Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 33
________________ ચમ-નિયમ ] ૩૧ રિધમાં સમાવે છે અને તેને આસનસિદ્ધિ માટે આવશ્યક માને છે. શૌચને સામાન્ય અર્થ પવિત્રતા છે. તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારની હોય છે. તેમાં અત્યંતર પવિત્રતા વિશેષ ઉપકારક છે. આ પવિત્રતા માટે મન, વચન અને કાયાની શુદ્ધિ જોઈએ. તે માટે જૈન મહર્ષિએ પ્રારંભમાં જ મન, વચન અને કાયથી પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે અને પ્રમાદાદિ દેથી એ પ્રતિજ્ઞામાં કે ઈદે લાગે તે તેની નિંદા, ગહ અને મેગ્ય પ્રાયશ્ચિત વડે શુદ્ધિ કરે છે. વળી મનેગુમિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિઓનું જે વિધાન કરવામાં આવ્યું છે, તેને અર્થ પણ એ જ છે કે મન-વચન-કાયાને અપ્રશસ્ત પ્રવૃત્તિથી બચાવી લેવાં અને એ રીતે તેની શુદ્ધિ જાળવી રાખવી. દશ પ્રકારના યતિધર્મમાં શૌચને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પણ એ જ દર્શાવે છે કે જેન : પરંપરામાં શૌચનું મહત્ત્વ અન્ય કેઈસંપ્રદાય કરતાં જરાયે ઓછું નથી. સંતેષને સામાન્ય અર્થ તૃષ્ણાત્યાગ છે. તે માટે , જૈન શાસ્ત્રોએ વારંવાર જોરદાર ઉપદેશ આપે છે અને દશવિધ યતિધર્મમાં તેને પણ સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક ગણશે કે મનને કલુષિત કરનારી ચાર વૃત્તિઓને જૈન શાસ્ત્રોએ કષાયની ઉપમા આપી છે અને તેમાં લેભને પણ સમાવેશ કર્યો છે કે જે

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68