________________
[ યોગાભ્યાસ માટે જ કરવું જોઈએ, એમ તેમણે યોગપદને નિર્વાણસાધક વિશેષણ લગાડીને સૂચિત કર્યું છે.
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતકનું મંગલાચરણ કરતાં ચરમતીર્થકર શ્રી મહાવીર સ્વામીને ગીશ્વર તરીકે વંદના કરી છે, કારણ કે તેમણે શુકલધ્યાનરૂપી પ્રજવલિત અગ્નિથી કર્મો રૂપી ઇંધનને બાળી નાખ્યાં હતાં.
શ્રી માનતુંગસૂરિજીએ ભક્તામરસ્તેત્રમાં શ્રી આદીશ્વર પ્રભુને વેગ જાણનાર યોગીશ્વર તરીકે બીરદાવ્યા છે. આ રીતે બીજા પણ અનેક આચાર્યોએ શ્રી જિનેશ્વરદેવેને યોગકુશળ, યોગપારંગત, ગીન્દ્ર વગેરે નામથી સંબોધ્યા છે, એટલે ગસાધના કે યોગાભ્યાસ એ જૈન જીવનનું એક મહત્વપૂર્ણ અંગ છે, એમાં શંકા રાખવાનું કઈ કારણ નથી.
જૈન મહર્ષિએ યોગની પ્રશંસા કરતાં જણાવે છે કે
“ોગ શ્રેષ્ઠ કલ્પતરુ જે છે, યોગ ઉત્તમ ચિંતામણિ રત્ન જેવો છે, યોગ સર્વ ધર્મમાં મુખ્ય છે અને યોગ એ સિદ્ધિ કે મુક્તિનું પિતાનું ગૃહ છે.”
વળી તે યોગ જન્મરૂપી બીજને બાળનારે છે, જરા અવસ્થાની મહાજરા છે, દુખેને માટે ક્ષય રોગ જે છે અને મૃત્યુનું મૃત્યુ નિપજાવનારો છે, અર્થાત્ અમરતા પ્રાપ્ત કરાવનારે છે.”
તાત્યર્ય કે યોગથી સર્વ ઈચ્છિત વસ્તુઓ મળે છે, અનેક પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે અને જન્મ,