Page #1
--------------------------------------------------------------------------
________________
શિક્ષાપક્ષી
સાહિત્યવોધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલપોકચ્છી શાહ.
Gia
શ્રેણી પહેલી
આદર્શ ગૃહસ્થ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાન તથા આચારને સુંદર સરલ શૈલીએ રજૂ કરતી
જૈન શિક્ષાવલી પ્રથમ શ્રેણીનાં ૧૨ પુસ્તકે
૧ જીવનનું ધ્યેય ૨ પરમપદનાં સાધન ૩ ઈષ્ટદેવની ઉપાસના ૪ સદગુર સેવા પ આદર્શ ગૃહસ્થ ૬ આદશ સાધુ૭ નિયમો શા માટે? ૮ તપની મહત્તા ૯ મંત્રસાધન ૧૦ યોગાભ્યાસ ૧૧ વિશ્વશાંતિ
૧૨ સફલતાનાં સૂત્ર શ્રેણીનું મૂલ્ય રૂા. ૬-૦૦. પિસ્ટેજ ૧-૦૦ અલગ. માત્ર ગણતરીની નકલે જ બાકી રહી છે, માટે તમારી નકલ આજે જ મેળવી લે તથા હવે પછી પ્રગટ થનારી બીજી શ્રેણીના ગ્રાહક બને.
મિધ:–બારમા નિબંધને છેડે આખી શ્રેણીનું શુદ્ધિપત્રક આપ્યું છે,
તે પ્રમાણે સુધારો કરી પુસ્તકોનો ઉપયોગ કરવા વિનંતિ છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન શિક્ષાવલી : પુષ્પ પાંચમું
આદર્શ ગૃહસ્થ
લેખક : સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
પ્રકાશક : જૈન સાહિત્ય-પ્રકાશન-મદિર મુંબઈ – ૯.
મૂલ્ય ઃ પચાસ નયા પૈસા
- c******
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ
નરેન્દ્રકુમાર ડી. શાહ વ્યવસ્થાપક : જૈન સાહિત્ય—પ્રકાશન–મદિર લધાભાઈ ગુણપત ખીલ્ડીંગ, ચીંચ બંદર, મુંબઈ ટ
પહેલી વાર ૨૦૦૦ સ. ૨૦૧૫, સને ૧૯૫૯ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
મુદ્રકઃ— મણિલાલ છગનલાલ શાહ. નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા શડ, અમદાવાદ.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન જેન મહર્ષિઓએ જીવનની સુધારણા માટે જે તત્ત્વજ્ઞાન ઉપદેર્યું છે તથા જે આચારની પ્રરૂપણ કરી છે, તે સહુ સરળતાથી સમજી શકે તે માટે જૈન શિક્ષાવલીની યોજના હાથ ધરવામાં આવી છે. હાલ તેમાં બાર પુસ્તક પ્રકટ કરવામાં આવે છે, પરંતુ સંયોગ વધારે સાનુકૂળ દેખાશે તે તેમાં બીજાં પુસ્તકે પણ પ્રક્ટ કરવામાં આવશે.
આ પુસ્તકે દીર્ધચિંતન-મનનનાં પરિણમે સુંદર શલિમાં લખાયેલાં છે. એટલે તે સહુને પસંદ પડશે એમાં શંકા નથી.
જૈન શિક્ષાવલીની યોજના સાકાર બની તેમાં અનેક મુનિરાજે, સંસ્થાઓ અને ગૃહસ્થોને સહકાર નિમિત્તભૂત છે. ખાસ કરીને પ. પૂ. આ. મહારાજશ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી, તેમનાં વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજશ્રી કીર્તિવિજયજી, પ. પૂ. આ. મહારાજશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજીનાં શિષ્યરત્ન પૂ. પં. મહારાજ શ્રીભદ્રંકરવિજયજી, પૂ. મુ. શ્રી ભાનુવિજયજી, તથા પૂ. મુ. શ્રી કુંદકુંદવિજયજી તેમજ પ. પૂ. આ. મહારાજશ્રી વિજયજંબુસૂરીશ્વરજી, તેમનાં શિષ્યરત્ન મુ. શ્રી રૈવતવિજયજી અને પ. પૂ. આ. મહારાજશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજીનાં વિદ્વાન શિષ્યરત્ન પૂ. પં. ભ. શ્રી ધુર ધરવિજયજી તથા પ. પૂ. આ. મહારાજશ્રી વિજયધર્મસૂરિજીનાં શિષ્યરત્ન મુનિશ્રી યશોવિજયજી વગેરેએ આ યોજનાને સત્કારી તેને વેગ આપવામાં કિંમતી સહાય આપી છે, તે માટે તેમને ખાસ આભાર માનીએ છીએ. ઉપરાંત શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ચંદુલાલ વર્ધમાન, શેઠ ચતુરભાઈ નગીનદાસ (બેલગામવાળા ), શ્રીમાન બી. કે. શાહ, યોગી શ્રી ઉમેશચંદ્રજી, શ્રી નાગકુમાર મકાતી તથા જૈનધાર્મિક શિક્ષણસંધ-મુંબઈને કાર્યવાહકે શ્રી પ્રાણજીવન હ. ગાંધી વગેરેએ આ કાર્યમાં સહકાર આપી અમને ઉત્સાહિત કર્યા છે, તે માટે તેમને પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકેમાં વિજ્ઞાપન આપનાર દરેક સંસ્થાઓના પણ અમે આભારી છીએ.
પ્રકાશક,
Page #6
--------------------------------------------------------------------------
________________
વિ ષ યા નુ કમ
૧ ઉપકમ ૨ સામાન્ય ગૃહસ્થમ
૧ દ્રવ્ય ન્યાયથી મેળવવું. ૨ વિવાહ સમાન કુલ–આચારવાળા પણ અન્યો
ત્રીથી કર. ૩ શિષ્ટાચારની પ્રશંસા કરવી. ૪ છ અંતરશત્રુઓનો ત્યાગ કરે. ૫ ઇંદ્રિયને કાબૂમાં રાખવી. ૬ ઉપદ્રવવાળાં સ્થાનનો ત્યાગ કરે. ૭ સારા પાડેશવાળાં સ્થાનમાં એગ્ય ઘરમાં રહેવું, ૮ પાપથી ડરતાં રહેવું. ૯ પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. ૧૦ કેઈને અવર્ણવાદ બોલ નહિ. ( ૧૧ ખર્ચ આવક પ્રમાણે રાખ.
૧૨ પિશાક વૈભવ વગેરે પ્રમાણે રાખવે. ૧૩ માતાપિતાની સેવા કરવી. ૧૪ સંગ સદાચારી પુરુષને કરે. ૧૫ કરેલા ઉપકારને જાણ. ૧૬ અજીર્ણ હોય તે જમવું નહિ. ૧૭ અવસરે પ્રકૃતિને અનુકૂળ લાલસા વિના જમવું. ૧૮ સારી વર્તણુકવાળા અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી.
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૯ નિંઘ કામમાં પ્રવૃત્તિ કરવી નહિ. ૨૦ ભરણપોષણ કરવા યોગ્યનું ભરણપોષણ કરવું. ૨૧ દીર્ધદશ થવું. રર રેજ ધર્મકથા સાંભળવી. ૨૩ દયાળુ થવું. ૨૪ બુદ્ધિના આઠ ગુણોનું સેવન કરવું. ૨૫ ગુણને પક્ષપાત કર. ૨૬ હમેશા અદુરાગ્રહી બનવું. ૨૭ વિશેષજ્ઞ થવું. ૨૮ અતિથિ, સાધુ અને દીનની સેવા કરવી. ૨૯ પરસ્પર બાધ ન આવે એ રીતે ધર્મ-અર્થ
કામ સેવવા. ૩૦ દેશ અને કાલથી વિરુદ્ધ પરિચર્યાનો ત્યાગ કરવો. ૩૧ બલાબલ વિચારીને કામ કરવું. ૩૨ કલાગણી ધ્યાનમાં રાખીને વર્તવું. ૩૩ પપકાર કરવામાં કુશળ થવું. ૩૪ લજજાવાન થવું.
૩૫ મુખાકૃતિ સૌમ્ય રાખવી. ૩ વિશેષ ગૃહસ્થ ધર્મ અથવા શ્રાવકનાં બાર વતે
સમ્યક્ત્વની ધારણા. બાર વ્રતનાં નામ. પહેલું સ્થૂલપ્રાણાતિપાત-વિરમણવ્રત. બીજું સ્થૂલ મૃષાવાદ-વિરમણ–વ્રત. ત્રીજું સ્થૂલ અદત્તાદાન-વિરમણ-ત્રત. ,
Page #8
--------------------------------------------------------------------------
________________
ચાથુ' સ્થુલમૈથુન–વિરમણુ–વ્રત. પાંચમું પરિગ્રહ-પરિમાણુ-વ્રત. દિક્-પરિમાણુ-વ્રત. સાતમું ભાગે પભાગ–પરિમાણુ-વ્રત. આઠમું અનથ ક્રૂડ—વિરમણુ-વ્રત. નવમું સામાયિક–વ્રત.
દશમું દેશાવકાશિક-વ્રત,
અગિયારમું પાષધ–ત્રત. ખારમું અતિથિસ વિભાગ–ત્રત. શ્રાવકની દ્દિનચર્યા
૪ મંગલ ભાવના.
Page #9
--------------------------------------------------------------------------
________________
॥ ૐ દો અન્નેં નમઃ।
આદર્શ ગૃહસ્થ
૧-આદર્શ ગૃહસ્થ કાણુ બની શકે?
જૈન મહિષ આએ જણાવ્યું છે કે “ જે મનુષ્ય માત્ર ખાઈપીઈને તથા એશઆરામ કરીને પેાતાના દ્વિવસા પૂરા કરે છે, તે પશુતુલ્ય છે. તે જો પેાતાના સંસ્કારાની સુધારણા કરે અને યમનિયમાનું યથાશક્તિ પાલન કરે તા આદર્શ ગૃહસ્થ બની શકે છે અને મહામોંઘા મનુષ્ય ભવ પામ્યાની કૈંક સાર્થકતા કરી શકે છે. તેમાં સંસ્કારાની સુધારણા માટે સામાન્ય ગૃહસ્થધર્મનું વિધાન છે અને યમનિયમાનાં યથાશક્તિ પાલન માટે વિશેષ ગૃહસ્થધનુ વિધાન છે.' તાત્પર્ય કે આદર્શ ગૃહસ્થ બનવાની ઈચ્છા રાખનારે સામાન્ય અને વિશેષ ગૃહસ્થ ધર્મનુ સ્વરૂપ સારી રીતે સમજી લેવું જોઈએ અને તેને અનુસરવાના પુરુષા સેવવા જોઈ એ,
૨-સામાન્ય ગૃહસ્થધમ
સંસ્કારની સુધારણા માટે ચાજાયેલા સામાન્ય ગૃહસ્થધમ માં પાંત્રીશ નિયમેાનું વિધાન કરવામાં આવ્યુ છે, તે સર્વ શિષ્ટ પુરુષને સંમત એવા નીતિમાનાં અનુસરણ
Page #10
--------------------------------------------------------------------------
________________
८
આદર્શ ગૃહસ્થ
રૂપ હોવાથી • માર્ગાનુસારીના પાંત્રીશ ગુણા’ તરીકે
૮
પણ પ્રસિદ્ધ છે.
આ ગુણ્ણાના ક્રમ જુદા જુદા મહષિઓએ જૂદી જૂદી રીતે બતાવ્યા છે, પણ તેમાં મૌલિક ભેદ કોઈ પ્રકારના નથી. અહીં બતાવેલા ગુણાના ક્રમ પૂજ્ય મહેાપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિવરે ધર્મ સંગ્રહમાં જણાવ્યા મુજબના સમજવા.
(૧) ન્યાયસંપન્નવિમવત્તા-વૈભવ ન્યાયથી મેળવવા. ગૃહસ્થને જીવનનિર્વાહ માટે ધનની જરૂર છે, તેથી તેણે ધન મેળવવા માટે પ્રયત્ન કરવા રહે. આ પ્રયત્ન ધધારૂપ અને નાકરીરૂપ એમ અને પ્રકારના હોઈ શકે છે. તેમાં ધંધા કરનારે મનતાં સુધી બાપદાદાએ ખેડેલા ધંધા જ ખેડવા જોઈએ, જેથી તે ધંધા જલ્દી હાથ બેસી જાય અને આજીવિકા સફલતાથી ચાલી શકે. પરંતુ એ ધા નિદ્ય હાય જેમ કે ચારી કરવી, ધાડ પાડવી, વાટ આંત રવી, ઠગાઈ કરવી, દારૂ ગાળવા, જુગારખાનું ચલાવવુ, કુટ્ટણખાનું ચલાવવું, પશુઓના શિકાર કરવા, માછલાં પકડવાં, મનુષ્યને પકડીને વેચવા વગેરે, તેા એ ધંધાને-ત્યાગ કરીને અનિંદ્ય ધંધા સ્વીકારવા. આ ધધંધા તથા નાકરીમાં ન્યાયથી વતી ધન પેદા કરવું, પણ અન્યાયના આશ્રય લઈને ધન પેદા કરવું નહિં. સ્વામી કે માલીકના દ્રોહુ કરવા, મિત્રાને ઠગવા, જેણે આપણામાં વિશ્વાસ મૂકો હાય તેની વચના કરવી, એક યા ખીજા પ્રકારે ચારી કરવી, લાંચરૂશ્વત લઈને માલીકનું કામ ખ઼ગાડવુ કે તેના
Page #11
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થ ધર્મ
હકમાં નુકશાન કરવું, તેમ જ દગોફટકે કર, એ અન્યાય છે અને તેને ત્યાગ કરી પ્રામાણિકપણે વર્તવું એ ન્યાય છે.
નીતિકારે કહે છે કેनिन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अधव वा मरणमस्तु युगान्तरे वा, न्यायात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥....
વ્યવહારકુશળ પુરુષ નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી આવે કે ઈચ્છા પ્રમાણે ચાલી જાય, મરણ આજે આવે કે યુગ પછી આવે, પણ ધીર પુરુષે ન્યાયના માર્ગમાંથી પગલું પણ પાછા હઠતા નથી.” - અહીં કેઈ એમ કહે કે “ન્યાયથી જ ધન શા માટે મેળવવું?' તેના ઉત્તરમાં જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે “ન્યાયથી ઉપાર્જન કરેલું ધન જ આ લેક અને પરલોકમાં હિતકારી થાય છે. ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ઉપલેગ નિઃશંકપણે થઈ શકે છે, તે આ લેકને હિતકારી છે અને તેનાથી તીર્થગમન વગેરે વિધિપૂર્વક થઈ શકે છે, તે પરલોકને હિતકારી છે.” છે જેઓ અન્યાયથી ધન મેળવે છે, તેઓ એને ઉપભિગ નિઃશંકપણે કરી શકતા નથી, એ આપણે અનુભવથી જિઈ શકીએ છીએ. વિશેષમાં આવું ધન આવ્યા પછી બુદ્ધિ બગડે છે, ઘરમાં કજિયા-કંકાસનું પ્રમાણ વધી જાય છે અને ઉપરાઉપરી માંદગીએ આવી કે અકાળ મૃત્યુ પામી
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
આદર્શ ગૃહસ્થ
સ્વજના ચાલ્યા જાય છે, એ પણ આપણા અનુભવમાં આવે આમ છતાં મનુષ્ય અન્યાયથી ધન મેળવવાની વૃત્તિના ત્યાગ કરી શકતા નથી, એ કુસંસ્કારની કાલિમાના પ્રતાપ છે: ઘણા મનુષ્યા એમ જ માની બેઠા છે કે સીધા રસ્તેથી એટલે ન્યાયનીતિ કે પ્રામાણિકતાથી ધન પેદા કરી શકાય જ નહિ, પરંતુ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. મનુષ્ય ધારે તે ન્યાયનીતિથી–પ્રામાણિકતાથી ધન પેદા કરી શકે છે તથા તેના નિઃશક ઉપયોગ કરીને સુખી થઈ શકે છે. અને તેટલા સારા માલ લાવવા, તેને એક જ ભાવે વેચવા અને તે ખરીદવા માટે બાળક આવે તે પણ તેને છેતરવા નહિ, આ સિદ્ધાંતનું પાલન કરનારાઆએ થાડા જ વખતમાં પેાતાની શાખ જમાવી પુષ્કળ ગ્રાહકનું આકર્ષણ કર્યાના તથા સારી રીતે ધન પેદા કર્યાના દાખલાઓ આજે પણ અનેક સ્થળે જોવામાં આવે છે, એટલે ન્યાયનીતિ કે પ્રામાણિકતાથી ધન પેદા કરી શકાય છે, એમાં કાઈ એ શંકા રાખવી નહિ. અન્યાય એ કુસંસ્કાર છે, ન્યાય એ સુસ'સ્કાર છે.
(૨) ઝુલશીહલમેન્ચનોત્રોચે લેવાનું—વિવાહ સમાન કુલ-આચારવાળા પણુ અન્યગેાત્રીય સાથે કરવા.
