________________
અધ્યાત્મ અને ભાવના ]
પ્ર–અનિત્યભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–અનિત્યભાવનાથી બાહ્ય સંગે શરીર, યૌવન, સંપત્તિ, અધિકાર, ઉપરાંત અભ્યતર વિકલ્પ વગેરેની અનિત્યતા ચિંતવવામાં આવે છે, જેથી તેમાં કઈ જાતને મેહ રહે નહિ.
પ્ર–અશરણભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–અશરણભાવનાથી એમ ચિંતવવામાં આવે છે કે સંસારી સંબંધીઓ કે સંસારનાં સાધને જીવને વ્યાધિ, જરા, મૃત્યુ વગેરેનાં અકથ્ય દુખમાંથી બચાવી શકતાં નથી, માટે તેણે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શરણ અંગીકાર કરવું જોઈએ.
પ્ર—સંસારભાવનાથી શું ચિંતવવામાં આવે છે?
ઉ૦–સંસારભાવનાથી એમ ચિંતવવામાં આવે છે કે આ જગતમાં માતા, પિતા, પુત્ર, પત્ની વગેરે સંબંધો વિચિત્ર છે, કેમકે માતા તે પત્ની પણ બને છે અને પત્ની તે માતા પણ બને છે. એકેક જીવની સાથે આત્માને અનંત કાળમાં સર્વ પ્રકારના સંબંધ થયા છે, ત્યાં સાંસારિક સંબંધને મહત્ત્વ શું આપવું? પૌગલિક સુખને અનુભવ થાય છે, તે એક પ્રકારની માયાજાળ છે અથવા મેહમદિરાનાં પાનથી ઉત્પન્ન થયેલે એક પ્રકારનો ભ્રમમાત્ર છે. વળી સંસારના સર્વ વ્યવહારો સારહીન છે, એટલે તેમાં ફસાવું નહિ.
પ્ર–એકત્વભાવનાથી શું ચિંતવવામાં આવે છે? ઉ.--એકત્વભાવનાથી આત્માનું એકલપણું ચિંત