________________
[ યોગાભ્યાસ
પરંતુ જૈન ધર્મ તેા યોગની શરૂઆત ઝાળ એટલે આસનસિદ્ધિથી જ કરે છે, એટલે તેના યમ-નિયમ પર ખાસ ભાર નથી એમ જ સમજવાનું કે ?
•
ઉ—આ સમજણુ ખરાબર નથી, જૈન ધર્મ એમ માને છે કે ઉપર્યુક્ત યોગસાધના ચારિત્રધારીને જ હાય અને ચારિત્રમાં તે યમા તથા નિયમેાના ખરાખર સમાવેશ કરે છે; ઉપરાંત તે પ્રતિજ્ઞાપૂર્વક કરે છે. એટલે યમ-નિયમા પર તેના ભાર જરાયે આછે નથી. પતંજલિ મુનિએ અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચની ગણના યમામાં અને શૌચ, સ ંતાષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન એ પાંચની ગણના નિયમેામાં કરી છે. શ્રીયાજ્ઞવલ્કચ સહિતામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ક્ષમા, ધૃતિ, દયા, આજવ, મિતાહાર અને શૌચ એ દેશની ગણના યમેામાં કરી છે અને તપ, સ તાષ, આસ્તિકય, દાન, ઈશ્વરપૂજન, સિદ્ધાંતવાકયશ્રવણુ, મતિ, લજ્જા, જપ અને વ્રત એ દશની ગણના નિયમેામાં કરી છે. વળી ભાગવતપુરાસુના એકાદશ સ્ક ંધનાં એગણીસમા અધ્યાયમાં અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, લજ્જા, અસંગ્રહ (અપરિગ્રહ), ધર્મ શ્રદ્ધા, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા, અને આસ્તિકય એ ખારને યમેા માનવામાં આવ્યા છે અને આંતરિક શૌચ, માહ્ય શૌચ, જપ, તપ, હામ. ધર્મીમાં આદર, અતિથિના સત્કાર, પરમાત્મપૂજન, તીર્થાંસ્નાન, પરોપકાર,સતાષ અને આચાય ની સેવા એ ખારને નિયમ માનવામાં આવ્યા