વિવાહ કે લગ્ન એ ગૃહસ્થ જીવનના પાયેા છે. જો તે ચાગ્ય રીતે ન નખાય તા વર અને કન્યા ઉભયનું જીવન મગરે છે અને ભારે અનથ થાય છે, તેથી અહીં કાની સાથે વિવાહ કરવા ? તેનું સૂચન કર્યું છે.
જેની સાથે લગ્ન કરવામાં આવે તેનું કુલ સમાન
Page #13
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થધમ
૧૧
જોઈએ. અહીં કુલ શબ્દથી પિતા, પિતામહ વગેરે પૂ પુરુષાથી ચાલ્યેા આવતા વશ સમજવાના છે. જો વર ઊંચા કુળના હોય અને કન્યા નીચા કુળની હાય તે કન્યાના અનાદર થવાના પ્રસંગ આવે છે અને એથી લગ્ન જીવનમાં વિક્ષેપ પડે છે. તે જ રીતે કન્યા ઊંચા કુળની. હાય અને વર્ નીચા કુળના હોય તેા કન્યાનાં મનમાં અભિમાન રહ્યા કરે છે અને તેથી પ્રસ ંગેાપાત્ત વરને મેણાં –ટોણાં મારે છે. આનું પરિણામ પણ સ્નેહભંગમાં જ આવે છે, તેથી સમાન કુલની હિમાયત કરવામાં આવી છે.
કુલ સરખુ હાય પણ આચાર સરખા ન હોય તે ડગલે ને પગલે જુદા પડવાના પ્રસંગ આવે છે ને તેમાંથી જુદાઇ જન્મે છે. પુરુષ કહે કે અમુક ભાજન અનાવા અને ' શ્રી કહે કે મને ખપતું નથી; અથવા સ્ત્રી કહે કે મદિરમાં ચાલેા અને પુરુષ કહે કે મારી મૂર્તિપૂજામાં શ્રદ્ધા નથી; ત્યારે કેવા વિસ'વાદ ઊભા થાય છે? તે આપણે જાણીએ છીએ. આ જ વસ્તુ નાની મેાટી અનેક ખાખતામાં સમજી લેવાની છે. તેથી કુલની સાથે શીલની સમાનતા પણ આવશ્યક છે.
વૈભવ, વેશ, ભાષા વગેરેમાં પણ સમાનતા હૈાય તે જરૂરી છે. પૈસાદાર પતિ અને ગરીબ પત્ની કે ગરીબ પતિ અને પૈસાદાર પત્ની એ એક પ્રકારનું કડુ છે. તેનુ પરિણામ ભાગ્યે જ સંતાષી જીવનમાં આવે છે. વેશ અને ભાષા જુદી હાય ત્યાં પણ વિચિત્ર સ્થિતિ પેદા થાય છે. પુરુષને સ્ત્રીના વેશ ગમતા નથી અને સ્ત્રીને પુરુષને
Page #14
--------------------------------------------------------------------------
________________
- ૧૨
આદર્શ ગૃહસ્થ
વેશ ગમતું નથી. તે જ રીતે પુરુષ સ્ત્રીની વાત પૂરી સમજતે નથી અને સ્ત્રી પુરુષની વાત પૂરી સમજતી નથી. એમાં કેટલીક વાર ભયંકર છબરડા પણ વળી જાય છે. ગુજરાતી અને બંગાળી, બંગાળી ને પંજાબી કે પંજાબી ને મદ્રાસી સ્ત્રીપુરુષનાં જે જેડાં બન્યાં છે, તેમનાં જીવનની કથની આનંદ ઉપજાવે એવી તે નથી જ. તેથી વૈભવ, વેશ અને ભાષામાં પણ સમાનતાની જરૂર છે. - કુલ, શીલ વગેરે સમાન હોય પણ વર કે કન્યા સ્વર્ગોત્રી હોય તે તેની સાથે વિવાહ કર યોગ્ય નથી. જે એક જ પુરુષથી ચાલ્યા આવતા વંશમાં ઉત્પન્ન થયેલ હોય તે સ્વગોત્રી કહેવાય છે. આવા સ્વગેત્રી સાથે લગ્ન થવાથી સંતતિ નબળી પાકે છે અને સમસ્ત પ્રજાનું ધેરણ નીચે ઉતરી જાય છે, એટલે તે વ્યવહાર કે ધર્મનાં કાર્ય સિદ્ધ કરી શકતી નથી. આજના વૈજ્ઞાનિકોએ કોસ બ્રીડીંગ એટલે બીજા વંશના પશુઓથી ઓલાદ પેદા કરાવવાને સિદ્ધાંત સ્વીકાર્યો છે, તે સ્વગેત્રી સાથે વિવાહ નહિ કરવાની શિક્ષાને સર્વથા યંગ્ય ઠરાવે છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે લાંબા સમયનું અંતર પડવાથી જેને ગેત્ર સંબંધ તૂટી ગયું હોય તેને અન્યનેત્રીય સમજવા.
( શાસ્ત્રકારેએ લગ્ન જીવનના જે લાભે બતાવ્યા છે, તે પણ પાઠકે એ બરાબર લક્ષમાં લેવા જેવા છે. લગ્નનું ફળ કુલીન સ્ત્રીને લાભ છે. કુલીન સ્ત્રીથી ધર્મની સુંદર આરાધના થઈ શકે છે, સંતતિ ઉત્તમ થાય છે, ચિત્ત સ્વસ્થ રહે છે, ગૃહકાર્યની સુઘડતા જળવાઈ રહે છે, આચારની રક્ષા થાય
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
સામાન્ય ગૃહસ્થ છે અને અતિથિ તથા સ્નેહીજનેને યોગ્ય સત્કાર થઈ શકે છે. વેશ્યાઓને રખાત તરીકે રાખવાથી કે મુક્ત સહચારથી આમાને કોઈ લાભ મળી શકતું નથી, એટલે. ગૃહસ્થ ગ્ય વિવાહ કરીને પિતાનું જીવન ગાળવું હિતાવહ છે. કેઈને નિષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું હોય તો તેણે ગૃહસ્થાશ્રમમાં ન રહેતાં સાધુજીવનને સ્વીકાર કરી લે ઈષ્ટ છે.
(૩) શિષ્ટાચારપ્રાંતા–શિષ્ટાચારવાળાની પ્રશંસા કરવી. જે પુરુષે જ્ઞાનવૃદ્ધની પાસે રહીને શિક્ષા પ્રાપ્ત કરે છે, તે શિષ્ટ કહેવાય છે. તેમનું આચરણ સામાન્ય રીતે આવું હોય છેઃ (૧) સર્વની નિંદાને ત્યાગ કરે. (૨) સજજન પુરુષોની પ્રશંસા કરવી. (૩) આપત્તિમાં ધેય ધારણ કરવું. (૪) અભ્યદયમાં એટલે ચડતીના સમયમાં ક્ષમા રાખવી. (૫) પ્રસંગ અનુસાર થોડું બેલવું. (૬) ખોટા વાદવિવાદને ત્યાગ કર. (૭) સ્વીકારેલાં કાર્યને પાર પાડવું. (૮) કુલધર્મનું પાલન કરવું. (૯) ખોટા ખર્ચને ત્યાગ કર. (૧૦) મુખ્ય કાર્ય કરવાનો આગ્રહ રાખો. (૧૧) પ્રમાદ કે આળસનો ત્યાગ કરે. (૧૨) લોકાચારનું પાલન કરવું. (૧૩) ઉચિત પ્રવૃત્તિ કરવી. (૧૪) કઠે પ્રાણ આવ્યા હોય તે પણ નિંદ્ય કામમાં જોડાવું નહિ. આ આચરણની પ્રશંસા કરવી એટલે તેને સારું માનીને તેમાં પ્રવૃત્ત થવું. . (૪) અરિષફવરાજનં–કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ અંતરનાં શત્રુ ગણાય છે, તેને ત્યાગ કરે. કામ એટલે અન્ય પરિગ્રહીતા, કન્યા, વિધવા વગેરે
Page #16
--------------------------------------------------------------------------
________________
આદશ ગૃહસ્થ
૧૪
સાથે વિષય ભાગવવાની દુષ્ટ ઈચ્છા. ક્રોધ એટલે પેાતાને તથા પારકાને નુકશાન પહેાંચાય તેવા હૃદયના રાષ કે ગુસ્સા, ઢાલ એટલે છતી શક્તિએ દાન ન આપવું કે વિના કારણે ખીજાની પાસેથી ધન લેવાની ઈચ્છા રાખવી. માન એટલે દુરાગ્રહે ચડવું કે વ્યાજખી વચન સ્વીકારવું નહિ. મદ એટલે કુલ, ખલ, જાતિ, ધન, વિદ્યા, રૂપ વગેરે આખતમાં પેાતાને ઉચ્ચ માની બીજાને હલકા પાડવા. હુ એટલે થાડા લાભ મળ્યે ફૂલાઈ જવુ કે અનથકારી કાર્યાં કરીને ખુશ થવુ.
(૫) ન્દ્રિયાળાં નથઃ ઇન્દ્રિયાને કાબૂમાં રાખવી. જેની ઇન્દ્રિયા કાબૂમાં કે વશમાં નથી, તે અનેક પ્રકારનું દુઃખ પામે છે અને વખતે પ્રાણ પણ ગુમાવે છે. તે મામ તમાં શાસ્ત્રકારોએ હાથી, મત્સ્ય, ભ્રમર, પતંગ અને સાપનાં જે ઉદાહરણા આપ્યાં છે, તે અહીં વિચારણીય છે.
હાથી સ્પસુખની અધિક કામનાવાળા છે, એટલે હાથણીને જોઈ તેના સ્પર્શ કરવા દોડે છે. તેના આ સ્વભાવ જાણીને હાથી પકડનારાએ જંગલમાં એક ખાડા ખાઢે છે, તેના પર વાંસ વગેરે મૂકી તેને પાંદડાંથી ઢાંકે છે અને તેની એક બાજુ બનાવટી હાથણી ઊભી રાખે છે. આ હાથણીને શ્વેતાં હાથી દાડતા આવે છે અને પેલા ખાડામાં પડી હાથી પકડનારાઓના હાથમાં જાય છે. આ રીતે સ્પર્શસુખની અધિક કામનાથી તે સ્વતંત્ર મટી પરતંત્ર થાય છે અને અનેકવિધ યાતનાએ ભાગવે છે. મત્સ્ય એટલે માછલું. તે રસલાલસાને લીધે કાંટા પર રહેલા
Page #17
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થધમ
માંસને ટુકડે ખાવા દેડે છે અને તે કાંટે તેનાં ગળામાં ભેંકાતાં પ્રાણ ગુમાવે છે. ભ્રમર સુગધની આસક્તિએ કમળમાં પડયો રહે છે અને હાથીએ એ કમળને મુખમાં પધરાવતાં મૃત્યુને શરણ થાય છે. પતંગ રૂપની લાલસાએ દીવાની તમાં ઝંપલાવે છે અને બળીને ખાખ થઈ જાય છે. સાપ શબ્દશ્રવણની લાલસાએ મેરલીના નાદથી ડેલવા માંડે છે અને મદારીના હાથે પકડાઈ જાય છે. પછી આખું જીવન કરંડિયામાં પરાધીનપણે વીતાવવું પડે છે. આ રીતે એક એક ઇંદ્રિય કાબૂમાં નહિ રાખવાથી ભયંકર પરિણામ આવે છે, તે જેની પાંચે ઇઢિયે કાબૂમાં ન હોય તેનું કહેવું જ શું?
(૬) કાજુતરાનવિવર્ઝન—ઉપદ્રવવાળાં સ્થાનને ત્યાગ કરે. શત્રુની ચડાઈથવાથી, બળો જાગવાથી, રોગચાળો ફાટી નીકળવાથી, દુકાળથી, અતિવૃષ્ટિથી કે એવાં જ બીજાં કઈ કારણેએ જે સ્થાન ઉપકવવાળું બન્યું હોય તેને ત્યાગ કરે. હઠ કરીને એવાં સ્થાનમાં પડયા રહેતાં સર્વસ્વ ગુમાવવાનો પ્રસંગ આવે છે.
(७) सुपातिवेश्मिके स्थानेऽनतिप्रकटगुप्तके । अनैकનિમદા વિનિવેરાનમ્ સારા પાડોશવાળા સ્થાનમાં, અતિ પ્રકટ પણ નહિ અને અતિ ગુપ્ત પણ નહિ, એવા ઘણા દ્વારે વિનાના ઘરમાં રહેવું.
સારા પાડોશમાં રહેતાં આપણાં જીવન પર સારી અસર થાય છે અને ખરાબ પાડોશમાં રહેતાં આપણાં જીવન પર ખરાબ અસર થાય છે. “કયા પાડોશને ખરાબ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬
આદર્શ ગૃહસ્થ
ગણવા ?' એ પ્રશ્નના ઉત્તરમાં જેમ મહર્ષિઓએ નીચેની ગણના કરાવી છે:
જ્યાં દાસપણું કરનારા, પશુએથી ભાડાં વગેરે દ્વારા આજીવિકા ચલાવનારા, લેાકેાને હાસ્ય-વિસ્મયથી રજિત કરનારા એટલે મશ્કરા કે મેવડા, સાધુ–સન્યાસી વગેરે રહેતા હોય તેને ખરાબ પાડાશ ગણવા. તે જ રીતે જ્યાં સ્મશાનરક્ષક, જાળ નાખનાર, પારધિ, શિકારી, ચાંડાલ, ભીલ વગેરે હલકી જાતિના મનુષ્યા રહેતા હાય તેને પણ ખરામ પાડોશ ગણવા અને વેશ્યા, ભાંડ, નટ, ભાટ, ચામડાં કેળવનારા, અધર્મી, નિજ્જ, ચાર, રોગી, સ્વામીદ્રોહી કે–સ્રીબાળહત્યા કરનાર વસતા હાય, તેને પણ ખરાબ પાડાશ ગણવા.
જે જમીનમાં હાડકાં, કાલસા વગેરે શસ્યેા ન હોય, જે જમીનમાં ઘણા પ્રમાણમાં ધરે વગેરે ઉગતી હોય, જે જમીનની માટી સારા વણુગંધવાળી હોય, જે જમીનમાં સ્વાદ્દિષ્ટ પાણી હોય તે જમીન પર ગુણદોષસૂચક શકુન, સ્વપ્ન તથા લેાકવાયકા વગેરે જાણીને ઘર બાંધવુ,
સારા પાડાશ અને શુદ્ધ ભૂમિ પણ અતિ પ્રકટ એટલે રાજમાગ ઉપર કે અતિ ગુપ્ત એટલે ગલીકુચીમાં ન જોઈએ. રાજમાગ ઉપર પાળ-દરવાજાના અભાવે ચેારી વગેરેના ભય વિશેષ રહે અને ગલીકુંચીમાં હોય તે શાભા ધારણ કરે નહિ. વળી ભય વખતે તેમાંથી નીકળી જવાનું પણ મુશ્કેલ બને.
ઉપરાંત તે ઘર જવા આવવાનાં ઘણાં દ્વારાવાળુ
Page #19
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થ ધર્મ
ન હેવું જોઈએ, કારણ કે તેથી ધન અને કુલસ્ત્રીઓ વગેરેની રક્ષા થઈ શકે નહિ.
આ રીતે સારા પાડોશમાં, શુદ્ધ ભૂમિ પર અતિ ગુપ્ત પણ નહિ અને અતિ પ્રકટ પણ નહિ, તેમજ ઘણાં દ્વારા વિનાનું ઘર ધર્મનું પિષક બને છે, માટે તેનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે.
(૮) મીરા–પાપથી ડરતાં રહેવું.
આપણે સર્પની નજીક જતા નથી, કારણ કે તેમ કરતાં સર્પદંશ થવાનો ભય રહે છે અને તેથી પ્રાણહાનિને સંભવ છે. આપણે અગ્નિની નજીક પણ જતા નથી, કારણ કે તેમ કરતાં તેની ઝાળ આપણું કપડે અડી જવાને ભય રહે છે અને તેથી આપણે સળગી ઊઠીએ તે સંભવ છે. આપણે વિશ્વની નજીક પણ જતા નથી, કારણ કે કેટલાંક વિષે સ્પર્શ માત્રથી પણ પ્રાણનો નાશ કરનારાં હોય છે. આ કારણે આપણે તે બધાથી ડરીને ચાલીએ છીએ અને તે જ આપણા પ્રાણની રક્ષા કરી શકીએ છીએ.
આ રીતે પાપને પણ અત્યંત હાનિકર માની તેનાથી ડરતા રહીએ તે જ આપણે પાપથી બચી શકીએ.
