________________
૩૭
-
૩૭
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રતો કહેવાય. હિંસા, મારણા, ઘાતના, વિરાધના વગેરે તેના પર્યાય શબ્દો છે. આ પ્રાણાતિપાતમાંથી વિરમવાનીઅટકવાની જે ક્રિયા તે પ્રાણાતિપાત-વિરમણ અને તે સંબંધી જે વ્રતધારણ તે પ્રાણાતિપાત-વિરમણવ્રત. આ વ્રતનું પાલન સાધુઓ સર્વીશે કરે છે, એટલે તે સૂક્ષમ કહેવાય છે. તેની આપેક્ષાએ ગૃહસ્થનું આ વ્રત ઘણી છૂટછાટવાળું હોવાથી તે સ્થૂલ કહેવાય છે.
આ સ્થૂલ વ્રત દ્વારા “નિરપરાધી ત્રસજીવોની સંકપીને નિરપેક્ષપણે હિંસા કરવી નહિ” એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે, તેનું યથાર્થ રહસ્ય આપણે સમજી લેવું જોઈએ.
બે પ્રકારના છે : ત્રસ અને સ્થાવર. તેમાં ગૃહસ્થ ત્રસ જીવની હિંસા છોડી શકે, પણ સ્થાવરની હિંસા સર્વીશે છેડી શકે નહિ. અલબત્ત, તે માટે બનતે પ્રયત્ન કરી શકે. આ રીતે પાપ છેડવાને બનતે પ્રયત્ન કરો તેને યતના અર્થાત્ જયણા કહેવામાં આવે છે. -
ત્રસ જીવેમાં કેટલાક નિરપરાધી અને કેટલાક સાપરાધી હોવાનો સંભવ છે. જેણે કઈ પણ પ્રકારને અપરાધ કે ગુનો કર્યો ન હોય તે નિરપરાધી અને જેણે કોઈપણ પ્રકારને અપરાધ કે ગુને કર્યો હોય તે સાપરાધી. કેઈ કુટુંબ પર હુમલે કરે, ગામ ભાંગે, ધર્મસ્થાને લૂટે કે તારાજ કરે, દેશ પર ચડાઈ કરે કે બીજી રીતે માલમિલક્ત વગેરેને નુકશાન પહોંચાડે તે સાપરાધી ગણાય.