________________
૩૮
[ ગાભ્યાસ
આંગળ જેટલું અને પાછળના ભાગમાં તેથી કઈક ઓછું અંતર રાખવું જોઈએ. આવી રીતે ઊભા રહેવાથી લાંબા વખત સુધી સારી રીતે ઊભા રહી શકાય છે. પછી બંને હાથે સીધા નીચે લટકતા રાખવા જોઈએ. તે વખતે સંયમના ખાસ ઉપકરણે મુહપત્તી અને રજોહરણ અનુક્રમે જમણા તથા ડાબા હાથમાં રાખવા જોઈએ અને પછી દેહનું જરા પણ હલનચલન ન થાય તે રીતે સ્થિર ઊભા રહીને કાયાને ઉત્સર્ગ કરવો જોઈએ, અર્થાત્ શરીર પરનું તમામ મહત્વ છેડી દઈને દઈને ધ્યાનમાં મગ્ન થવું જોઈએ. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે –
વાણી-વ-ળ્યો, જો મળે જીવિણ ચરમ-સખો ! . देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥ १४५८ ॥
“શરીરને કેઈ તીણ ધારવાળા વાંસલાથી છેદી નાખે કે તેના પર અત્યંત શીતલતાદાયક એ ચંદનને લેપ કરે અથવા જીવન ટકે કે તેને જલ્દી અંત આવે, છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને બરાબર સમભાવમાં રાખે, તેને કાયેત્સર્ગ સિદ્ધ થાય છે.”
આ રીતે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરતી વખતે નીચેના ઓગણીશ દોષો પૈકી કઈ દેષનું સેવન ન થાય તેની કાળજી રાખવી જોઈએ:૧ ઘાટકોષ–ઘોડાની પેઠે એક પગ ઊંચે રાખવે કે
વાંકે રાખ તે. ૨ લતાદેષ–વાયુથી વેલડી હાલે, તેમ શરીરને હલા
વવું તે.