પાઈમાં શું? ” “પૈસામાં શું?” એમ માનીને જુગારની નજીક જનારા આખરે પિતાની તમામ મિલકત હારી જાય છે અને રસ્તાના રઝળતા ભીખારી થાય છે. આજ પેન ચોરી, કાલે પૈસે ચોર્યો, એ રીતે ચેરીની નજીક જનાર આખરે મહાન ચાર બને છે અને લાજઆબરૂના નાશ સાથે અનેક જાતની શિક્ષા પામી ભયંકર દુખ ભેગવે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
આદર્શ ગૃહસ્થ
માંસભક્ષણ, મદિરાપાન, પરસ્ત્રીસેવન, વેશ્યાગમન, શિકાર વગેરે પાપા પણ જીવનની ભયંકર પાયમાલી નાતરનારાં છે, એટલે તેનાથી ડરીને ચાલવુ' એ જ ગૃહસ્થજીવનની ઘેાભા છે. (૯) થાત?શાચામપાલનમ્—પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. શિષ્ટ પુરુષાની સંમતિપૂર્વક પ્રવતેલા દેશના જે આચારા લાંબા કાળથી રૂઢ થયેલા હોય અને તેથી વ્યવહારરૂપ બની ગયા હેાય તેનું પાલન કરવું. તેથી વિરુદ્ધ વર્તન કરતાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે, ધમની નિંદા થાય છે અને પ્રતિષ્ઠામાં ઘટાડા થાય છે.
૧૮
(૧૦) સર્વેશ્વનપવાવિત્યું નૃવત્રુ વિશેષતઃ—કાઇના અવર્ણવાદ ખાલવા નહિ, રાજા વગેરેના ખાસ કરીને. અવર્ણવાદ ખાલવા એટલે ઘસાતું ખેલવું કે નિંદા કરવી. કાઈની નિંદા કરવાથી મન દૂષિત થાય છે, વાણી અપવિત્ર થાય છે, સમય બગડે છે અને શત્રુએ ઊભા થાય છે, તેથી નિંદા કરવાની ટેવ બહુ ખૂરી મનાય છે. રાજા વગેરે માન્ય વર્ગની નિંદા તા બિલકુલ કરવી નહિ, કારણ કે તે એમનાં જાણવામાં આવે તે દ્રવ્ય અને પ્રાણ બનેની હાનિ થાય છે. વર્તમાન કાળમાં પ્રધાના, મેટા અધિકારીઓ વગેરેની ગણના માન્ય વર્ગમાં થાય છે. તેમની નિંદા કરવાથી અનેક વમાનપત્રાએ તથા પેઢીઓએ ખૂબ નુકશાન વેઠયાના દાખલા અમારી જાણમાં છે, એટલે માન્ય વર્ગની નિંદા ન કરવાની સલાહ ઘણી જ ઉપયાગી છે. કાઈ માણસની નાનકડી ભૂલને ખૂબ મોટુ રૂપ આપી તેને ઉતારી પાડવા એ દુષ્ટતાભર્યો વ્યવહાર છે, એટલે
Page #21
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થધર્મ
અહીં તેને નિષેધ કરવામાં આવે છે.
(૧૧) આચિત્તવય–ખર્ચ આવક પ્રમાણે રાખો. જેઓ ઉડાઉપણાની આદતથી કે બીજાની દેખાદેખીથી આવક કરતાં ખર્ચ ઘણે રાખે છે, તે થોડા જ વખતમાં કઢંગી સ્થિતિમાં આવી પડે છે. અર્થાત્ તેની પાસે જે મૂડી હોય તે ખલાસ થાય છે, બીજાને દેવાદાર બને છે અને કદી અવળા માગે પણ ચડી જાય છે. અવિચારી ખર્ચ કરવાથી રાજા-મહારાજાના ભંડાર પણ ખૂટી જાય છે, ત્યાં સામાન્ય ગૃહસ્થનું તે કહેવું જ શું? ત્રેવડ એ ત્રીજો ભાઈ છે, એમ માનીને ચાલનારે ગૃહસ્થ જ આદર્શ બની શકે છે.
(૧૨) રેજો વિખવાદનુણાતા–પિશાક વૈભવ વગેરે પ્રમાણે રાખો. ગૃહસ્થની જેવી સ્થિતિ કે જે દરજજો હેય તે પિશાક પહેરો ગ્ય છે. એક શ્રીમંત માણસ મેલાઘેલાં કે ફાટેલાંતૂટેલાં વસ્ત્ર પહેરે તે લોકો જરૂર માને કે આ તે ભારે કૃપણ છે. તે જ રીતે સામાન્ય સ્થિતિને ગૃહસ્થ એકદમ ભારે પિશાક પહેરીને નીકળે તે લેકે જરૂર માને કે આ તે ઉડાઉ છે કે કેઈની બના વટ કરવા નીકળે છે. દરજને એગ્ય પિશાક નહિ પહેરવાથી પણ લોકોમાં નિંદા થવાને સંભવ છે, એટલે અધિકારી, ડૉકટર, વૈદ્ય, વકીલ, વ્યાપારી વગેરેએ પોતપોતાના દરજજાને યોગ્ય પિશાક પહેરવા જોઈએ. અહીં એટલું યાદ રાખવું કે સુઘડતા દરેક અવસ્થાવાળા માટે જરૂરી છે. ' (૧૩) માતાપિત્રન–માતાપિતાની સેવા કરવી. માતાપિતા અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પુત્રપરિવારને
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦
આદર્શ ગૃહસ્થ માટે કરે છે અને તેને માટે ભારે ભેગ આપે છે, તેથી તેમને ઉપકાર આ જગતમાં સહુથી મોટું ગણાય છે. તેમના પ્રત્યે પુત્ર-પુત્રીઓનું વર્તન વિનયભરેલું જ હોવું જોઈએ. તેમની સેવા કરવી એટલે તેમને ત્રિકાલ પ્રણામ કરવા, આલેક-પરલેકમાં હિતકર એવી ધાર્મિક પ્રવૃત્તિમાં જોડવા, તીર્થયાત્રા કરાવવી, દરેક બાબતમાં તેમનું માન રાખવું, ફળ-ફૂલ-મેવા-મીઠાઈ આદિ જે કંઈ નવું આવ્યું હોય તે પ્રથમ તેમની આગળ ધરીને પછી જ વાપરવું, તેમને જમાડીને જમવું, સૂવાડીને સૂવું, તેમની તબિયત બરાબર ન હોય તે ઉપચાર કરવા, વિદ્ય-ડેકટરને બોલાવી લાવવા તથા તેમને જે રીતે સુખ ઉપજે તેમ કરવું. માતાપિતાની ઉત્તમ પ્રકારે સેવાભક્તિ કરવા માટે શ્રવણકુમારનું જીવન આપણા દેશમાં ઉદાહરણ રૂપ ગણાય છે. તેણે વૃદ્ધ માતાપિતાને કાવડમાં ખભે ઉચકી પગપાળા અનેક તીર્થોની યાત્રા કરાવી હતી. ભરતને રાજ્ય સેંપવાનાં પિતા દશરથનાં વચનને અખંડ રાખવા રામચંદ્રજીએ વનવાસ સ્વીકાર્યો હતે.
(૧૪) રાજા –સંગ સદાચારી પુરુષોને કરે. સામાન્ય રીતે મનુષ્યને એકલા ગઠતું નથી, એટલે તે કેઈને સંગ કે કેઈની સોબત ઈચ્છે છે. આ સંગ જે સદાચારી પુરુષને થાય તે તેનામાં સદાચાર આવી તેનું જીવન સુધરે છે અને દુરાચારી પુરુષને થાય તે તેનામાં અનેક જાતના દુર્ગણે દાખલ થઈ તેનું જીવન બગડે છે. પિપટનાં બે બચ્ચાંઓમાંથી જે સગૃહસ્થને ત્યાં વેચાયું,
Page #23
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થધમ
૨૧
તે ‘આવા પધારા’ એમ ખેલતાં શીખ્યું અને જે વાઘરીને ત્યાં વેચાયું, તે ‘મારા-કાપે’ એમ ખેલતાં શીખ્યું, એટલે સંગની અસર પશુ, પ`ખી કે મનુષ્યનાં જીવન પર સ્પષ્ટ છે. કાગડાની સાથે પ્રવાસ કરતાં હુંસના પ્રાણ ગયા એ કાણુ નથી જાણતું ? અગ્રેજી ભાષામાં એક કહેવત છે કે ‘ મનુષ્ય જેવા મિત્રા કરે છે, તેવા જ તે હેાય છે. ’ તાત્પર્ય કે સારાની સામત કરે તા એ સારા છે અને ખરામની સામત કરે તા એ ખરાબ છે.
(૧૫) ધ્રુતજ્ઞતા—કરેલા ઉપકારને જાણવા. કાઇએ નાના પણ ઉપકાર કર્યાં હેાય તા તેને યાદ રાખવા અને પ્રસંગ મળતાં તેના અનેક ગણા બદલે વાળવાની ભાવના રાખવી. ઊંદર જેવા એક તિયચ પ્રાણીએ પેાતાના પર થયેલા ઉપકારને યાદ લાવી સિંહની જાળ કાપી હતી, તા બુદ્ધિમાન મનુષ્ય પોતાના ઉપર થયેલા ઉપકારને કેમ ભૂલી શકે? જે પેાતાના પર થયેલા ઉપકારને ભૂલી જાય છે, તેઓ કૃતજ્ઞ કહેવાય છે અને તેમની ગણના દુષ્ટ પુરુષામાં થાય છે.
(૧૬) અનીલૈંડમોનનમ્—અજીણુ હોય તે જમવું નહિ. પ્રથમનું ભેજન બરાબર પચ્યા વિના જમવાથી અનેક પ્રકારના રાગા થાય છે અને શરીરસ્વાસ્થ્ય બગડે છે. વૈદકશાસ્ત્ર કહે છે કે નીચેનાં ચિહ્નો જણાય તે અજીર્ણ જાણવુ': (૧) પૂઠેથી દુગ ધવાળા વાયુ છૂટવા. (૨) ઝાડામાં વાસ આવવી, (૩) ઝાડા બંધાયા વિનાના થાડા થાડા
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૨
આદર્શ ગૃહસ્થ
ઉતર. (૪) શરીર ભારે લાગવું. (૫) અન્ન પર રુચિ ન થવી. (૬) ખરાબ ઓડકાર આવવા વગેરે. અજીર્ણને દૂર કરવાના ઉપાયો અનેક છે, તેમાં આહારત્યાગને ઉપાય સહુથી શ્રેષ્ઠ છે, તેથી જ અહીં અજીર્ણ હોય તે જમવું નહિ, એવી શિક્ષા અપાયેલી છે.
(૧૭) શાહે મુક્તિઃ સારાચત–અવસરે પ્રકતિને અનુકૂળ લાલસા વિના જમવું. ગૃહસ્થ કેવું ભેજન કરવું? તે માટે અહીં ત્રણ નિયમો જણાવ્યા છે. પ્રથમ તે ભેજન અવસરે એટલે રેજના સમયે કરવું. એથી ખેરાક પર રુચિ થાય છે અને ખાધેલું પચી જાય છે. એક દિવસ સવારના દશ વાગે તે બીજા દિવસે બપોરના બાર વાગે અને ત્રીજા દિવસે બપોરના દેઢ-બે વાગે એમ ભૂજન કરવાથી ભૂખ મરી જાય છે તથા પાચનશક્તિમાં અવ્યવસ્થા પેદા થાય છે. “સે કામ મૂકીને ખાવું' એ કહેવતને અર્થ એ છે કે કામધંધાની ગમે તેવી ધમાલ હોય તે પણ ખાવાને સમય સાચવી લે.
બીજું, જે ભેજન પ્રકૃતિને અનુકૂળ હોય તેવું કરવું, પણ પ્રતિકૂળ હોય તેવું કરવું નહિ. કયું ભેજના પિતાને અનુકૂળ છે અને કયું ભજન પિતાને પ્રતિકૂળ છે ? એ દરેક મનુષ્ય પોતાના અનુભવથી જાણી શકે છે, છતાં સમજ પડતી ન હોય તે વૈદ્ય, ડૉકટર કે આહારશાસ્ત્રીની સલાહ લઈ એ બાબતને નિર્ણય કરી શકાય છે.
ત્રીજું, ભેજના પિતાની પ્રકૃતિને અનુકૂળ હોય તે પણ લાલસાથી કરવું નહિ. ડાઢે સ્વાદ લાગવાથી પ્રમાણ કરતાં
Page #25
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થધર્મ
૨૩
વધારે ખાઈ લેવું એ લાલસાથી ભોજન કર્યું કહેવાય. એનું પરિણામ સ્વાધ્યના બગાડમાં જ આવે. ઊણે દરી રહેવામાં કેટલા ફાયદા છે, તે તપની મહત્તા નામના આઠમા નિબંધમાં જોઈ શકાશે.
(૧૮) વૃત્તરચાનવૃદ્ધા –સારી વર્તણુકવાળા અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી. નઠારી વર્તણૂકમાંથી નિવૃત્ત થનાર અને સારી વર્તણૂકમાં સ્થિર થનારને વૃત્તસ્થ કહેવાય છે અને જેમને જ્ઞાનખજાને વિપુલ હોય છે, તેમને જ્ઞાનવૃદ્ધ કહેવાય છે. આ બંને પ્રકારના પુરુષની સેવા કરવાથી આચરણ સુધરે છે તથા જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
(૧૯) રાષિકવર્તનપૂ–નિંદ્ય કામમાં પ્રવૃત્તિ કરવી નહિ. જે કામ સમાજમાં અધમ, હલકું કે નિંદ્ય ગણાતું હેય તેમાં પ્રવૃત્તિ કરવાથી પ્રતિષ્ઠાને નાશ થાય છે અને પ્રતિષ્ઠાને નાશ થયે કમશઃ સર્વનો નાશ થાય છે. કેઈ મનુષ્ય ઉત્તમ કુળમાં જન્મ્યો હોય પણ નિંદ્ય પ્રવૃત્તિ કરે તે એ પિતાનાં સ્થાનેથી ઉતરી પડે છે અને કે મનુષ્ય હલકા કુળમાં જન્મ્યો હોય પણ સારાં કામ કરે તે ઉન્નતિને પામે છે. આ વસ્તુ લક્ષમાં રાખી નિંદ્ય પ્રવૃત્તિ કરવી નહિ.
(૨૦) અજમા –જે ભરણપોષણ કરવા યોગ્ય હોય તેનું ભરણપોષણ કરવું. માતા, પિતા, દાદા, દાદી, પત્ની, પુત્રાદિ પરિવાર તથા આશ્રયે રહેલાં સગાંવહાલાં અને કરચાકર ભરણપોષણ કરવા યોગ્ય છે. તેમાં માતપિતા, સતી સ્ત્રી અને પિતાના નિર્વાહની જેમાં શક્તિ નથી તેવા પુત્રપુત્રી
Page #26
--------------------------------------------------------------------------
________________
આદર્શ ગૃહસ્થ
એનું ભરણપોષણ તે કઈ પણ ભેગે એટલે નેકરી, ચાકરી, મજૂરી કે સામાન્ય ગણાતો હેય એ ધંધે કરીને પણ કરવું અને સ્થિતિ સારી હોય કે ધંધો સારો ચાલતા હોય તે બીજા સગાંવહાલાં વગેરેનું પણ ભરણપોષણ કરવું. કહ્યું છે કે –
चत्वारि ते तात! गृहे वसन्तु, श्रियाभिजुष्ठस्य गृहस्थधर्मे । सखा दरिद्रो भगिनी व्यपत्या,
झातिश्च वृद्धो विधनः कुलीनः ॥ હે તાત! ગૃહસ્થને વિષે સંપત્તિથી યુક્ત એવા તમારાં ઘરમાં દરિદ્રી મિત્ર, છોકરા વગરની બહેન, કઈ પણ વૃદ્ધ જ્ઞાતિજન અને નિર્ધન થઈ ગયેલ કુલીન માણસ એ ચાર હમેશા નિવાસ કરીને રહો !' અર્થાત સદ્દગૃહસ્થ આ ચારનું પણ પિષણ કરવું યોગ્ય છે.
અહીં શાસ્ત્રકાર મહર્ષિઓએ કેટલીક સૂચના આપી છે, તે પણ વિચારવા યોગ્ય છે. તેમાંની પ્રથમ સૂચના એ છે કે તી યશોવિનિયો -તે બધાને ઉચિત કાર્યમાં જોડવા. અર્થાત્ જેને જે કાર્ય ગ્ય હોય, તેને તે કાર્ય સોંપવું, પણ તદ્દન નવરા રાખવા નહિ. “નવરા માણસો નખેદ વાળે” એ કહેવત સહુ જાણે છે. બીજી સૂચના એ છે કે તથg વસ્ત્રાતિ-તેમના ધર્મ, અર્થ અને કામ સંબંધી પ્રજનમાં હમેશા લક્ષ રાખવું. અર્થાત્ તેમને ધર્મારાધન અંગે જે કંઈ સાધન-સગવડની જરૂર હોય તે કરી આપવી, બે પૈસા વાપરવા આપવા ને આનંદવિનેદ
Page #27
--------------------------------------------------------------------------
________________
૨પ
સામાન્ય ગૃહસ્થ ધર્મ પણ કરાવે. ત્રીજી સૂચના એ છે કે પાક્ષિોથા રિતેમાંનું કેઈ અગ્ય રસ્તે ન ચડી જાય તે માટે પ્રયાસ કરો-કાળજી રાખવી. અને ચેથી સૂચના એ છે કે હે જાન- વત્તિ-જે તે પિષ્ય વર્ગ નિંદા કરવા
ગ્ય થાય તે ગૃહસ્થ પિતાનાં જ્ઞાન અને ગૌરવની રક્ષા કરવી. અર્થાત્ તેમને એ માર્ગે જવાનું ઉત્તજન ન આપતાં પિતાની લાજઆબરૂ જળવાઈ રહે એ રીતે વર્તવું.
