________________
૪૦
[ગાભ્યાસ
૧૩ જૂ-અંગુલિદેષ–સૂત્રોના આલાપક (આલાવા) ગણવાને
માટે અથવા સંખ્યા માટે આંગળીનું આલંબન લેવું
કે પાંપણના ચાળા કરવા તે. ૧૪ વાયસષ-કાગડાની પેઠે ડેાળા ફેરવવા તે. ૧૫ કપિત્થ–પહેરેલાં વસ્ત્રો પરસેવાથી મલિન થશે એમ
જાણીને તેને ગોપવી રાખવાં તે. ૧૬ શિર કંપદેષયક્ષાવિષ્ટની માફક માથું ધૂણવવું તે. ૧૭ મૂકદેષ-મૂંગાની માફક “હું હું કરવું તે. ૧૮ મદિરાદેષ–સૂત્રના આલાપક ગણતાં મદિરા પીધેલા
ની માફક બડબડાટ કરે તે. ૧૯ પ્રેક્ષ્યદેષ–વાનરની પેઠે માં ફેરવી આસપાસ જોયા
કરવું અને હઠ હલાવવા તે.
આ ત્રણ દેશે પિકી લત્તર, સ્તન અને સંયતિ એ ત્રણ દેષ સાધ્વીને હેય નહિ, કેમકે એનું શરીર વસ્ત્રાવૃત્ત હોય છે. શ્રાવિકાને માટે આ ત્રણ ઉપરાંત નીચું જેવાની છૂટ હોય છે, એટલે તેને વધુદોષ લાગતું નથી.
બેસીને કે સૂઈને કાર્યોત્સર્ગ કરતી વખતે જૈન સાધકે સૂકા ઘાસનું કે ગરમ કાંબલનું આસન બિછાવે છે, પણ મૃગચર્મ ઉપગ કરતા નથી, કારણ કે જીવહિંસાનાં કારણે તેને નિષિદ્ધ ગણવામાં આવ્યું છે.
પ્ર–કાયેત્સર્ણાદિ આસને ગ્રહણ કરતી વખતે મુખમુદ્રા કેવી રાખવી જોઈએ?