________________
૧૨
[ ગાભ્યાસ
ઉત્સાહ વિના પ્રવૃત્તિ થતી નથી, માટે પ્રથમ તેનું વિધાન છે. હિમ્મત વિના આગળ વધી શકાતું નથી, માટે બીજું તેનું વિધાન છે. આગળ વધતાં અનેક જાતની મુશ્કેલીઓ આવે તે ધર્યથી જ ઓળંગી શકાય છે, માટે ત્રીજુ વિધાન તેનું છે. વળી વૃત્તિઓ કે વિચારોનાં વહેણને સ્થિર રાખવા માટે તત્વજ્ઞાન એ પુષ્ટ આલંબન છે, તેથી શું વિધાન તેનું છે. દઢ નિશ્ચય વિના સ્વીકૃત કાર્ય પૂર્ણ થતું નથી, માટે પાંચમું વિધાન તેનું છે અને લોકસમૂહમાં રહેવાથી ચિત્તવૃત્તિઓનું જ્યાં ત્યાં આકર્ષણ થાય છે, -તેથી છડું વિધાન જનસંગપરિત્યાગનું છે. વધારામાં જન મહર્ષિઓએ કહ્યું છે કે –
विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोयणं । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥
જે પુરુષ આત્મશેધક છે, આત્મદર્શનને અભિલાષી છે એટલે કે ગાભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર છે, તેને માટે શૃંગાર, સ્ત્રીઓને સંસર્ગ અને પોષ્ટિક-સ્વાદિષ્ટ ભેજન એ સવે તાલપુટ વિષ જેવા છે.” તાત્પર્ય કે જેને સાચી ગિસાધના કરવી છે, તેણે શરીરની ટાપટીપ છોડી દેવી જોઈએ, સ્ત્રીઓના સહવાસ છેડી દેવો જોઈએ અને બને તેટલે સાદે અને નિરસ આહાર લેવો જોઈએ.
આ વાત અહીં અમે ભારપૂર્વક કહેવા ઈચ્છીએ છીએ, કારણ કે આજે ગસાધનાના ઉદ્દેશથી ચાલતા કેટલાક ગાશ્રમમાં આમાંના એક પણ સિદ્ધાન્તનું યથાર્થ પાલન