(૨૧) તીન્િદીર્ઘદશ થવું. જે મનુષ્ય લાભાલાભને પૂરતે વિચાર કર્યા વિના કઈ પ્રવૃત્તિમાં ઝંપલાવે છે, તે ટૂંકી દૃષ્ટિવાળે કહેવાય છે અને જે મનુષ્ય લાભાલાભને પૂરતો વિચાર કરી લાભદાયી પ્રવૃત્તિમાં ઝુકાવે છે તે દીર્ધદષ્ટિવાળે કે દીર્ઘદર્શી કહેવાય છે. દીર્ધદર્શને પ્રાયઃ વિપત્તિ આવતી નથી, જ્યારે ટૂંકી દષ્ટિવાળે અનેક પ્રકારની આફતમાં સપડાય છે અને લાજઆબરૂ ગુમાવે છે. . (૨૨) ઘર્મશુત્તિ –રેજ ધર્મકથા સાંભળવી. ગૃહસ્થજીવનમાં અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિ હોય છે, તેમ છતાં થોડા સમય મેળવી સદ્ગુરુઓ દ્વારા કહેવાતી ધર્મકથા સાંભળવી. આ રીતે ધર્મકથા સાંભળવાથી મનુષ્યભવનું કર્તવ્ય સમજાય છે, તત્ત્વને બોધ થાય છે અને સદાચારમાં સ્થિર થવાનું બળ આવે છે. અહીં શાસ્ત્રકારોએ મેળવેલનું દષ્ટાંત આપ્યું છે, તે મનન કરવા ચગ્ય છે. નેળિયે સાપ સાથે લડવા માંડે છે, ત્યારે સાપ તેને અનેક જગાએ દંશ દે છે, પણ નેળિયે પિતાનાં દરમાં પેસી મેળવેલ નામની એક બુટ્ટી સુંઘી લે છે, એટલે તેનું ઝેર
Page #28
--------------------------------------------------------------------------
________________
આદર્શ ગૃહસ્થા ઉતરી જાય છે. આ પ્રમાણે જીવનની અનેક પ્રકારની ગડમથલમાં મનુષ્ય જુદાં જુદાં પાપોનું આચરણ કરે છે, પણ તે જ ધર્મ સાંભળે તે એ પાપમાંથી પાછા હઠવાની પ્રવૃત્તિ કરી શકે છે અને ધર્મપરાયણ બની આદર્શ જીવન ગાળી શકે છે.
(૨૩) –દયાળુ થવું. કેઈનાં દુઃખે દુખી થવું અને તેને દુઃખમાંથી બચાવવાની ભાવના રાખવી તે દયા કહેવાય છે. આપણે શું?” “એનાં કર્યા એ ભગવશે.”
એવા તે ઘણાય આવે, બધાને શી રીતે મદદ કરીએ?” વગેરે વિચારથી પ્રેરાઈને દુઃખીઓની ઉપેક્ષા કરવી કે તેમને તિરસ્કાર કરે, એ એક પ્રકારની અધમતા છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે કે –
દયા ધર્મ કે મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છાંડિયે, જબ લગ ઘટમેં પ્રાન,
(૨૪) વૃદ્ધિથ–બુદ્ધિના આઠ ગુણનું સેવન કરવું. ૧ શુશ્રષા-તાવ સાંભળવાની ઈચ્છા. ૨ શ્રવણતત્વ સાંભળવું. ૩ ગ્રહણ-સાંભળેલું ગ્રહણ કરવું. ૪ ધારણગ્રહણ કરેલાને ભૂલવું નહિ. ૫ ઊહ–જે અર્થ ગ્રહણ કર્યો તેને અન્વયથી વિચારે, અર્થાત્ તે શી રીતે સંગત બને તે દાખલા દલીલથી વિચારવું. ૬ અપહ-તેજ અર્થને વ્યતિરેકથી વિચારે, અર્થાત્ એના અભાવમાં કેવી વિરુદ્ધ પરિસ્થિતિ હોય તે યુક્તિ-દષ્ટાન્તથી જેવું. ૭ અર્થવિજ્ઞાનજમાદિ દોષ રહિત અર્થનું જ્ઞાન અને ૮ તત્વજ્ઞાન-અર્થને નિશ્ચિત બેધ. એ બુદ્ધિના આઠ ગુણ કહેવાય છે. તેનું
Page #29
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થ ધર્મ
૨૭૪ સેવન કરવાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. “જીવનનું
ય” નામક નિબંધમાં આ ગુણ પર વિસ્તારથી વિવેચન કરેલું છે, તે પાઠકોને યાદ હશે.
(૨૫) ગુખોપુ ક્ષત—ગુણને પક્ષપાત કર. ક્ષમા,. નમ્રતા, સરલતા, સંતેષ, ઉદારતા, દાક્ષિણ્ય, ધૈર્ય, પવિત્રતા, ધર્મપરાયણતા વગેરે ગુણે ગણાય છે. તેને પક્ષપાત . કરે, એટલે તેની પ્રશંસા કરવી. તાત્પર્ય કે જેનામાં આવા. ગુણે હોય તેમની પ્રશંસા કરવી, તેમને સત્કાર કરવો અને તેમનાં કાર્યમાં બનતી સહાય આપવી, એ આદર્શ ગૃહસ્થનું કર્તવ્ય છે.
(ર૬) રવાડનમિનિ –હમેશા અદુરાગ્રહી બનવુંપિતાની વાત છેટી જણાય છતાં ન છેડવી અથવા બીજાને પરાભવ કરવાની બુદ્ધિથી અન્યાયયુક્ત કાર્ય કરવું એ દુરાગ્રહ છે. આ દુરાગ્રહ સેવવાથી ગૃહસ્થ પિતાની સજજનતા ગુમાવે છે અને ધર્મથી ચુત થાય છે. જેને કઈ પણ પ્રકારને દુરાગ્રહ નથી, તેજ મનુષ્ય ધર્મ પામી શકે છે, એમ જાણીને હંમેશા અદુરાગ્રહી થવું.
(૨૭) વિશેષશાનમવદ–વિશેષજ્ઞ થવું. જે મનુષ્ય કઈ પણ વસ્તુના ગુણદોષ બરાબર સમજી શકે છે, તે વિશેષજ્ઞ કહેવાય છે. આ વિશેષજ્ઞ મનુષ્ય બનતાં સુધી કેઈથી છેતરાતા નથી, એગ્યની યોગ્ય કદર કરી શકે છેઅને અનેક વખત ઉપયોગી થઈ પડે છે. તેથી વિશેષજ્ઞ થવું એ આદર્શ ગૃહસ્થમાટે અત્યંત આવશ્યક છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
: ૨.૮
આદર્શ ગૃહસ્થ
--- ------- (૨૮) યથામતિથી સાધી સીજે પિન્નતા–અતિથિ સાધુ અને દીનની ગ્યતા પ્રમાણે સેવા કરવી. જેને વિશિષ્ટ ધર્મારાધનની પ્રવૃત્તિ સતત હેવાથી એ માટે કે એક તિથિ નિયત નથી, તે અતિથિ કહેવાય છે. તેમાં મહાવ્રતધારી મુનિમહર્ષિએ આવે. શિષ્ટ આચારનું પાલન કર નાર સજ્જન પુરુષો સાધુ કહેવાય. તેમાં અભ્યાગત, -મેમાન-પરેણુ વગેરે આવે. અને જેની અર્થોપાર્જન વગેરે
સર્વ શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે એ દીનજન કહેવાય. તે -બધાને ગ્યતા પ્રમાણે સત્કાર તથા સેવાસુશ્રષા કરવી ઘટે. -એક લેકકવિએ કહ્યું છે કે
મેમાનોને માન, દિલ ભરી દીધાં નહિ;
એ જાણ હેવાન, સાચું સેરઠિો ભણે
(૨૯) અન્યggધારેન ત્રિવાર સાધનY-પરસ્પર બાધા ન આવે એ રીતે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સેવવા. જેનાથી આત્માનો અભ્યદય થાય તે ધર્મ. જેનાથી વ્યવહારનાં સર્વ પ્રજને સિદ્ધ થાય તે અર્થ અને જેનાથી ઇન્દ્રિયની તૃપ્તિ થાય કે ઇદ્રિને પ્રતિ ઉપજે તે કામ. ગૃહસ્થ આ ત્રણે વર્ગની સાધના -એવી રીતે કરે કે તેમાં પરસ્પર બાધા ન આવે. એટલે એકનું સેવન અને બીજાની ઉપેક્ષા એ ઉચિત નથી. વધારે સ્પષ્ટ કહીએ તે ધર્મનું સેવન એવી રીતે ન કરવું કે જેથી
અર્થ અને કામ બગડે ને લેકમાં પોતાની તથા ધર્મની -હાંસી થાય. અર્થનું સેવન એવી રીતે ન કરવું કે જેથી
Page #31
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થધમ
૨૯ધર્મ અને કામને બાધ પહોંચતાં આલેક-પરલોક બગડે, અને કામનું સેવન એવી રીતે ન કરવું કે ધર્મ અને. અર્થ બગડે, જેથી આ જીવનની સગવડો અને પરલોક. હિતને બાધા પહોંચે.
(૩૦) રાવટા satoભૂ-દેશ અને કાલથી વિરુદ્ધ પરિચયને ત્યાગ કરે. દેશ એટલે ક્ષેત્ર, કાલ એટલે. સમય કે જમાને અને પરિચર્યા એટલે રહેણીકરણી. અર્થાત્ જે મનુષ્ય જે ક્ષેત્રમાં રહેતા હોય અને જે જમાનામાં રહેતે હેય તેણે તેને અનુરૂપ રહેણીકરણું રાખવી,.. પણ તેથી વિરુદ્ધ રહેણીકરણું રાખવી નહિ. દાખલા તરીકે ક્ષેત્રની દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છાસને અધિક ઉપ
ગ હિતાવહ છે, પણ તે જ ઉપગ સુરત જિલ્લામાં કરવામાં આવે તે જરૂર શરદી વગેરે દોષે ઉત્પન્ન થાય અને સ્વાથ્ય બગડે. તે જ રીતે ઠંડા દેશમાં ગરમ દેશની પરિ. ચર્યા અને ગરમ દેશમાં ઠંડા દેશની પરિચર્યા પણ હાનિકારક જ નીવડે. યુરોપના દેશમાં પહેરણ અને ધોતિયું પહેરવામાં આવે ને ભારત જેવા ગરમ દેશમાં કેટ અને પાટલુન પહેરવામાં આવે તે કઈ રીતિએ ઉચિત ગણાય? જમાના અંગે પણ તેમજ સમજવું. એક વખત કસવાળું અંગરખું, પાઘડી, ખેસ વગેરેને પોશાક સુંદર ગણાતે. અને તેને માન મળતું, પણ આજે કઈ ગૃહસ્થ એ પિશાક પહેરીને આવે તે લેક જરૂર હસવા માંડે,
અથવા તે કઈ અભણ કે ગામડિયે હશે એમ માની તેના તરફ ઉપેક્ષા કરે. તાત્પર્ય કે દેશ-કાળને યોગ્ય શિષ્ટ
Page #32
--------------------------------------------------------------------------
________________
આદર્શ ગૃહસ્થ
ચારથી વિરુદ્ધ વર્તાવ હાંસીપાત્ર બને છે, એટલે દેશ અને કાળથી વિરુદ્ધ પરિચર્યા રાખવી એગ્ય નથી.
(૩૧) પઢાવવવાળ-બલાબલ વિચારીને કામ કરવું. અર્થાત્ પિતાનાં શારીરિક, માનસિક, આર્થિક વગેરે બળે પહોંચતા હોય તે કામ શરુ કરવું અને એ બળે ન પહોંચતા હોય તે કામ શરુ ન કરવું. શારીરિક બળ પહોંચતું ન હોય અને કામ ઉપાડવામાં આવે તે તબિયત લથડે છે અને મોટી માંદગી ખાવી પડે છે. માનસિક બળ પહોંચતું ન હોય તે કામ ઉપાડયા પછી અનેક જાતના છબરડા વળે છે અને નિરાશા ઉપજે છે. આર્થિકબળ પહોંચતું ન હોય તે આદરેલું કામ અધૂરું રહે છે અને એ સ્થિતિમાં તેને છેડી દેતાં નુકશાન વેઠવું પડે છે, તેમજ અપકીર્તિ થાય છે. તે જ રીતે લાગવગનું બળ પહેચતું ન હોય તે કાર્યની સિદ્ધિ થતી નથી,
(૩૨) થથા ઢોલાયાત્રા-લોકલાગણી ધ્યાનમાં રાખીને વર્તવું. જે મનુષ્ય કલાગણી જીતનમાં રાખીને વર્તે છે, તે લોકેની પ્રીતિ સંપાદન કરે છે અને તેથી વ્યાવહારિક કાર્યોમાં સફળતા મેળવે છે. જ્યારે કલાગણી સ્વદેશી વસ્તુઓ વાપરવાની તરફેણમાં હતી, ત્યારે સ્વદેશીની ચળવળમાં ઝંપલાવનારે મોટું નામ પેદા કર્યું અને તેમાંથી ખૂબ લાભ ઉઠાવ્યું. તે જ રીતે જ્યારે લોકલાગણી અંગરે જેની વિરુદ્ધ હતી, ત્યારે તેને મદદ કરનારાઓ દેશદ્રોહીઓને ઈલ્કાબ પામ્યા અને તેમને અનેક રીતે સહન કરવું પડ્યું. આ પ્રમાણે સર્વ બાબતમાં સમજી લેવું.
Page #33
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ગૃહસ્થધર્મ
૩૧
(૩૩) પોપરિ દવેમ્- પરોપકાર કરવામાં કુશળ થવું. જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે કેઈના ઉપર નાને કે મેંટે ઉપકાર કરે છે, તેનું જીવન ધન્ય ગણાય છે. આકીના બધા મનુષ્યો કાગડા, કૂતરા કે કીડાની જેમ પેટ ભરનારા ગણાય છે.
એક કવિએ કહ્યું છે કે– पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वादन्ति न स्वादुफलानि वृक्षाः । पयोमुचां किं क्वचिदस्ति शस्यं,
परोपकाराय सतां विभूतयः ॥ નદીઓ પિતે પાણી પીતી નથી, વૃક્ષો પોતે સ્વાદિષ્ટ ફલેને સ્વાદ ચાખતાં નથી, વાદળાએ કઈ વખત પિોતે ધાન્ય ખાતાં નથી, એટલે પુરુષની સંપત્તિ પરોપકારને માટે જ છે.'
(૩૪) ધ્રોલજજાવાન થવું. જે મનુષ્ય લાજ કે શરમને કેરે મૂકે છે, તે ન કરવા જેવાં કાર્યોમાં પ્રવૃત્ત થાય છે અને સમાજમાં નિર્લજ્જ કે બેશરમ તરીકે ઓળખાય છે. તેજ રીતે ઉચિત કાર્યોમાં વડિલ વગેરેનાં દાક્ષિણ્યનેન સાચવતાં આપમતિએ દુરાગ્રહી બને છે, તે પણ શરમ વિનાને ગણાય છે, તેથી શાસ્ત્રકારોએ લજાવાન થવાને બંધ આપે છે. લજજાવાન મનુષ્ય પ્રાણુન્ત પણ ધર્માજ્ઞા અને પ્રતિજ્ઞાનું પાલન કરે છે, અર્થાત્ ઉદ્ધત વ્યવહાર કે
અભી બોલા અભી ફેક” એ વ્યવહાર તેનાં જીવનમાં રાખતું નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
આદર્શ ગૃહસ્થ
(૩૫) સૌમ્યતા—મુખાકૃતિ સૌમ્ય રાખવી. મુખાકૃતિ એટલે મુખમુદ્રા. તે સૌમ્ય એટલે શાંત કે પ્રસન્ન રાખવાથી અન્ય મનુષ્યા પર સારી છાપ પડે છે અને લેાકપ્રિયતામાં વધારો થાય છે. અશાંત કે ચીડાયેલા ચહેરા કેાઈને ગમતા નથી. લેાકેા તેના ચાળા પણ પાડે છે અને તેથી પ્રતિષ્ઠામાં ઘટાડા થાય છે.
