________________
૪૮
[ યેાગાભ્યાસ
૧૪–અધ્યાત્મ અને ભાવના
પરંતુ અહીં એ વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કે જૈન મહર્ષિ આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણાનાં સ્થાને અધ્યાત્મ અને ભાવના એ બે શબ્દોના જ વિશેષ પ્રયાગ કરે છે અને તેનાથી ધ્યાનસિદ્ધિ ખૂબ સરલતાપૂર્ણાંક થાય છે, એમ માને છે.
પ્ર૦—અહીં અધ્યાત્મની વ્યાખ્યા શું કરવામાં આવી છે ઉ—અપ્રમાદી બનીને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવી તે
અધ્યાત્મ.
પ્ર૦—અહી' ભાવનાથી શું સમજવાનું છે?
ઉ—અહીં ભાવનાથી ભાવની વિશુદ્ધ કરે તેવું. વિશિષ્ટ ચિંતન સમજવાનું છે કે જેને. માટે અનુપ્રેક્ષા એવે અન્ય શબ્દ પણ વપરાયેલે છે. જૈન શાસ્ત્રોમાં તેના ખાર પ્રકારો માનવામાં આવ્યા છે, તે આ પ્રમાણે (૧) અનિત્યભાવના, (૨) અશરણુ ભાવના, (૩) સંસારભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિભાવના, (૭) આશ્રવભાવના, (૮) સંવરભાવના, (૯) નિર્જરાભાવના, (૧૦) ધર્મસ્વાખ્યાતભાવના, (૧૧) લેાક સ્વરૂપભાવના, અને (૧૨) બેાધિદુલભભાવના. અહી' એટલુ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે કાયાત્સ`માં ઊભા રહીને સૂત્ર અને અર્થનું જે ચિંતન કરવાનું છે કે ધર્મધ્યાનમાં જે સ્થિર થવાનુ છે, તેના સવ સાર આ ખાર ભાવનાઓમાં આવી જાય છે.