________________
ધારણા ]
૪૭
ધારણ જ છે. વળી ષડાવશ્યકાધિકાર અરિહંત ચેઈ આણું सूत्रमा सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वडूढमाणिए
મિ ૩i-વધતી જતી શ્રધ્ધાથી, મેઘાથી, ધતિથી, ધારણાથી અને અનુપ્રેક્ષાથી હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું.” એવા શબ્દો આવે છે, તે ધારણાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે.
તેમજ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં
नाभीहृदयनासाग्रभालभ्रतालुद्रष्टयः । मुखं करें शिरश्चेति ध्यानस्थानान्यकीर्तयन् ॥ ७ ॥
નાભી, હૃદય, નાસિકાને અગ્રભાગ, કપાલ, આંખનાં ભવા, તાળવું, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવાનાં સ્થાને કહેલાં છે.”
एषामेकत्र कुत्रापि स्थाने स्थापयतो मनः । उत्पद्यन्ते स्वसंवित्तेबहवः प्रत्ययाः किल ॥ ८ ॥
“આ સ્થાન પૈકી કઈ પણ એક સ્થાને મનને લાંબે વખત સ્થાપન કરવાથી સ્વસંવેદન થાય (પ્રતીતિ થાય) એવા અનેક પ્રત્યયે ઉત્પન્ન થાય છે.”
શ્રી મહાવીર પ્રભુએ સાધનાકાળ દરમિયાન એક માટીનાં ટફ પર અનિમેષ દષ્ટિ રાખીને આખી રાત્રિ વ્યતીત કરી હતી, એ બીના સુપ્રસિધ્ધ છે.
તાત્પર્ય કે જેને મહર્ષિઓ ધ્યાનસિદ્ધિ માટે ધારણને ઉપયોગી માને છે.