૩ર
આ પાંત્રીશ ગુોનાં પાલનથી વિશેષ ગૃહસ્થધમ ની ચેાન્યતા આવે છે, તેથી આદર્શ ગૃહસ્થ બનવાની ઈચ્છા રાખનારાએ આ ગુણેા પેાતાનાં જીવનમાં અવશ્ય ઉતારવા જોઈએ. જેમ સિંહણનું દૂધ માટીનાં પાત્રમાં ટકી શકતું નથી, પણ સુવણૅ વગેરેનાં પાત્રમાં ટકી શકે છે, તેમ ઉચ્ચ કાટિના ત્યાગ અને તપેામય ધમ આ ગુણ્ણા કેળવ નારમાંજ ટકી શકે છે.
૩–વિશેષ ગૃહસ્થધમ અથવા શ્રાવકનાં બાર વા યમનિયમેાનાં યથાશક્તિ પાલન માટે ચાજાયેલા વિશેષ ગૃહસ્થધમ માં સમ્યકવમૂલ બાર ત્રતાનુ વિધાન કરેલું છે. આ ત્રતા સામાન્ય રીતે શ્રાવકે ધારણ કરે છે, તેથી તેને શ્રાવકનાં બાર વ્રતા કહેવામાં આવે છે. વળી તેમાં વિરતિ એટલે ત્યાગનું, દેશથી એટલે અમુક પ્રમાણમાં પાલન હાય છે, તેથી તેને દેશવિરતિ ધમ પણ કહેવામાં આવે છે. શ્રૃજોતીતિ શ્રાવ—જે સાંભળે તે શ્રાવક, એ શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ છે, તેથી જે ગૃહસ્થા આચાય ભગવત, ઉપાધ્યાય ભગવત કે સાધુ ભગવંતની સમીપે જઈને ધમ સાંભળે છે, તે શ્રાવક કહેવાય છે. તેના વિશેષાથ
Page #35
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થધમ અથવા શ્રાવકનાં બાર વતે જૈન મહર્ષિઓએ આ પ્રમાણે આપે છે.
श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् । कृन्तत्यपुण्यानि सुसाधुसेवना
दतोऽपि तं श्रावकभाहुरुत्तमाः ॥
જે પદાર્થોનાં ચિંતનથી એટલે નવતત્વનાં ચિંતનથી શ્રદ્ધાને પાકી કરે, પાત્રમાં નિરંતર ધન વાપરે, સુસાધુ એની સેવા કરીને પાપને કાપી નાખે, તેને પણ ઉત્તમ પુરુષોએ શ્રાવક કહ્યો છે.”
અક્ષર પ્રમાણે અર્થ કરીએ તે “શ્રા? એ શ્રદ્ધાને સૂચક છે, “વ” એ વિવેકને સૂચક છે અને “ક” એ ક્રિયાને સૂચક છે. આ રીતે જે ગૃહસ્થ શ્રદ્ધા, વિવેક અને ક્રિયાથી યુક્ત હોય તેને શ્રાવક કહેવાય. આજે જૈન ધર્મના અનુયાયી કેઈ પણ ગૃહસ્થને શ્રાવક કહેવામાં આવે છે, તે એને રૂઢ અર્થ છે. સમ્યકત્વની ધારણું
જે મૂળ હેય તે જ થડ ટકી શકે અને ડાળાડાંખળીને વિસ્તાર થાય, તેમ સમ્યકત્વ હોય તે જ વ્રત ટકી શકે અને વિશેષ ધર્મને વિસ્તાર થાય, તેથી પ્રથમ ધારણ સમ્યકત્વની કરવામાં આવે છે અને બાર વ્રતને સમ્યકત્વમૂલ કહેવાય છે.
સમ્યકત્વની ધારણા કરતી વખતે શ્રી અરિહંત ભગવંત એ જ મારા દેવ છે, સુસાધુ એ જ મારા ગુરુ છે અને જિનાએ કહેલો ધર્મ એ જ મારે પ્રમાણ છે, એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
આદર્શ ગૃહસ્થ
આ પ્રતિજ્ઞા જીવનપર્યંત પાળવાની હોય છે. તેનું પાલન કરતાં જે શકા, કાંક્ષા, વિચિકિત્સા, કુલિંગીપ્રશ’સા કે કુલિંગીસંસ્તવનું સેવન કરવામાં આવે તે સમ્યકત્વમાં અતિચાર લાગે છે, મલિનતા આવે છે, તેથી વ્રતધારી શ્રાવકે તેમાંથી અવશ્ય ખચવું જોઇએ.
૩૪
શ્રી જિનેશ્વર ભગવતે ધર્મની જે પ્રરૂપણા કરી છે, તે સાચી હશે કે કેમ?? આવી શંકા કરવી તે શંકા નામના પ્રથમ અતિચાર છે. અન્ય મતવાળાઓના બહારના ભપકા જોઈને કે તેમની ક્રિયામાં સરલતા જોઈને તેની અભિલાષા, ઈચ્છા કે કાંક્ષા કરવી, એ કાંક્ષા નામના બીજો અતિચાર છે, એક વસ્તુ હિતકારી હોય, સુંદર લને આપનારી હોય, છતાં એવા વિચારો કરવા કે તે હિતકર હશે કે કેમ ? અથવા સુંદર ફૂલને આપનારી હશે કે કેમ ? તા એ વિચિકત્સા કરી કહેવાય. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ તેને માટે મતિવિભ્રમ શબ્દના પ્રયાગ કર્યો છે. અહીં જૈન ધમ તા સારા છે, પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને ફળ મળશે કે નહિ ? કારણ કે ખેતી વગેરેમાં અને જાતનાં પરિણામેા જોઇ શકાય છે, એટલે તેનું ફળ મળે પણ ખરુ અને ન પણ મળે' એવી વિચારણા કરવી એ વિચિકિત્સા છે. તેમજ ત્યાગી મુનિએનાં શરીર કે વાદ્વિપર મેલ દેખી દુગછા કરવી એ પણ ત્રીજો અતિચાર છે.
"
જે ત્યાગી અને મુમુક્ષુ હોવા છતાં જીવનચર્યા તેને અનુસાર રાખતા નથી, તે કુલિંગી કે મિથ્યાત્વી કહેવાય છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વત
૩૫ તેમની પ્રશંસા કરવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે અને સમ્યકત્વ ઢીલું પડે છે, તેથી કુલિંગી પ્રશંસાને થે અતિચાર માનવામાં આવ્યું છે.
કુલિંગી સાથે કેમિથ્યાત્વીઓના અતિ પરિચયમાં રહેવાથી પણ સમ્યકત્વમાં શિથિલતા આવે છે, એટલે કુલિંગીસંસ્તવ અર્થાત્ કુલિંગીપરિચયને પાંચમે અતિચાર માનવામાં આવ્યું છે. વ્રતધારી શ્રાવક આ અતિચારનું સેવન કરે નહિ એટલે કે તેમની સાથે જ રહેવું, સાથે જ ભજન, કરવું, સાથે જ ફરવા જવું વગેરે ક્રિયાને ત્યાગ કરે અને સમ્યકત્વધારીઓના સંગમાં રહેવાનું જ પસંદ કરે. બાર વતાનાં નામ
સમ્યકત્વધારી શ્રાવકે જે બાર વ્રતે ધારણ કરવા એગ્ય છે, તેનાં નામે આ પ્રમાણે જાણવા –
(૧) સ્થૂલપ્રાણાતિપાત-વિરમણવ્રત. (૨) સ્થૂલ મૃષાવાદ-વિરમત-ત્રત. (૩) સ્થૂલ અદત્તાદાન-વિરમણવ્રત. (૪) સ્કૂલમૈથુન-વિરમણ-ત્રત. (૫) પરિગ્રહ પરિમાણુ-વ્રત. (૬) દિક્પરિણામ-વત. (૭) ભેગે પગપરિમાણુવ્રત. (૮) અનર્થદંડ-વિરમણવ્રત. (૯) સામાયિક-વ્રત. (૧૦) દેશાવકાશિક–વ્રત.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૬
આદર્શ ગૃહસ્થ
(૧૧) પષધ-વ્રત. (૧૨) અતિથિસંવિભાગ-ત્રત.
આ વતેમાંથી પહેલાં પાંચ અણુવ્રત કહેવાય છે, કારણ કે મહાવ્રતની અપેક્ષાએ તે ઘણાં નાનાં છે. પછીનાં ત્રણ એટલે છઠું, સાતમું અને આઠમું ગુણવ્રત કહેવાય છે, કારણ કે તે અણુવ્રતને ગુણકારી છે, ઉપકારક છે, પુષ્ટિ કરનારાં છે. છેવટનાં ચાર એટલે નવમું, દશમું, અગિયા૨મું અને બારમું શિક્ષાત્રત કહેવાય છે, કારણ કે તે મન, વચન અને કાયાને નિયમમાં રહેવાની શિક્ષા-તાલીમરૂપ છે. આ બારે વ્રતથી ક્રમશઃ પરિચિત થઈએ. પહેલું લખાણુતિપાત-વિરમણવ્રત,
“આપણને દુખ ગમતું નથી, તેમ બીજા અને પણ દુઃખ ગમતું નથી; આપણને જીવવું પ્રિય છે, તેમ બીજી ને પણ જીવવું પ્રિય છે તેથી કંઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ.” એ જૈન મહર્ષિઓને મુખ્ય ઉપદેશ છે. હિંસાને તેમણે ઘેર પાપ કહ્યું છે. તેમાંથી શક્તિ મુજબ બચવા માટે આ પહેલું વ્રત ધારણ કરવામાં આવે છે.
પાંચ ઈદ્રિય, કાયબળ, વચનબળ, મને બળ, શ્વાસછુવાસ અને આયુષ્ય એ દશને પ્રાણ કહેવામાં આવે છે. તેમાંના કેઈ પણ પ્રાણને અતિપાત કરે, એટલે નાશ કરે તે પ્રાણાતિપાત. તાત્પર્ય કે કઈ પણ પ્રાણીને જાનથી મારવામાં આવે, તેનાં અંગોપાંગ છેદવામાં આવે કે તેને દુઃખ અથવા પીડા ઉપજાવવામાં આવે છે તે પ્રાણાતિપાત
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૭
-
૩૭
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રતો કહેવાય. હિંસા, મારણા, ઘાતના, વિરાધના વગેરે તેના પર્યાય શબ્દો છે. આ પ્રાણાતિપાતમાંથી વિરમવાનીઅટકવાની જે ક્રિયા તે પ્રાણાતિપાત-વિરમણ અને તે સંબંધી જે વ્રતધારણ તે પ્રાણાતિપાત-વિરમણવ્રત. આ વ્રતનું પાલન સાધુઓ સર્વીશે કરે છે, એટલે તે સૂક્ષમ કહેવાય છે. તેની આપેક્ષાએ ગૃહસ્થનું આ વ્રત ઘણી છૂટછાટવાળું હોવાથી તે સ્થૂલ કહેવાય છે.
આ સ્થૂલ વ્રત દ્વારા “નિરપરાધી ત્રસજીવોની સંકપીને નિરપેક્ષપણે હિંસા કરવી નહિ” એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે, તેનું યથાર્થ રહસ્ય આપણે સમજી લેવું જોઈએ.
બે પ્રકારના છે : ત્રસ અને સ્થાવર. તેમાં ગૃહસ્થ ત્રસ જીવની હિંસા છોડી શકે, પણ સ્થાવરની હિંસા સર્વીશે છેડી શકે નહિ. અલબત્ત, તે માટે બનતે પ્રયત્ન કરી શકે. આ રીતે પાપ છેડવાને બનતે પ્રયત્ન કરો તેને યતના અર્થાત્ જયણા કહેવામાં આવે છે. -
ત્રસ જીવેમાં કેટલાક નિરપરાધી અને કેટલાક સાપરાધી હોવાનો સંભવ છે. જેણે કઈ પણ પ્રકારને અપરાધ કે ગુનો કર્યો ન હોય તે નિરપરાધી અને જેણે કોઈપણ પ્રકારને અપરાધ કે ગુને કર્યો હોય તે સાપરાધી. કેઈ કુટુંબ પર હુમલે કરે, ગામ ભાંગે, ધર્મસ્થાને લૂટે કે તારાજ કરે, દેશ પર ચડાઈ કરે કે બીજી રીતે માલમિલક્ત વગેરેને નુકશાન પહોંચાડે તે સાપરાધી ગણાય.
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૮
આદર્શ ગૃહસ્થ આવા સાપરાધીને ગૃહસ્થ તદ્દન જાતે કરી શકે નહિ, એટલે કે તેની સામે લડે અને તેને ગ્ય દંડ કે શિક્ષા આપે. વ્રતધારી રાજાઓ, મંત્રીઓ તથા દંડનાયકે આ રીતે શત્રુઓ સામે લડયા છે અને તેમણે દેશ, સમાજ તથા ધર્મની રક્ષા કરેલી છે. તેથી ગૃહસ્થને નિરપરાધી ત્રસ જીવેની હિંસાને ત્યાગ અને સાપરાધીની યતના હોય છે.
નિરપરાધી ત્રસ જીવેની હિંસા બે પ્રકારે થાય છે એક તે સંકલ્પથી એટલે ઈચ્છા કે ઈરાદાપૂર્વક અને બીજી આરંભથી એટલે જીવનની જરૂરીઆત માટે કરવી પડતી પ્રવૃત્તિથી. આ બે પ્રકારની હિંસામાંથી ગૃહસ્થને સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસ જીવની હિંસા કરવાને ત્યાગ અને આરંભની યતના હોય છે, ' નિરપરાધી ત્રસ જીવેની સંકલ્પના હિંસા બે પ્રકારે થાય છેઃ એક તે નિરપેક્ષપણે અને બીજી સાપેક્ષપણે. તેમાં કંઈ ખાસ કારણ વિના નિર્દય માર મારે કે બીજી રીતે દુઃખ ઉપજાવવું એ નિરપેક્ષપણે થતી હિંસા છે અને કારણવશાત બંધન, તાડન વગેરે કરવું પડે તે સાપેક્ષપણે થતી હિંસા છે. ગૃહસ્થ પિતાની આજીવિકા માટે હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગાય, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે પશુઓ પાળે છે, તેને ઘણી વખત કારણવશાત્ તાડન વગેરે કરવું પડે છે. તે જ રીતે પુત્ર-પુત્રીઓને સુશિક્ષા આપવા માટે પણ તાડન-તર્જન કરવું પડે છે. તેથી ગૃહસ્થને નિરપરાધી વસ ની સંકલ્પપૂર્વક નિરપક્ષપણે થતી હિંસાને ત્યાગ
Page #41
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થધમાં અથવા શ્રાવકનાં બાર વ્રત હોય છે અને સાપેક્ષપણે થતી હિંસાની યતના હોય છે.
સાધુઓ અને ગૃહસ્થનાં આ અહિંસાપાલનને સ્પષ્ટ તફાવત સમજાવવા માટે તેને વીસ વસા અને સવા વસા કહેવામાં આવે છે. સાધુઓ ત્રસ અને સ્થાવર બંનેની હિંસાને ત્યાગ કરે છે, માટે તે વીસ વસા. ગૃહસ્થ તેમાંથી ત્રસની હિંસાનો ત્યાગ કરે છે માટે તે દશ વસા. આ ત્રસ જીવોમાં પણ નિરપરાધીની હિંસા જ છેડી શકે છે અને સાપરાધીની યાતના હોય છે, એટલે બાકી રહ્યા પાંચ વસા. નિરપરાધીમાં પણ સંકલ્પના હિંસાને ત્યાગ અને આરંભની યતના હોય છે એટલે બાકી રહ્યા અઢી વસા. તેમાં પણ નિરપેક્ષને ત્યાગ અને સાપેક્ષની યતના હોય છે, એટલે બાકી રહ્યો સવા વસે. છતાં આટલું પાલન પણ ગૃહસ્થને માટે હિતાવહ છે. તેથી હૃદયમાં અહિંસા, દયા, કરુણા કે અનુકંપાને ઝરો વહેવા લાગે છે અને અનેક જીવને અભયદાન મળી શકે છે.
જૈન મહર્ષિઓ કહે છે કે – कल्लाणकोडिजणणी, दुरंतदुरियारिवग्गणिट्ठवणी । संसारजलहितरणी, एकच्चिय होइ जीवदया ॥
ક્રોડ કલ્યાણને જન્મ આપનાર, વિવિધ પ્રકારનાં દારુણ દુઃખેને નાશ કરનાર અને સંસારસમુદ્રને તારનાર
જીવદયા છે. (જીવદયા અને અભયદાન એ બે એક જ વસ્તુ છે.)
देविंदचकवट्टित्तणाई भोत्तूण सिवसुहमणंतं । पत्ता अणंतसत्ता अभयं दाऊण जीवाणं ॥
Page #42
--------------------------------------------------------------------------
________________
આદર્શ ગૃહસ્થ
‘જીવાને અભયદાન દેવાથી અનત પ્રાણીએ દેવા અને ચક્રવર્તીપણું ભાગવીને શિવસુખ પામ્યા.'
