________________
પ્રાણાયામ ]
૪૫. અને પ્રત્યાહારનું સ્પષ્ટ વિધાન ન કરતાં સૂત્રાર્થચિંતન કે ધર્મધ્યાન કહ્યું છે. આમ છતાં શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજે યોગદષ્ટિસમુચ્ચની ચોથી દષ્ટિમાં ભાવપ્રાણાયામનું વિધાન કર્યું છે. ત્યાં બહિરાત્મભાવને રેચક, અંતરાત્મભાવને પૂરક અને સ્થિરતાને કુંભક બતાવ્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ યોગદષ્ટિ સ્વાધ્યાયમાં આજ વાત કહી છે. “બાહ્યભાવ રેચન ઈહાંજી, પૂરણ અંતરભાવ, તત્પરતા કુંભક ગુણેજી” વગેરે. ૧૨–પ્રત્યાહાર
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં પ્રત્યાહારની આવશ્ય કતાને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
इन्द्रियैः सममाकृष्य, विषयेभ्यः प्रशान्तधीः । धर्मध्यानकृते पश्चान् मनः कुर्वीत निश्चलम् ॥६॥
(શબ્દ, રૂપ, ગંધ, રસ, અને સ્પર્શ એ પાંચ) વિષમાંથી ઈદ્રિયો સાથે મનને સારી રીતે ખેંચી લઈ અત્યંત શાંત બુદ્ધિવાળાએ ધર્મ ધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરી રાખવું.”
શ્રી શુભચંદ્રાચાર્યે પણ જ્ઞાનાર્ણવના ત્રીશમા પ્રકરણમાં પ્રત્યાહારની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે –
समाकृष्येन्द्रियार्थेभ्यः साक्षं चेतः प्रशान्तधीः । यत्र यत्रेच्छया धत्ते स प्रत्याहार उच्यते ॥ १ ॥
* સ્પર્શલાલસા, રસલાલસા, ગંધલાલસા, રૂપલાલસા અને શબ્દલાલસા એ વિષય કહેવાય છે અને ક્રોધ, માન, માયા તથા લભ એ કષાયો કહેવાય છે.