________________
[યોગાભ્યાસ
જોઈએ, તેના અભાવે સ્વસ્થતાના હેતુભૂત (જ્યાં રહેવાથી આરોગ્ય ન બગડે) તથા સ્ત્રી, પશુ, પંડકાદિ (નપુંસકાદિ) થી રહિત કેઈ પણ સારાં એકાંત સ્થાનને આશ્રય કરો.”
આ ઉલ્લેખ ગભ્યાસના દેશ અને સ્થાન પરત્વે જૈન ધર્મનું કેવું દષ્ટિબિંદુ છે, તે સ્પષ્ટ કરે છે. ૧૦-આસનસિદ્ધિ
પ્ર–ભગવદ્દગીતામાં કહ્યું છે કેशुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः । नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥
અતિ ઊંચું નહિ, તેમ અતિ નીચું નહિ, જેમાં નીચે દર્ભ, તે પર મૃગચર્મ અને તે પર વસ્ત્ર પાથરેલ હોય એવું પિતાનું સ્થિર આસન પવિત્ર દેશમાં સ્થાપન કરીને (મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઇન્દ્રિયની ક્રિયાએ વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે ગાભ્યાસ કરે)
શ્રીગોરક્ષશતકમાં પણ લગભગ આવાં જ વચને ઉચ્ચારેલાં છે –
एकान्ते विजने देशे पवित्रे निरुपद्रवे । कंबलाजिनवस्त्राणामुपर्यासनमभ्यसेत् ॥
ઉપદ્રવ વિનાના પવિત્ર ને નિર્જન એવા એકાંત દેશમાં કંબલ, મૃગચર્મ અને વસની ઉપર આસનને અભ્યાસ કરો.” - આ રીતે જૈન ધર્મમાં આસન સંબંધી શે વિધિ કહ્યો છે?