અહીં સ્પષ્ટ કરવું જોઇએ કે અહિંસા એ મુ વ્રત છે અને બીજા મધાં વ્રતે તેની પુષ્ટિ માટે છે, એટલે જ પ્રાણાતિપાત–વિરમણુ-વ્રતને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. નીચેની વસ્તુઓ પ્રથમ વ્રતમાં અતિચારરૂપ
મનાય છે.
૪.
-
૧. વધ—કાઈ પણ પ્રાણી મરી જશે તેની દરકાર કર્યા વિના તેના પર પ્રહાર કરવા. ૨. મધ—મનુષ્ય, પશુ વગેરેને ગાઢ અંધનથી બાંધવા. ૩. વિચ્છેદ-મનુષ્ય, પશુ વગેરેનાં અગાપાંગ છેઢવા. રાગની શાંતિ નિમિત્તે અ ંગેાપાંગ છેઢવા પડે કે ડામ વગેરે દેવા પડે, તેને આમાં સમાવેશ થતા નથી. ૪ અતિભાર—મનુષ્ય કે પશુ પાસે ગજા ઉપરાંત ભાર ઉપડાવવા. અને ૫ ભક્તપાન વિચ્છેદ—આશ્રયે રહેલા નાકર તથા પશુ વગેરેને સમય થઈ જવા છતાં આહારપાણી આપવા નિહ.
બીજું સ્થૂલ મૃષાવાદ-વિરમણ-વ્રત
કુપથી જેમ રાગની વૃદ્ધિ થાય છે, તેમ મૃષાવાદથી વેર, વિરાધ અને અવિશ્વાસની વૃદ્ધિ થાય છે તથા પ્રતિષ્ઠાના નાશ થાય છે, તેથી જૈન મહિષઓએ તેના ત્યાગ કરવા સચાટ ઉપદેશ આપ્યા છે. આ ઉપદેશનુ યથાશક્તિ પાલન કરવા માટે આ ખીજા વ્રતની ચેાજના છે.
મૃષા વવું તે મૃષાવાદ. અહીં મૃષા શબ્દથી અપ્રિય,
Page #43
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થ ધમ અથવા શ્રાવકનાં ખાર ત્રા
અપથ્ય તથા અતથ્ય એ ત્રણે પ્રકારનાં વચના સમજવાના છે, જે શબ્દો સાંભળવામાં અતિ કૅશ કે કટાર હાય તે અપ્રિય કહેવાય છે; જે વચનથી પરિણામે લાભ ન હેાય તે અપથ્ય કહેવાય છે. મૃષાવાદને સામાન્ય રીતે લીક વચન, અસત્ય કે જૂઠાણું કહેવામાં આવે છે. તેમાંથી વિરમવાનું–અટકવાનું જે વ્રત તે મૃષાવાદ-વિરમણુ-વ્રત.
આ વ્રતથી પાંચ મેટાં અલીક વચનના ત્યાગ કરવામાં આવે છે ને બાકીની યતના હાય છે, તેથી તેને સ્થૂલ મૃષાવાદ–વિરમણ-વ્રત કહેવામાં આવે છે.
પાંચ મેટાં અલીક વચનાની ગણના નીચે પ્રમાણે થાય છેઃ
--
(૧) કન્યાલીક—કન્યાના વિષયમાં અલીક વચન આલવુ' તે. કન્યા ખેાડ ખાંપણવાળી હાય છતાં તેને સુંદર કહેવી કે સુંદર હાય છતાં ખાડખાંપણવાળી કહેવી વગેરે તેના પ્રકારો છે. આ પ્રકારનાં અલીકવચનથી વરની કે કન્યાની જીંદગી ખરખાદ થાય છે, માટે વ્રતધારી તેવુ વચન મેલે નહિ ખીજા દાસદાસી વગેરે મનુષ્ય માટે પણ એમ જ સમજવુ.
(૨) ગવાલીક—ગાય વગેરે પશુના સંબંધમાં અલીક વચન ખેલવુ. તે. ગાય આછું દૂધ દેનારી હોય છતાં વધારે દૂધ આપનારી કહેવી, વધારે વેતર થયાં હોય છતાં આછાં વેતર કહેવા વગેરે. અન્ય પશુઓની ખાખતમાં પણુ તેમજ સમજવું. આ પ્રકારનાં અલીક વચનથી પશુ ખરીદનાર સામા ધણીને ઘણું નુકશાન થાય છે અને કેટલીક વાર મેાટા આઘાત લાગે છે, એટલે વ્રતધારી આવું વચન મેલે નહિ.
૪૧
Page #44
--------------------------------------------------------------------------
________________
જર
આદર્શ ગૃહસ્થા:
(૩) ભૂસ્યલીક–ભૂમિ, મકાન વગેરે અંગે અલીક વચન બેલવું તે. પડતર ભૂમિને ખેડાણવાળી કહેવી કે ખેડાણવાળી ભૂમિને પડતર કહેવી, અથવા જે ભૂમિમાં ઓછો પાક થતો હોય તેને ફલદ્રુપ કહેવી અને ફલકૂપ થતી હોય તેને ઓછા પાકવાળી કહેવી વગેરે તેના પ્રકારે છે. આ પ્રકારનાં અલીક વચનથી પણ મનુષ્યને મેટું નુકશાન થાય છે, એટલે વ્રતધારી તેવું વચન બોલે નહિ.
(૪) ન્યાસાપહાર–કેઈએ ન્યાસ એટલે થાપણ મૂકી હોય તેને જૂ હું બેલીને એળવવી તે. દ્રવ્ય એ અગિયારમે પાણ છે, એટલે તે ચાલ્યા જતાં મનુષ્યને તીવ્ર આઘાત લાગે છે અને ઘણીવાર તેનું મૃત્યુ પણ નિપજે છે, માટે વ્રતધારી તેવું વચન બોલે નહિ,
(૫) ફૂટ સાક્ષી–કોટ, કચેરી, પંચ કે લવાદ સમક્ષ જૂઠી સાક્ષી આપવાથી સાચા મનુષ્યના હકમાં નુકશાન થાય છે અને છેટો ફાવી જાય છે, એટલે વ્રતધારી કઈ પણ વખત બેટી સાક્ષી પૂરે નહિ.
નીચેની પાંચ વસ્તુઓ આ વ્રતમાં અતિચાર રૂપ મનાય છે, એટલે તેનાથી પણ બચવું જોઈએ:--
૧ સહસાભ્યાખ્યાન–વગર વિચાર્યું કેઈને આળ ચઢાવી દેષિત કહી દે. ૨ રહોભ્યાખ્યાન-કેઈનાં ગુપ્ત રહસ્ય બીજાની આગળ કહેવાં. ૩ સ્વદારમંત્રભેદપિતાની સ્ત્રીની ગુપ્ત વાત પ્રકટ કરી દેવી. આ વ્રત લેનાર સ્ત્રી હોય ત્યાં પિતાના પતિની ગુપ્ત વાત પ્રકટ કરી દેવી. એમ સમજવું. ૪ મૃષોપદેશ-કેઈને બેટી સલાહ-શીખા
Page #45
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થધમ અથવા શ્રાવકનાં ખાર ત્રા
મણુ આપવી. ૫ ફૂટલેખ-ખાટા ચાપડા, ખાટા દસ્તાવેજ કે ખાટા કાગળા તૈયાર કરવા. ત્રીજી સ્થૂલઅદત્તાદાન-વિમણુ-વ્રત
જૈન મહિષઓએ કહ્યુ` છે કે તલોદળમાસ્સું અત્ત વિવજ્ઞળઢાંત ખાતરવાની સળી પણ તેના માલીકે રાજી ખુશીથી આપ્યા વિના લેવી નહિ, તે જેના પર ગૃહસ્થાની આજીવિકાના મુખ્ય આધાર છે તે દ્રવ્ય કે ધન તે લેવાય જ કેમ ? તાત્પર્ય કે અગ્નિશિખાનું પાન કરવું સારું, સર્પનાં મુખને ચુંબન કરવું સારું અથવા હળાહળ ઝેરને ચાટી જવુ સારું', પણ બીજાનુ' દ્રવ્ય હરી લેવું એ સારું' નહિ. આ સિદ્ધાંતને જીવનમાં યશાશક્તિ અમલ થાય તે માટે ત્રીજા વ્રતની ચૈાજના છે.
૪૩
આ વ્રત દ્વારા નાની-મેાટી તમામ ચારીનેા ત્યાગ કરવામાં આવે છે. જંગલમાં માલિકી વિનાનું ઘાસ, કૂવાતળાવ-નદી વગેરેનું પાણી ઈત્યાદિ જે વસ્તુઓ પર કેાઈની માલિકી ન હાય કે માલિક હાય તે પણ લેવાની મનાઈ ન હાય તેને લેવાથી અનુત્તાદાન થતું નથી.
નીચેની પાંચ વસ્તુએ આ વ્રતમાં અતિચારરૂપ છે, તેથી તેને છેાડવી જોઇએ,
૧. તેનાહતગ્રહણ-ચાર લાવેલે માલ રાખી લેવા. ૨. સ્તનાત્તેજક વચનપ્રયાગ-ચારને ચારી કરવામાં ઉત્તે જન મળે તેવાં વચના એલવાં. જેમ કે ‘ આજ કાલ નવરા કેમ બેસી રહ્યા છે?? તમારા માલ ન વેચાતા હાય તા અમે વેચી આપીશું' વગેરે. ૩. તત્પ્રતિરૂપક્રિયા–એક
Page #46
--------------------------------------------------------------------------
________________
-૪૪
આદર્શ ગૃહસ્થ માલમાં તેના જેવો જ બીજે માલ ભેળવી દે. ઘીમાં વેજીટેબલ, આટામાં ચાક, દૂધમાં પાણીને ભેળ વગેરે આ જાતની ક્રિયાઓ છે. ૪. રાજ્યવિરુદ્ધગમન. રાજ્યને જે કાયદાઓને ભંગ કરવાથી દંડને પાત્ર થવું પડે તેવું - વર્તન કરવું, તે રાજ્યવિરુદ્ધગમન કહેવાય. દાણચોરી, કરારી વગેરે આ પ્રકારની ક્રિયાઓ છે. ૫. ફૂટતુલાફૂટમાન-વ્યવહાર. તેલ અને માપ બેટાં રાખવાં. એટલે વસ્તુ લેવાની હોય તે વધારે તેલ કે માપને ઉપયોગ કરે અને વેચવાની હોય તે એાછા તેલ કે માપને - ઉપગ કરે. દાંડી મરડવી, ધડે રાખવે વગેરે પણ
આ જ જાતની ક્રિયાઓ છે. ચેથું સ્થૂલમૈથુન વિરમણ યાને પરદારાગમન
વિરમણ-સ્વદારા સંતેષ વ્રત,
જૈન મહર્ષિઓએ બ્રહ્મચર્યને મહિમા મુક્ત કંઠે ગાય છે. તેઓ કહે છે કે –
બ્રહ્મચર્ય એ ધર્મ રૂપી પદ્ધ સરોવરની પાળ છે, ગુણરૂપી મહારથની ધંસરી છે, વ્રત નિયમરૂપી ધર્મ વૃક્ષનું થડ છે અને શીલરૂપી મહાનગરના દરવાજાની ભગળ છે.”
“જેણે બ્રહ્મચર્યની આરાધના કરી તેણે સર્વ વ્રતે, શીલ, તપ, સંયમ, સમિતિ, ગુપ્તિ, અરે! મુક્તિની પણ આરાધના કરી સમજવી.”
બ્રહ્મચર્યધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને જિનેપદિષ્ટ છે. એનાં પાલનથી પૂર્વકાલમાં અનંત જીવે
Page #47
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત
૪૫ સિદ્ધ થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે.”
પરદાર એટલે બીજાની સ્ત્રી. તેની સાથે ગમન કરતાં વિરમવાનું વ્રત તે પરદારાગમન વિરમણ–વત. સ્વદાર એટલે પિતાની સ્ત્રી. તેનાથી સંતેષ પામવાનું વ્રત તે સ્વદારા. સંતોષ-વ્રત. પરદા રાગમનવિરમણ વ્રત-કરતાં સ્વદારા સંતેષ-વ્રત વધારે ઉચ્ચ કેટિનું છે. પરદારાગમનવિરમણમાં કુંવારી કન્યાઓ, વિધવાઓ, રખાતે તથા વેશ્યા એના ત્યાગને સ્પષ્ટ સમાવેશ થતો નથી, જ્યારે સ્વદારા. . સંતેષમાં પિતાની સ્ત્રી સિવાય બધી જ સ્ત્રીઓને ત્યાગ હોય છે.
ગૃહસ્થને માટે સ્વદારાતેષ એ બ્રહ્મચર્ય . કહ્યું છે કે –
यस्तु स्वदारसन्तोषी, विषयेषु विरागबान् । गृहस्थोपि स्वशीलेन, यतिकल्पः स कल्प्यते ॥
જે પિતાની સ્ત્રીથી જ સંતુષ્ટ છે અને વિષયમાં વિરક્ત છે, તે ગૃહસ્થ હોવા છતાં પિતાનાં શીલથી સાધુના સરખે ગણાય છે.”
આ વ્રત લેનાર મોટી સ્ત્રીઓને માતા સમાન, સમવયસ્ક સ્ત્રીઓને ભગિની સમાન અને લઘુવયવાળી સ્ત્રીઓને પુત્રી સમાન લેખે છે, એટલે કે તેના સામી કુદષ્ટિ કરતું નથી.
પરદાર ગમનથી બંધનની પ્રાપ્તિ થાય છે, માર ખા પડે છે, જેલમાં જવું પડે છે અને તીણ શાથી ભેદાવું પડે છે. વળી તેથી ઘરની પરમ વૃદ્ધિ થાય છે અને આલેક-પરલેક બગડે છે, તેથી ગૃહસ્થ પિતાની સ્ત્રીથી જ સંતોષ માનવો જોઈએ.
Page #48
--------------------------------------------------------------------------
________________
૯૪૬
આદર્શ ગૃહસ્થ અહીં નીચેની વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે.
૧. જે સ્ત્રીનાં લગ્ન થયા હોય તે પરિગૃહિતા કહેવાય અને જેનાં લગ્ન થયાં નથી કે પતિ વિદ્યમાન નથી તે અપરિગ્રહીતા કહેવાય. તે પરની દારા નથી એમ માનીને તેની સાથે ગમન કરતાં અપરિગ્રહીતાગમન નામને અતિચાર લાગે. ૨. જે સ્ત્રી ઈત્વર એટલે થોડા સમય માટે ગ્રહણ કરાયેલી છે, એટલે કે કેઈની રખાત તરીકે રહે છે, તે પણ કેઈની રીતસરની દારા નથી એમ માનીને તેનું સેવન કરતાં ઈવગૃહીતાગમન નામને અતિચાર લાગે. ૩. કામવાસનાને જગાડનારી ક્રિયાઓને આશ્રય લેવાથી અનંગકીડા નામને અતિચાર લાગે. ૪. પિતાનાં પુત્રપુત્રી કે જેની પિતાની માથે ફરજ પડેલી છે તે સિવાયના બીજા મનુષ્યના વિવાહ કરી આપતાં પરવિવાહ કરણ નામને અતિચાર લાગે અને વિષયાગ કરવાની તીવ્ર આસક્તિ રાખતાં તીવ્ર અનુરાગ નામને પાંચમે અતિચાર લાગે. સ્વદારાસંતેષગ્રતવાળાને આમાંની પહેલી બે ક્રિયાઓ અનાચાર રૂપ છે અને બાકીની ત્રણ ક્રિયાઓ અતિચાર રૂપ છે. - ચોથું વ્રત ધારણ કરનારે મેટા પર્વ દિવસોએ, સ્ત્રીની સગર્ભાવસ્થાના દિવસેામાં, પ્રસૂતિ પછીના ત્રણ માસ સુધી, તેમ જ દિવસના ભાગમાં સ્વસ્ત્રી સાથે પણ મૈથુન સેવવાને ત્યાગ કર જોઈએ. પાંચમું પરિગ્રહ પરિમાણ-ત્રત,
જૈન મહર્ષિએ કહે છે કે જેમ ઘણું ભારથી ભરેલું
Page #49
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત
४७ મેટું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ પરિગ્રહના મમત્વ રૂપી ભારથી પ્રાણીઓ સંસાર રૂપ સમુદ્રમાં ડૂબી જાય છે, માટે પરિગ્રહને ત્યાગ કરે. ઘણે પરિગ્રહ એકઠા કરનાર મનુષ્યને વિષયરૂપી ચારે લૂંટી લે છે, કામરૂપ અગ્નિ બાળે છે અને વનિતારૂપી શિકારીઓ તેના માર્ગનું રુંધન કરે છે. ટૂંકમાં પરિગ્રહ એ પાપનું મૂળ છે, તેથી તે અવશ્ય છોડવા યંગ્ય છે.
પિતાના થકી ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ (મકાન), રૂપું, એનું, રાચરચીલું, દ્વિપદ (કરચાકર) અને ચતુષ્પદ (ઢોરઢાંખર) હોવા એ પરિગ્રહ કહેવાય છે.
