________________
યેાગને મહિમા ]
જરા તથા મૃત્યુ ટાળી શકાય છે. આથી વધારે શ્રેષ્ઠ વસ્તુ આ જગતમાં મીજી કઈ હાઈ શકે ?
કોઈ એમ કહેતું હોય કે અમારે બીજુ કંઈ જોઈતું નથી, સિદ્ધિઓને ખપ નથી, પણ માત્ર જીવનને સુધારવું છે, જીવનનુ ઉચ્ચ પ્રકારે ઘડતર કરવું છે, તેા એ લાલ પણ ચેાગસાધના કે યોગાભ્યાસથી મળી શકે છે. આ રહ્યા તેની પ્રતીતિ કરાવનારા શબ્દેઃ
धृतिः क्षमा सदाचारो योगवृद्धिः शुभोदया । आदयेता गुरुत्वं च शमसौख्यमनुत्तरम् ॥
યોગથી ધૃતિ એટલે સતાષ કેળવાય છે, ક્ષમા એટલે ઉદારતાના ગુણ પ્રકટે છે, સદાચાર એટલે સત્પુરુષા એ પ્રતિષ્ઠિત કરેલા આચાર પાળવાનુ મન થાય છે, શુભેાદયવાળી યોગવૃદ્ધિ એટલે પુણ્યના ઉત્ક્રય થાય તેવી પ્રવૃત્તિઓના વધારો કરવાનું મળ આવે છે, આદ્રેયતા એટલે ખીજા પણ પેાતાની પ્રવૃત્તિનું પ્રશંસાપૂર્વક અનુકરણ કરે એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. ગુરુત્વ એટલે ખીજાના ગુરુ થવાની શક્તિ ઉદ્દભવે છે અને શ્રેષ્ઠ શમસુખ એટલે અપૂર્વ શાંતિ કે અદ્ભૂત પ્રસન્નતાના અનુભવ કરી શકાય છે.'
"
એટલું જ નહિ
विनिवृत्ताग्रहत्वं च तथा द्वंद्वसहिष्णुता । तद्भावश्च लाभ व बाह्यानां कालसंगतः ॥