________________
૨૦.
[ ગાભ્યાસ પ્રજવલિત અગ્નિની જેમ કર્મરૂપી ઇંધનેને શીધ્ર બાળી નાખે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રકાશ કરે છે. આજ સુધીમાં જે આત્માઓ મેક્ષે ગયા, જે આત્માઓ મોક્ષે જાય છે અને જે આત્માઓ મોક્ષે જવાના છે, તે બધે પ્રતાપ ધ્યાનને જ સમજ.
પ્ર–જે ધ્યાનથી જ મોક્ષની પ્રાપ્તિ થતી હોય તે અણસણાદિ બીજાં તે બતાવવાની જરૂર શી?
ઉ–અણુસણુદિ બીજાં તમે ધ્યાનસિદ્ધિ માટે ઉપકારક છે, તેથી જ તેની પ્રરૂપણ કરવામાં આવી છે. ૭–ધ્યાનની વ્યાખ્યા અને તેના પ્રકારે
પ્ર—તમે ધ્યાન કેને કહે છે?
ઉ૦–ચિંતનીય વિષયમાં મનને એકાગ્ર કરવું અને મન, વચન તથા કાયાની પ્રવૃત્તિઓને રેધ કરે, તેને અમે ધ્યાન કહીએ છીએ.
પ્ર–કઈ મનુષ્ય પોતાની દુઃખદ હાલતને વિચાર કરવામાં મનને એકાગ્ર કરે તે તેને ધ્યાન કહેવાય ખરું?
ઉ—અલબત, “દશા નિર્ચતે વરનેતિ ધ્યાન એ વ્યાખ્યા પ્રમાણે તેને પણ ધ્યાન જ કહેવાય, પણ તેને સમાવેશ અશુભ ધ્યાનમાં થાય. જૈન શાસ્ત્રકારોએ સમગ્ર ધ્યાનના બે વિભાગે પાડ્યા છેઃ અશુભ અને શુભ. તેમાં અશુભ ધ્યાનને બે પ્રકારનું માન્યું છે. જેમાં