________________
યેાગાભ્યાસ કરનારમાં હોવા જોઈતા ગુણા ]
૧૧
આ સ્થિતિનું નિવારણ કરવા માટે અનુભવી પુરુષાએ કહ્યું છે કે ‘ સર્વેષાં તુ પાીનામખ્યાલઃ વારાં પમ્ । સ પદાર્થોનું પરમ કારણુ અભ્યાસ છે.' અર્થાત્ અભ્યાસ વડે સ કંઈ સિદ્ધ થઈ શકે છે. તેનાં ઉદાહરણા આપતાં તેમણે જણાવ્યુ છે કે
अभ्यासेन स्थिरं चित्तमम्या सेनानिलच्युतिः । अभ्यासेन परानन्दो ह्यभ्यासेनात्मदर्शनम् ॥
6
મન અત્યંત અસ્થિર છે, છતાં અભ્યાસવડે તેને સ્થિર કરી શકાય છે. વાયુને કાબૂમાં લાવવાનું કામ ઘણુ કઠિન છે છતાં તે પણ અભ્યાસ વડે કાબૂમાં આવી શકે છે. પરમાનંદની પ્રાપ્તિ સહેલી નથી, છતાં તે પણ અભ્યાસ વડે થઈ શકે છે અને આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર જે યોગનું પ્રધાન લક્ષ્ય છે, તે પણ અભ્યાસ વડે જ પ્રાપ્ત કરી શકાય છે.’ માટે યોગાભ્યાસ શી રીતે થઈ શકે ? એમ માની બેસી રહેવાનુ` નથી. ૩—યાગાભ્યાસ કરનારમાં હાવા જોઇતા ગુણા
ચેાગના અભ્યાસ કરનારમાં કેવા ગુણ હેાવા જોઈ એ ? તેનું વર્ણન કરતા ચેાવિશારદે જણાવે છે કે— उत्साहात्साहसाद्धैयत् तत्त्वज्ञानाच्च निश्वयात् । जनसंगपरित्यागात् षभिर्योगः प्रसिद्धयति ॥
· ઉત્સાહ, હિમ્મત, ધૈર્ય, તત્ત્વજ્ઞાન, દૃઢ નિશ્ચય અને જનસગપરિત્યાગ એ છ અંગોથી ચાગ સારી રીતે સિદ્ધ. થાય છે. ’