________________
૫૩
અધ્યાત્મ અને ભાવના ] શું રાખવે? તેમજ બીજાના બહારથી રૂપાળા દેખાતાં શરીર તરફ શું આકર્ષાવું?
પ્રો--આસ્રવભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ––આસ્રવભાવનાથી કર્મને જે પ્રવાહ આત્મા ભણી આવી રહ્યો છે, તે સંબંધી વિચારણા કરવામાં આવે છે. જેમકે “હે ચેતન! ભગવાઈને નિર્જરાતાં કર્મો થેડાં હોય અને આવનારાં કર્મો વધારે હોય તે મુકિત શી રીતે મળે? માટે તું નવીન કર્મોને લઈ આવનારાં પાંચ આસ્રવદ્વારોને જલદી બંધ કરી દે.
પ્રવ–સંવરભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–સંવર ભાવનાથી આમ્રવને રોકનારા ઉપાયો સંબંધી ચિંતન કરવામાં આવે છે. જેમ કે “હે ચેતન ! તું સમ્યકત્વવડે મિથ્યાત્વને નિરોધ કર, વ્રત–પચ્ચખાણ વડે અવિરતિને નિરોધ કર, પ્રબલ પુરુષાર્થ વડે પ્રમાદને નિરોધ કર, ક્ષમાવડે ઝધને નિરોધ કર, નમ્રતા વડે માનને નિષેધ કર, સરલતા વડે માયાને નિરોધ કર, સંતોષ વડે લેભને નિરોધ કર અને મને ગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયગુપ્તિ વડે મન, વચન અને કાયાની તમામ અશુભ પ્રવૃત્તિઓને નિષેધ કર.”
પ્ર–નિરાભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ–નિર્જરાભાવનાથી કર્મની નિર્જરા કયા ઉપાય વડે થાય તેનું ચિંતન કરવામાં આવે છે. જેમકે હે ચેતન ! પૂર્વ મહષિઓએ પિતાનાં કર્મો છ બાહ્ય અને છ અત્યંતર એવાં બાર પ્રકારનાં તપને આશ્રય લઈને ખપાવ્યાં, તે