________________
N
-આસનસિદ્ધિ ]
ઉ૦–શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે
सुखासनसमासीनः सुश्लिष्टाधरपल्लवः । नासामन्यस्तदृग्द्वंद्वो दंतैर्दतानसंस्पृशन् ॥ १३५ ॥ प्रसन्नवदनः पूर्वाभिमुखो वाप्युदङ्मुखः। अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥ १३६ ॥
લાંબા વખત સુધી સુખે બેસી શકાય તેવું કઈ પણ આસન ગ્રહણ કરી, (અહીં અમુક જ આસન ગ્રહણ કરવું તે આગ્રહ નથી) પવન બહાર ન જાય તેવી રીતે મજબુતાઈથી બંને હેઠે બંધ કરી, નાસિકાના અગ્રભાગ *ઉપર બંને દૃષ્ટિ સ્થાપન કરી, ઉપરના દાંતે સાથે નીચેના દાંતને સ્પર્શ ન થાય તેવી રીતે દાંતને રાખી, (દાંતની સાથે દાંત લાગવાથી મન સ્થિર થતું નથી) રજે–તમે ગુણરહિત ભૂટિના વિક્ષેપે વિનાનું પ્રસન્ન મુખ કરી, પૂર્વ સન્મુખ કે ઉત્તર સન્મુખ બેસી (અથવા જિનેશ્વરની પ્રતિમા સન્મુખ બેસી) મેરુદંડને અક્કડ રાખી, અપ્રમત્ત બની ધ્યાતાએ ધ્યાન કરવા માટે ઉદ્યમ કર.”
પ્ર–પતંજલિ મુનિએ ચગદર્શનમાં આસનસિદ્ધિને લાભ જણાવતાં કહ્યું છે કે રસ્તો નિમિયા (સાધનપાદ, સૂત્ર ૪૮) તે આસનને જય કરવાથી સાધક યોગીશીતોષ્ણાદિ ઢોવડે અભિભવ પામતું નથી. તાત્પર્ય કે આસનસિદ્ધિ મેગીને શીતઉણુ તથા ક્ષુધાતૃષાદિ દ્રો પીડતા નથી. આ રીતે જૈન પરંપરામાં આસનસિધિ કે કાયોત્સર્ગનું ફળ શું બતાવ્યું છે?