________________
પ્રાણાયામ ] વગેરે વચને કહેલા છે અને તેના સારરૂપે શ્રીહેમચંદ્રાચાર્યો વેગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં જણાવ્યું છે કે –
तन्नाप्नोति मनःस्वास्थ्य, प्राणायामैः कदर्थितम् ।। प्राणस्यायमने पीडा, तस्यां स्याच्चित्तविप्लवः ॥४॥
पूरणे कुंभने चैव रेचने च परिश्रमः । चित्तसंक्लेशकरणान्मुक्तेः प्रत्यूहकारणम् ॥ ५ ॥
પ્રાણવાયુના નિગ્રહથી કદર્થના પામેલું મન સ્વસ્થતા પામતું નથી, કેમકે પ્રાણવાયુને નિગ્રહ કરતાં શરીરને પીડા થાય છે. વળી પૂરક, કુંભક અને રેચક કરવામાં પરિશ્રમ પડે છે અને પરિશ્રમ કરવાથી મનમાં સંકલેશ. થાય છે કે જે સ્થિતિ મેક્ષસાધનામાં વિનરૂપ છે.”
તે સંબંધી શ્રી શુભચંદ્રાચાર્યે જ્ઞાનાર્ણવના ત્રીસમા પ્રકરણમાં કહ્યું છે કે –
वायोः संचारचातुर्यमणिमाद्यङ्गसाधनम् । प्रायः प्रत्यूहबीजं स्यान्मुनेर्मुक्तिमभीप्सतः ॥ ६ ॥
પવનસંચારનું ચાતુર્ય શરીરને સૂક્ષ્મણૂલ (હળવું ભારે) વગેરે કરવાનું સાધન છે, એથી મુક્તિની વાંછા કરનારા મુનિને તે પ્રાયઃ વિગ્નનું કારણ થાય છે. અર્થાત. તે સિદ્ધિના લોભમાં પડી મોક્ષમાર્ગને ચૂકી જાય છે, એવું પણ બને છે.”
किमनेन प्रपञ्चेन स्वसन्देहातहेतुना। : सुविचार्यैव तज्झेयं यन्मुक्ते:जमग्रिमम् ॥ ७ ॥