________________
પર
[ ગાભ્યાસ વામાં આવે છે. જેમકે “હું એકલું છું. જેમને હું માતા, પિતા, ભાઈ, ભગિની, પત્ની, પુત્ર, સગાંવહાલાં કે મિત્ર તરીકે ઓળખું છું, તેમાં કઈ મારું નથી, તેમ પણ હું કેઈને નથી. આ સંસારમાં એકલે આ છું ને એક જ જવાને છે, માટે મારા આત્માની ચિંતા કરું, આત્મકલ્યાણમાં જ મગ્ન રહું”
પ્ર–અન્યત્વભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–અન્યત્વભાવનાથી આત્મ અને અનાત્મ વસ્તુ એનું અન્યત્વ ચિંતવવામાં આવે છે. જેમકે “હે આત્મન ! જે તારું છે તે તારી પાસે જ છે. બીજું એટલે હાથી, ઘેડા, ગાય, ભેંસ, નેકર, ચાકર, હાટ, હવેલી, બાગબગીચા, સગાંવહાલાં વગેરે કંઈ પણ તારું નથી. બધું પર છે, તેથી તારી પાસે રહેવાનું નથી. આમ સમજીને આત્મસ્વભાવમાં-નિજાનંદમાં મગ્ન રહેવું એ જ ઈષ્ટ છે?
પ્ર–અશુચિભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ ––અશુચિ ભાવનાથી શરીરની અશુચિ ચિંતવવામાં આવે છે. જેમકે “હે ચેતન,! અસુંદર, અપવિત્ર અને અશુ ચિના ભંડાર સમા આ દેહમાં તું શાને મેહ પામે છે? તું એને ગમે તેટલી વાર નવડાવીશ, ઈશકે તેલ વગેરેનાં મર્દન કરીશ તે પણ એ સુંદર રહેવાનું નથી, કારણ કે સ્વભાવથી જ તે અપવિત્ર છે. ગમે તેવા ઊંચા સુંગધી પદાર્થો પણ એના સંસર્ગથી થેડી વારમાં અપવિત્ર થઈ જાય છે, એવા આ અપવિત્ર-અશુચિમય શરીરને વિષે મેહ