ગૃહસ્થ આ પરિગ્રહને સશે ત્યાગ કરી શકે નહિ, કારણ કે વ્યવહારમાં ડગલે ને પગલે ધનાદિની જરૂર પડે છે અને તેનાથી ભિક્ષા માગી શકાતી નથી. પરંતુ તે પિતાની જરૂરી આતે ઓછી કરીને તથા ધનાદિ પરનું મમત્વ ઘટાડીને પરિગ્રહનું પરિમાણ કરી શકે છે, અર્થાત્ તેની મર્યાદા આંધીને સંતેષી–સુખી જીવન ગાળી શકે છે.
જે પરિમાણ કરતાં ધનાદિની વૃદ્ધિ થાય તે તેને સન્માગે વ્યય કરી નાખ જોઈએ. જો એમ ન કરતાં એક યા બીજાં બહાને તેનાં પ્રમાણનું અતિક્રમણ થવા દેવામાં આવે તે અતિચાર લાગે. જેમ કે ૧ ધનધાન્યપ્રમાણાતિક્રમણ, ૨ ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમણ, ૩ રોપ્યસુવર્ણ પ્રમાણતિક્રમણ, ૪ કુમ્રપ્રમાણતિક્રમણ, (કુષ્ય એટલે અન્ય ધાતુ કે રાચરચીલું). અને ૫ દ્વિપદચતુષ્પદ પ્રમાણતિક્રમણ.
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૮
આદર્શ ગૃહસ્થ છઠું દિક્પરિમાણ વ્રત
ગૃહસ્થ જીવનને સંતેષી-સુખી બનાવવા માટે જેમ પરિગ્રહનું પરિમાણ આવશ્યક છે, તેમ દિશાઓનું પરિમાણુ પણ આવશ્યક છે. જે એની મર્યાદા નક્કી કરેલી ન હોય તે ગમે ત્યાં અને ગમે તેટલે દૂર સુધી જવાનું દિલ થાય છે, અને તેથી જીવનમાં જે શાંતિ અને સ્થિરતાને અનુભવ થવું જોઈએ તે થતું નથી. તેથી શ્રાવકનાં વ્રતમાં તેને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.
આ વ્રતથી પહેલા અને પાંચમાં અણુવ્રતના ગુણની પુષ્ટિ થાય છે.
સાધુઓને આવું કેઈ વ્રત નથી, ગૃહસ્થને કેમ?” એ પ્રશ્નનો ઉત્તર એ છે કે સાધુઓ તે પંચમહાવ્રતધારી છે, એટલે સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગી છે, તેથી ગમે તેટલે દૂર જાય તે પણ આરંભ સમારંભ કરે નહિ. જ્યારે ગૃહસ્થ તે સ્થૂલ વ્રતધારી છે, એટલે દિશાની મર્યાદા ખુલ્લી હોય તે ત્યાં જઈને આરંભ-સમારંભ કરી શકે છે, તેથી તેને દિક્પરિમાણની આવશ્યકતા છે.
આ વ્રતથી ઊંચે, નીચે તથા તિર્ય દિશાઓમાં કેટલા અંતરથી વધારે દૂર ન જવું તેનું માપ નક્કી કરવામાં આવે છે. તેથી જે વધારે અંતર સુધી જવામાં આવે તે આ વ્રતનો ભંગ થાય છે અને ભૂલથી જવાયું હોય તે અતિચાર લાગે છે.
આ વ્રતના પાંચ અતિચારે નીચે મુજબ જાણવા પણ આચરવા નહિ. ૧ ઊર્વપ્રમાણતિક્રમ, ૨ અધઃ
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૯
-
વશેષ ગૃહસ્થ ધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રતો પ્રમાણતિક્રમણ, ૩ તિફ પ્રમાણતિક્રમણ (ઊર્વ અને અધઃ ની વચ્ચેનો ભાગ તિર્યક્ર કહેવાય છે. તેમાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એ ચાર દિશાઓ તથા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એ ચાર વિદિશાએ આવેલી છે.), ૪ ક્ષેત્રવૃદ્ધિ એક દિશાનું માપ ઘટાડીને બીજા દિશાનું માપ વધારવું અને ૫ મૃત્યંતર્ધાન-ગમન શરુ કર્યા પછી હું કેટલા અંતરે આવ્યું કે આ દિશામાં મારે કેટલા અંતરથી વધારે ન જવાય એ યાદ ન આવે તે મૃત્યંતર્ધાન થયું કહેવાય. સાતમું ભેગેપભેગ-પરિમાણુ-ત્રત
ભેગલાલસા પર કાબૂ આવે તે માટે આ વતની ચેજના કરવામાં આવી છે. જે વસ્તુ એક વાર ભગવાય તે ભેગ. જેમ કે આહાર, પાન, સ્નાન, ઉદ્વર્તન, વિલેપન, પુષ્પધારણ વગેરે. અને જે વસ્તુ વધારે વખત ભગવાય તે ઉપભોગ. જેમ કે વસ્ત્ર, આભૂષણ, શયન, આસન, વાહન, વનિતા વગેરે.
આ વ્રતથી ભાગ્ય-ઉપગ્ય વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે, તથા તેનાં સાધનરૂપ દ્રવ્યને જે ઉપાથીકર્મોથી ઉપાર્જન કરવામાં આવે છે, તેને પણ વિવેક કરવામાં આવે છે, અર્થાત્ તેમાં જે કર્મો ઘણા આરંભ સમારંભવાળા છે, તેને ત્યાગ કરવામાં આવે છે.
ભેગની વસ્તુમાં આહારપાણ મુખ્ય છે. તેમાં બાવીશ અભક્ષ્યને ત્યાગ કરવો જોઈએ અને બીજાની મર્યાદા કરવી જોઈએ. બાવીશ અભક્ષ્યનાં નામે નીચે મુજબ
Page #52
--------------------------------------------------------------------------
________________
છે.
આદર્શ ગૃહસ્થ
સમજવા –
૧ વડનાં ફળ
૧૨ વિષ (ઝેર) ૨ પીપળાનાં ફળ ૧૩ સર્વ પ્રકારની માટી ૩ ઊંબરાં
૧૪ રાત્રિભેજન ૪ અંજીર
૧૫ બહુબીજ ૫ કાકેદુંબર
૧૬ અનંતકાય (કંદમૂળ વગેરે): ૬ દરેક જાતને દારૂ ૧૭ બેળ અથાણાં ૭ દરેક જાતનું માંસ ૧૮ ઘાલવડાં ૮ મધ
૧૯ વંતાક ૮ માખણ
૨૦ અજાણ્યાં ફળ-ફૂલ ૧૦ હિમ (બરફ) ૨૧ તુચ્છ ફળ ૧૧ કરો
૨૨ ચલિત રસ શ્રાવકે સચિત્તદ્રવ્યને ત્યાગ કરી અચિત્ત દ્રવ્યવાપરવા ઘટે છે. જો તેમ ન જ બની શકે તે સચિત્તનું પ્રમાણ નક્કી કરવું ઘટે છે. આવું પ્રમાણ ધારણ કરનાર જે શરતચૂકથી સચિત્તને ઉપયોગ પ્રમાણ કરતાં અધિક કરે તે તેને સચિત્ત–આહારભક્ષણ નામને પ્રથમ અતિચાર લાગે. તેજ રીતે સચિત્તના સંબંધવાળી વસ્તુઓ મુખમાં મૂકી દે તે સચિત્ત-પ્રતિબદ્ધાહારલક્ષણ નામને બીજે અતિચાર લાગે. જે સચિત્ત અને અચિત્તથી મિશ્ર વસ્તુ મુખમાં મૂકી દે તે સંમિશ્રઆહારભક્ષણ નામને ત્રીજે અતિચાર લાગે. ઘણાં માદક દ્રવ્યોથી બનેલી વસ્તુ વાપરે તે અભિષવાહારભક્ષણ નામને ચે દેષ લાગે અને અરધું કાચું-અરધું પાકું
Page #53
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થ ધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત
એ આહાર કરે તે દુષકવાહાર ભક્ષણ નામને પાંચમે અતિચાર લાગે. - (૧) જે અંગારકર્મ કરે એટલે જેમાં અગ્નિનું વિશેષ પ્રયોજન પડે તે ધધ કરે, (૨) જે વનકર્મ કરે એટલે વનને લગત-વનસ્પતિઓને કાપીને વેચવાને ધંધે કરે, (૩) જે શકટકર્મ એટલે ગાડાં બનાવીને વેચવાને બંધ કરે, (૪) જે ભાટકકમ એટલે પશુઓ વગેરે ભાડે આપવાનું બંધ કરે, (૫) જે સ્ફોટકકર્મ એટલે પૃથ્વી તથા પત્થરને ફડવાને બંધ કરે, (૬) જે દંતવાણિજ્ય એટલે હાથીદાંત વગેરેને વેપાર કરે, (૮) જે રસવાણિજ્ય એટલે દૂધ, દહીં, ઘી, તેલ વગેરેને ધંધે કરે, (૯) જે કેશવાણિજ્ય એટલે મનુષ્ય તથા પશુને વેપાર કરે, (૧૦) જે વિષવાણિજ્ય એટલે ઝેર અને ઝેરી પદાર્થો વેચવાને બંધ કરે, (૧૧) જે યંત્રપીલન એટલે અનાજ, બીયાં તથા ફળફૂલ પીલી આપવાનું કામ કરે, (૧૨) જે નિર્લી છનકર્મ એટલે પશુઓનાં અંગેને છેદવાં, ડામ દેવા વગેરેનું કામ કરે, (૧૩) જે દવદાનકર્મ એટલે વન, ખેતર વગેરેને આગ લગાડવાનું કામ કરે, (૧૪) જે જલશોષણકર્મ એટલે સરોવર, તળાવ તથા ધરા વગેરે સૂકવવાનું કામ કરે અને (૧૫) જે અસતીપોષણ એટલે કુલટા કે વ્યભિચારી સ્ત્રીઓને પોષવાનું કે હિંસક પ્રાણીઓને ઉછેરી તેને વેચવાનું કામ કરે તે કર્મ સંબંધી અતિચાર લાગે. આ રીતે સાતમા વ્રતમાં પાંચ તથા પંદર મળી કુલ વીસ અતિચાર લાગે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
પર
આદર્શ ગૃહસ્થ
આઢયું અનદ ડિવર્તણુ-વ્રત
જે હિંસા જીવનનિર્વાહના વિશિષ્ટ પ્રચાજન કે નિ વાય કારણને લીધે કરવામાં આવે તે અદંડ કહેવાય છે અને જે હિંસા વિશિષ્ટ પ્રયેાજન કે અનિવાર્ય કારણ વિના કરવામાં આવે છે, તે અનંદ ંડ કહેવાય છે. તેમાંથી વિરમવાનું—અટકવાનું જે વ્રત તે અન વિરમણ વ્રત. જૈન સર્ષિઓએ અનથ દંડને ચાર પ્રકારમાં વિભક્ત કરેલા છેઃ (૧) અપધ્યાન, (૨) પાપાપદેશ, (૩) હિંસપ્રદાન અને (૪) પ્રમાદાચરણુ.
અપધ્યાન એટલે આત અને રૌદ્રધ્યાન, તે અને અશુભ કૅટિનાં ધ્યાના છે અને જીવને દુર્ગતિમાં લઈ જનારાં છે, માટે તેના ત્યાગ કરવા. જે સૂચના કે સલાહથી બીજાને આર’ભ–સમારંભ કરવાની પ્રેરણા મળે તે પાપાપદેશ કહેવાય. જેમ કે–વેરીએનું નિકંદન કાઢો, હથિયાર સો, જંગલને વાળીને સાફ કરી, આ ઢારને ચાર સાટકા લગાવા, આમ સાક્ષી જૂઠી ભરી દે....વગેરે. આ પાપાપદેશ પણ ભારે કર્મબંધનનું નિમિત્ત છે, એટલે તેના ત્યાગ કરવા, હિંસાકારી શસ્ર-સાધન બીજાને આપવા તે હિસ્રપ્રદાન કહેવાય. તેનાથી હિંસાને ઉત્તેજન મળે છે માટે તેને ત્યાગ કરવા. અને જે આચરણ પ્રમાદ કે આળસથી થાય તે પ્રમાદાચરણ કહેવાય છે. તે સંધી શ્રીહેમચંદ્રાચાર્યે યાગશાસ્ત્રમાં કહ્યું છે કે ‘ કુતૂહલથી ગીત, નૃત્ય, નાટક વગેરે જોવાં, કામશાસ્ત્રમાં આસક્તિ, જુગાર, મદિરા આદિનું સેવન, જલક્રીડા, હિંડાલક્રીડા ઈત્યાદિ
Page #55
--------------------------------------------------------------------------
________________
રામતીર્થ બ્રાહ્મી તેલ
[ સ્પેશીઅલ નં. ૧]
રજીસ્ટર્ડ
વાળ વધારવા, મગજ શાંત રાખવા, યાદશક્તિ સારી કરવા, શાંત નિદ્રા માટે, શરીરને માલીસ કરી ર્તિમાં લાવવા માટે દરેક રડતુમાં દરેકને માટે ઉપયોગી છે. કિંમત મોટી બાટલીના રૂા. ૪-૦૦,
નાની બાટલીના રૂ. ૨-૦૦
શરીર નીરોગી રાખવા માટે આકર્ષક યોગાસન ચિત્રપટ અમારે ત્યાંથી મંગાવશે. કિંમત પેસ્ટેજ :
સાથે રૂા. ૨-૫૦
શ્રી રામતીર્થ યોગાશ્રમ
દાદર, સેન્ટ્રલ રેલવે,
મુંબઈ-૧૪
Page #56
--------------------------------------------------------------------------
________________
ન્યૂ ઈન્ડિયા માં ઉતરાવેલી પોલીસી ગમે તેવી નાની કે ગમે તેવી મોટી હોય તે આપને સલામતી અને સેવાની ખાત્રી આપે છે!
ન્યૂ ઇન્ડિયા કંપનીની દેરવણ, મદદ અને વર્ષોના અનુભવને લાભ ઉઠાવે! દરિયાઈ અને આગથી માંડીને અકસ્માત અને ચોરી સુધીના દરેક પ્રકારના જનરલ વિમાનું કામકાજ ન્યૂ ઈન્ડિયા કરે છે. તે તમારા દાવાઓની પતાવટ ઝડપથી કરે છે. અને તમને સલામતી અને સેવાની ખાત્રી આપે છે! પૂર્વના દેશમાં સર્વત્ર સન્માનિત અને વિશ્વાસપાત્ર એવી ન્યૂ ઈન્ડિયા માં તમારે વિમો ઉતરાવો !
ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ
કંપની લીમીટેડ મહાત્મા ગાંધી રેડ, મુંબઈ
Page #57
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત
પષ વિદ, બીજા ને પરસ્પર લડાવવા, શત્રુના પુત્રાદિ સાથે વૈર રાખવું, ભેજન સંબંધી, સ્ત્રી સંબંધી, જનમત (દેશ) સંબંધી અને રાજ્ય સંબંધી વાતો કરવી, રોગ કે ચાલવાને પરિશ્રમ પડ્યા વિના આખી રાત ઊંધ્યા કરવું ઈત્યાદિક પ્રમાદનાં આચરણે સદ્બુદ્ધિવાળાએ પર હરવાં જોઈએ.’
આ વ્રતધારી જે કામવિકારને ઉત્પન્ન કરે તે વાણીપ્રયોગ કે મશ્કરી કરે તે કંદપ નામને અતિચાર લાગે. નેત્રાદિકની વિકૃત ચેષ્ટા કરે તે કૌકુચ્ચ નામને અતિચાર લાગે. બહુ વાચાળતા દાખવે તે મૌખર્ય નામને અતિચાર લાગે. જે આવશ્યકતા વિના હિંસક હથિયારોસાધને તૈયાર રાખે તે સંયુક્તાધિકરણ નામને અતિચાર લાગે અને ભેગનાં સાધને અધિક રાખે તે ભેગાતિરિક્તતા નામને અતિચાર લાગે. નવમું સામાયિક-ત્રત | સર્વ પાપમય પ્રવૃત્તિને તથા દુર્ગાનો ત્યાગ કરીને બેઘડી સુધી સમભાવ કે શુભભાવમાં રહેવું તે સામાયિક કહેવાય છે. જે ગુરુની વિદ્યમાનતા હોય તે તેમની સમીપે, નહિ તે ઉપાશ્રય કે પિતાના મકાનના એકાંત ભાગમાં બેસીને પણ આ ક્રિયા કરી શકાય છે. રેજ સામાયિક કરવાથી સમતા ગુણની વૃદ્ધિ થાય છે અને મન, વચન તથા કાયા પર કાબૂ આવતો જાય છે.
