે. શાહ, યેગી શ્રી ઉમેશચંદ્રજી, શ્રી નાગકુમાર મકાતી તથા જૈનધાર્મિક શિક્ષણસંધ-મુંબઈને કાર્યવાહકે શ્રી પ્રાણજીવન હ. ગાંધી વગેરેએ આ કાર્યમાં સહકાર આપી અમને ઉત્સાહિત કર્યા છે, તે માટે તેમને પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકમાં વિજ્ઞાપન આપનાર દરેક સંસ્થાઓના પણ અમે આભારી છીએ.
પ્રકાશક,