________________
૩૯
આસનસિદ્ધિ ] ૩ ખંભાદિદેષ–થાંભલા વગેરેને ઠીંગણ દઈને ઊભા
રહેવું તે. ૪ માલદેષ–ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક
ટેકવીને ઊભા રહેવું તે. ૫ ઉધિષ–ગાડાની ઉધની પેઠે પગના અંગૂઠા તથા
પાની મેળવીને ઊભા રહેવું તે. નિગદેષ-નિગડમાં પગ નાખ્યા હોય તેની માફક
પગ પહોળા રાખવા તે. ૭ શબરીદેષ–નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય સ્થાનકે હાથ
જોડી રાખવા તે. ૮ ખલિદેષ–ઘેડાનાં. ચેકડાની પેઠે રજોહરણ રાખી
ઊભા રહેવું તે. ૯ વધુદેષ–નવપરિણીત વધૂની પેઠે માથું નીચું રાખવું તે. લત્તરદેષ-નાભિની ઉપર અને ઢીંચણથી નીચે
જાનુ સુધી લાંબું વસ્ત્ર રાખવું તે. (સાધુએ નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉપર ચળપટ્ટો પહેરવાનું વિધાન છે, તેને લક્ષ્યમાં રાખીને આ દેષ કહેલો છે.) સ્તનદેષ-ડાંસમચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજજાથી હદયને આચ્છાદિત કરી સ્ત્રીની પેઠે ઢાંકી રાખવું તે. સંયતિદેષ-શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ઢાંકી રાખવા એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખવું તે.
૧૦
૧૧