________________
આસનસિદ્ધિ]
ઉ૦–જૈન ધર્મમાં ધ્યાનસિદ્ધિ માટે કાયોત્સર્ગની અવસ્થા પસંદ કરવામાં આવે છે. તે ઊભા રહીને કરે જોઈએ. કદાચ એ રીતે ન થઈ શકે એમ હોય તે બેસીને કે સૂઈને પણ કરી શકાય.
ઊભા રહીને કાર્યોત્સર્ગ કેવી રીતે કરવું જોઈએ? તેનું વર્ણન આવશ્યકનિર્યુક્તિમાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે –
चमंगल मुहपत्ती, उज्जूए डब्बहत्थ रयहरणं । वोसटुचत्तदेहो, काउस्सग्गं करिज्जाहि ॥ १५४५॥
(બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં) ચાર આંગળ જેટલું (અને પાછળના ભાગમાં કંઈક ઓછું) અંતર રાખવું. તે વખતે સીધા લટકતા રાખેલા (જમણા હાથમાં) મુહપત્તી અને ડાબા હાથમાં રજોહરણ ગ્રહણ કરવાં. પછી દેહભાવનાને સંપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક કાર્યોત્સર્ગ કરો.”
મૂલાચારના ષડાવશ્યકાધિકારમાં કહ્યું છે કે – वोसरिय बाहुजुगलो, चदुरंगुलमंतरेण समपादो। सव्वंगचलणरहिओ, काउस्सग्गो विसुद्धो दु ॥ १५१ ॥
જેમાં પુરુષ બંને હાથ લાંબા કરીને સમપાદ ઉભે રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરનાં કઈ પણ અંગને હલાવતા નથી, તે કાયેત્સર્ગ વિશુદ્ધ છે”
તાત્પર્ય કે કાર્યોત્સર્ગ કરવા ઈચ્છનારે બંને પગ સીધા રાખીને ઊભા રહેવું જોઈએ; તેમાં આગળના ભાગમાં ચાર