________________
૧૭
ગિની વ્યાખ્યા ] શ્રીહરિભદ્રસૂરિએ યોગના પાંચમાં પ્રકારને આલંબનરહિત કહ્યો છે, તેને શ્રીમદ્ યશોવિજયજી મહારાજે એકાગ્રસ યોગ કહ્યો છે, કારણ કે તેમાં મન, વચન અને કાયાના યોગનું એકાગ્રય હોય છે. વાસ્તવિકતાએ આ બંનેમાં કોઈ ભેદ નથી.
શ્રીહેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં યોગનું લક્ષણ આ પ્રમાણે જણાવ્યું છેઃ
चतुवर्गेऽप्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥
(ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ) ચાર વર્ષોમાં મક્ષ મુખ્ય છે. તેનું કારણ યંગ છે. તે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયી સમજવી. પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલો એ સર્વે પણ ધર્મવ્યાપાર સમ્યમ્ દર્શન, સમ્યમ્ જ્ઞાન અને સભ્યશ્ચારિત્રમાં અંતભૂત થાય છે, એટલે આ વ્યાખ્યામાં પણ કેઈ ભેદ નથી. આ બધી વ્યાખ્યાઓનું તાત્પર્ય એ છે કે જૈન શાસ્ત્રો મેક્ષમાં લઈ જનારી સઘળી ક્રિયાઓ, સઘળાં અનુષ્ઠાને કે સઘળા ધર્મવ્યાપારને સામાન્ય રીતે લેગ કહે છે, પણ તેને વિશેષ વ્યવહાર તે કાયેત્સર્ગાદિ કોઈ પણ આસન પર સ્થિર થઈને વીતરાગ મહાપુરુષએ કહેલાં વચનનું અનન્ય શ્રદ્ધાથી ચિંતન-મનન કરવું તથા તેમની પ્રતિમા વગેરેનું આલંબન લઈને ધ્યાનસ્થ થવું, તેમ જ આત્મસ્વરૂપમાં તદાકાર થવું, એ ક્રિયાએથી જ કરે છે. એટલે મેંગ એ ધ્યાનમાં સ્થિર થવાની
–૨