________________
સામાન્ય ગૃહસ્થ ધર્મ
હકમાં નુકશાન કરવું, તેમ જ દગોફટકે કર, એ અન્યાય છે અને તેને ત્યાગ કરી પ્રામાણિકપણે વર્તવું એ ન્યાય છે.
નીતિકારે કહે છે કેनिन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अधव वा मरणमस्तु युगान्तरे वा, न्यायात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥....
વ્યવહારકુશળ પુરુષ નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી આવે કે ઈચ્છા પ્રમાણે ચાલી જાય, મરણ આજે આવે કે યુગ પછી આવે, પણ ધીર પુરુષે ન્યાયના માર્ગમાંથી પગલું પણ પાછા હઠતા નથી.” - અહીં કેઈ એમ કહે કે “ન્યાયથી જ ધન શા માટે મેળવવું?' તેના ઉત્તરમાં જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે “ન્યાયથી ઉપાર્જન કરેલું ધન જ આ લેક અને પરલોકમાં હિતકારી થાય છે. ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ઉપલેગ નિઃશંકપણે થઈ શકે છે, તે આ લેકને હિતકારી છે અને તેનાથી તીર્થગમન વગેરે વિધિપૂર્વક થઈ શકે છે, તે પરલોકને હિતકારી છે.” છે જેઓ અન્યાયથી ધન મેળવે છે, તેઓ એને ઉપભિગ નિઃશંકપણે કરી શકતા નથી, એ આપણે અનુભવથી જિઈ શકીએ છીએ. વિશેષમાં આવું ધન આવ્યા પછી બુદ્ધિ બગડે છે, ઘરમાં કજિયા-કંકાસનું પ્રમાણ વધી જાય છે અને ઉપરાઉપરી માંદગીએ આવી કે અકાળ મૃત્યુ પામી