સામાયિક ગ્રહણ કર્યા પછી ઘર, દુકાન, જમીન, કુટુંબ વગેરે સંબંધી ચિંતા કરવી તે મને દુપ્રણિધાન
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૬
આદર્શ ગૃહસ્થ
નામને અતિચાર છે. કર્કશ કે અન્ય દેષવાળાં વચને બેલવાં તે વચનદુષ્મણિધાન નામને અતિચાર છે. સામાન્ય યિક લેતી વખતે ભૂમિ પ્રમાર્યા વિના બેસવું કે બેઠા પછી હાથ પગ લાંબા-ટૂંકા કર્યા કરવા કે કુતુહલ વશાત્ ઊભું થઈ જવું કે ઈસાર અર્થાત્ હાથ પગ વગેરેની નિશાનીઓ દેખાડવી તે કાયદુપ્પણિધાન નામને અતિચાર છે. સામા યિકને બેઘડી સુધીનો સમય પૂરા થવા ન દે કે સામાયિક જેમ તેમ પૂરું કરવું, એ અનવસ્થાન નામને અતિચાર છે અને સામાયિક કયારે લીધું હતું અથવા તે કયારે પૂરું થાય છે? વગેરે ભૂલી જવામાં આવે તે સ્મૃતિવિહીનત્વ નામને અતિચાર છે. દશમું દેશાવકાશિક વ્રત
દિક્પરિમાણવ્રત વડે નિયત કરેલી મર્યાદામાંના કે કઈ પણ વ્રત સંબંધી કરવામાં આવેલા સક્ષેપ પિકીન એક ભાગને દેશ કહેવાય છે. તેમાં અવકાશ કરે એટલે અવસ્થાન કરવું અર્થાત્ તે ભાગને જ નિયમ રાખો, એનું નામ દેશાવકાશ. તે સંબંધી જે વ્રત તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. તેનું પાલન એક મુહૂર્તથી માંડીને સંપૂર્ણ અહરાત્રિ, બે પાંચ દિવસ કે તેથી પણ વધારે સમય માટે એક શય્યા, એક મકાન કે એક મહેલા વગેરેને નિયમ કરવાથી તથા પ્રતિદિન નીચેના ચૌદ નિયમો ધારણ કરવાથી થઈ શકે છે. - (૧) સચિત્તનિયમ–સચિત્ત દ્રવ્ય અમુક પ્રમાણથી
વધારે ન વાપરવાં.
Page #59
--------------------------------------------------------------------------
________________
Ne
legance in Velvet
Rich, smooth, feminine velvet. Such luxury
acar you. Cholis in ‘ASHOK' velvet will bring you many pretty compliments.
ASHOK VELVET MANUFACTURING CO. PRIVATE LTO.
Selling Agents: Messrs. V. Chatrabhuj & Co. Private Ltd.
M. J. Market, Bombay 2.
Page #60
--------------------------------------------------------------------------
________________
* શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનું મુખપત્ર
“જૈન , ગ – એટલે * જૈનધમ, તત્વજ્ઞાન, સાહિત્ય, કળા, સ્થાપત્ય, ઈતિહાસ,
જીવનચરિત્ર ને સમાજ પ્રગતિને લગતા વિષયેનું ઉત્તમ જૈન માસિક. * અભ્યાસપૂર્ણ ગદ્યપદ્ય લેખેથી સમૃદ્ધ માસિક. * પ્રાભાવિક તીર્થ સ્થાને, મૂર્તિઓ તથા જિનાલયના તથા જેન સ્થાપત્ય અને કળાના નમૂનાઓના ચિત્રયુક્ત માસિક. * જૈન છે. કોન્ફરન્સની કાર્યવાહી દર્શાવનાર માસિક.
જૈનયુગમાં ગુજરાતી, હિંદી, અને અંગ્રેજીમાં મનનીય લેખે પ્રકટ થાય છે. પ્રચારની દૃષ્ટિએ વાર્ષિક લવાજમ હિંદમાં રૂા. ૨), વિદેશમાં રૂા. ૩). પ્રત્યેક અંગ્રેજી માસની
૩ જી તારીખે પ્રકટ થાય છે. :: જાહેરખબર માટે ઉત્તમ સાધન : પેજ ૧ના એક વખતના રૂા. પ૦) વાર્ષિક રૂા. ૫૦૦) છે પજ વા ના , રૂ. ૩૫) વાર્ષિક રૂા. ૪૦૦)
લખો ? તંત્રી જૈનયુગ–શ્રી શ્વેતામ્બર કૉન્ફરન્સ * ગોડીજી બીલ્ડીંગ, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ
-
-
Page #61
--------------------------------------------------------------------------
________________
પટ
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત (૨) દ્રવ્યનિયમ–કુલ દ્રવ્ય અમુક સંખ્યા કરતાં વધારે
ન વાપરવાં. (૩) વિકૃતિનિયમ–છ વિગઈઓ પૈકી અમુક વિગઈ. - ત્યાગ કરે. (૪) ઉપાનહનિયમ–જેડાં–પગરખાં અમુક સંખ્યા કરતાં
વધારે ન વાપરવા. (૫) તંબાલનિયમ–આખા દિવસમાં અમુક સંખ્યા
કરતાં અધિક તબેલ-પાન વાપરવાં નહિ. (૬) વસ્ત્રનિયમ–અમુક સંખ્યા કરતાં વધારે વસ્ત્ર
વાપરવાં નહિ. (૭) પુષ્પાદિભેગનિયમ–જુદા જુદા હેતુથી વપરાતાં
પુનું પ્રમાણ નકકી કરવું, સુગંધિ દ્રવ્યને સુંઘ
વાનું પ્રમાણ નક્કી કરવું. (૮) વાહન નિયમ-રથ, હાથી, ઘોડા, ઊંટ, ગાડાં, ગાડી,
સગરામ, મેટર, રેલ્વે, વિમાન વગેરેનું પ્રમાણ નક્કી કરવું. (૯) શયનનિયમશય્યા વગેરેનું પ્રમાણ નક્કી કરવું. (૧૦) વિલેપનનિયમ–વિલેપન તથા ઉદ્દવર્તનનાં દ્રવ્યનું
પ્રમાણુ નક્કી કરવું. (૧૧) બ્રહાચર્યનિયમ – દિવસે અબ્રહ્મ સેવવાનું શ્રાવકને.
વજ્ય છે રાત્રિની યતન આવશ્યક છે. તેને લગતે
નિયમ કરો. (૧૨) દિગનિયમ–દિશાસંબંધી જે માપ આગળ રાખ્યું.
હેય તે વ્રતના સમય દરમિયાન ઘટાડવું. (૧૩) સ્નાનનિયમ–સ્નાનનું પ્રમાણ બાંધવું.
Page #62
--------------------------------------------------------------------------
________________
'હું
આદર્શ ગૃહસ્થ
(૧૪) ભક્તનિયમ—આહારનું પ્રમાણ નક્કી કરવું. તે ઉપરાંત પૃથ્વીકાય, અપૃકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, અસિ, મસિ અને કૃષિને લગતું પરિમાણ તથા ત્રસકાયની રક્ષા નક્કી કરવામાં આવે છે.
ચાલુ પ્રણાલિકામાં દિવસના દસ સામાયિક અને ઓછામાં આછા એકાશન તપથી દેશાવકાશિક વ્રત કરાય છે.
આ વ્રત ધારણ કરનાર માટે નીચેની પાંચ મામતા અતિચાર રૂપ મનાય છે, એટલે તેનાથી દૂર રહેવું જોઈ એઃ
૧ આનયનપ્રયાગ—ક્ષેત્રમર્યાદાની બહારથી કાઈ પણ વસ્તુ બીજાની પાસેથી મંગાવવી. ૨ પે−પ્રયાગમજૂર કે સેવકને ક્ષેત્રમર્યાદાની બહાર મેાકલી કાઈ સ ંદેશા પહેાંચાડવા. ૩ શબ્દાનુપાત શબ્દ વડે પેાતાની હાજરી જણાવવી. ૪રૂપાનુપાત-રૂપ દ્વારા પેાતાની હાજરી જણાવવી. ૫ પુદ્ગલક્ષેપ-કાંકરી કે ખીજી કેાઈ વસ્તુ ક્કી પેાતાની હાજરી જણાવવી.
અગિયારમું પાષધ-ત્રત.
જે ધનુ પાષણ કરે તે પાષધ કહેવાય. આ વ્રતમાં ઉપવાસ, આય’બિલ, નિી કે એકાસણાનું તપ હોય છે; સ્નાન, ઉદ્યુતન, વિલેપન, પુષ્પ, ગધ, વિશિષ્ટ વસ્ત્ર અને આભરણાદિ શરીરસત્કારના ત્યાગ હોય છે; બ્રહ્મચય નું પાલન ચાર પ્રહર અને આઠ પ્રહરની મર્યાદાથી ગ્રહણ કરવામાં આવે છે. આ વ્રતમાં દેવવંદન, ગુરુવંદન, છ આવશ્યક, ખાર વ્રતને લગતી ક્રિયા તથા પ્રતિલેખન-પ્રમાર્જન કરવાનું હાય છૅ,
Page #63
--------------------------------------------------------------------------
________________
Telegram “PLATINUM"
with Best Compliments CHIMANLAL MANCHAND & CO.
Jewellers.
Appointed Jewellery Valuers to
Union Govt
of - INDIA
Office :
Show Rooms : 7, Dhanji Street, New Queen's Road,
Bombay. opp. Opera house, Bombay. Phone : 28749 Phone : 30321
Page #64
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજની એક આદર્શ શિક્ષણ સંસ્થા
એટલે શ્રી વીરતત્વ પ્રકાશક મંડળ, શિવપુરી. શાસ્ત્રપારગંત પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સ્થાપેલી અને સુપ્રસિદ્ધ વક્તા પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે વિકસાવેલી આ સંસ્થામાં સંસ્કૃત મહાવિદ્યાલય અને ઈન્ટર કેલેજ ચાલી રહેલ છે. વિદ્યાલયમાં સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય અને સાહિત્ય વગેરેને અભ્યાસ કરાવવામાં આવે છે અને ઈન્ટર કેલેજમાં આર્ટસ અને કોમર્સના વિષયેનું શિક્ષણ આપવામાં આવે છે. * જૈન સાહિત્યનું સંશોધન પ્રકાશન તથા અન્ય વિદ્વાનને માર્ગદર્શન
એ આ સંસ્થાની વિશેષતા છે. * અત્યાર સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓને લાભ અપાય છે. આજે પણ તેમાં ૨૫૦ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.
સંસ્થાને વાર્ષિક રૂા. ૪૫૦૦૦ ને ખર્ચ હોઈ દર વર્ષે ગવર્મેન્ટની ગ્રાન્ટ મળે છે. તે ઉપરાંત આશરે રૂ. ૧૫૦૦૦ ની ખોટ આવે છે, તે સખી દિલ ગૃહ, જૈન સમાજના દાનવીરે તથા ગૃહસ્થોને ઉદાર હૃદયે મદદ કરવાની વિનંતિ છે.
સહાય મેકલવાનાં ઠેકાણું – ૧ મંત્રી શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ–શિવપુરી. (મધ્યભારત) ૨ શ્રી ગોડીજી મહારાજ જન દહેરાસર-પાયધુની, મુંબઈ-૩,
લિ. સેવકે, ધીરજલાલ જીવણલાલ પારેખ-પમુખ.
શાંતિલાલ મગનલાલ શાહ રૂપચંદ પનાલાલ ભણશાળી
માનદ મંત્રીઓ. સ્થાનિક મંત્રી–સત્યનારાયણ પંડયા. શીવપુરી
Page #65
--------------------------------------------------------------------------
________________
વિશેષ ગૃહસ્થધમ અથવા શ્રાવકનાં ખાર ત્રા
૬૩
તેથી સાધુજીવનની કેટલીક તાલીમ મળે છે. શ્રાવકે પ દિવસે પાષધ અવશ્ય કરવા જોઇએ.
૧
આ વ્રતમાં નીચેની પાંચ વસ્તુઓ અતિચાર રૂપ મનાય છેઃ અપ્રતિàખિત-૬પ્રતિલેખિત–શય્યા—સસ્તારક— શય્યા અને સંસારક ( સંથારા ) ની પ્રતિલેખના (દૃષ્ટિનિરીક્ષણ) કરવી નહિ અથવા ખરાબ રીતે કરવી. ૨ અપ્રમાર્જિતદુષ્પ્રમાર્જિત શય્યા-સસ્તારક--શય્યા અને સસ્તારકની પ્રમાર્જના ( પૂજવાની ક્રિયા) કરવી નહિ કે જેમ તેમ કરવી. ૩ અપ્રતિલેખિત-૬પ્રતિલેખિત–ઉચ્ચાર-પ્રસવણ–ભૂમિ-વડી નીતિ અને લઘુનીતિ માટેની જગાનુ` પ્રતિલેખન કરવું નહિ કે જેમ તેમ કરવુ. ૪ અપ્રમાર્જિત-પ્રમાર્જિત–ઉચ્ચારપ્રસ્રવણ ભૂમિ-વડી નીતિ અને લઘુનીતિ માટેની જગાનું પ્રમાર્જન કરવું નહિ કે જેમ તેમ કરવું. પ અનનુપાલના– પાષધ વિધિપૂર્વક ખરાબર કરવા નહિ આરમ્ અતિથિસવિભાગ-ત્રત.
સાંધુ મુનિરાજો અતિથિ કહેવાય છે. તેમને પેાતાના અર્થે તૈયાર કરેલાં ખાનપાનના અમુક વિભાગ ઉચ્ચ પ્રકારની ભકિત વડે આપવાનું વ્રત તે અતિથિ સ'વિભાગ વન કહેવાય છે. પેાષધના દિવસે સાધુ મહાત્માઓને આહારપાણી વહેારાવ્યા પછી જ પારણું કરવું તથા અન્ય દિવસે પણ સાધુ મુનિરાજોને આહારપાણી વહેારાવ્યા પછી જમવાની ભાવના રાખવી એ અતિથિસવિભાગ વ્રતનું રહસ્ય છે.
તેમાં નીચેની પાંચ વસ્તુએ અતિચાર રૂપ લેખાય છેઃ૧ સચિત્તનિક્ષેપ–સાધુઓને દાન આપવા ચેાગ્ય વસ્તુમાં સચિત્ત વસ્તુ મૂકી દેવી. ૨ સચિત્તપિધાન-સાધુ
Page #66
--------------------------------------------------------------------------
________________
આદર્શ ગૃહસ્થ
૬૪
આને દાન આપવા ચેગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ મૂકી દેવી. ૨ ૩ પરવ્યપદેશ-સાધુઓને દાન આપવા ચેગ્ય વસ્તુ પેાતાની હાય છતાં પારકી કહેવી કે પારકી હૈાય છતાં પેાતાની કહેવી. આ બંને વસ્તુએ સાધુઓ માટે અકલ્પનીય હાઈ ને શ્રાવકને માટે અતિચારરૂપ છે. ૪ માસ –સાધુ કોઈ વસ્તુ માગે ત્યારે કાપ કરવા કે હેાવા છતાં આપવી નહિ. ૫ કાલાતિક્રમદાન–સાધુઓને ભિક્ષા આપવાના જે કાલ છે, તે વીતી ગયા પછી નિમંત્રણા કરવી, ૩-શ્રાવકની દિનચર્યા
આ વ્રતા ધારણ કરનાર શ્રાવકની આદશ ગૃહસ્થની દિનચર્યા પણ આદર્શ જ હોય છે. ઉઠતાંની સાથે નમસ્કાર મંત્રનું સ્મરણ, ધ ચિ'તન, રત્નત્રયીની શુદ્ધિ માટે ષડા વશ્યક રૂપ પ્રતિક્રમણ, દેવદર્શન-સેવા-પૂજા, ગુરુવ દન, ધમ - શ્રવણ, લૌકિક અને લેાકેાત્તર એ અને દૃષ્ટિથી અનિંદિત વ્યવહારની સાધના, સાયંકાળે પણ દેવદર્શીન, પ્રતિક્રમણ, ગુરુના સત્સ`ગ, પિરવારને બેધદાયક કથાઓ તથા સુંદર સુભાષિતા વડે ધતુ કથન અને દીક્ષા લેવાના મનેારથ પૂર્વક અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનપ્રણીત ધર્મ એ ચારનાં શરણપૂર્વક શયન એ તેને સામાન્ય ક્રમ છે. તેનુ વિશેષ વર્ણન શ્રાદ્ધ-નિકૃત્ય વગેરે ગ્રંથામાં જોઈ શકાય છે. ૪–મ ગલભાવના
મનુષ્ય નીતિમય જીવન ગાળી વ્રતધારી શ્રાવક અને અને વ્રતધારી શ્રાવકા સર્વ વિરતિના સમ્યક્ ૫થે પદાર્પણ કરી ઉત્કૃષ્ટ કલ્યાણ સાથે, એ મંગલભાવના સાથે આ નિબંધ પૂરી કરીએ છીએ. इति शम् ।
Page #67
--------------------------------------------------------------------------
________________
ફોન નં. ૭૦૫૬૬
ગ્રામ : “Budhisarma” Bombay
અમારા માનવતા કદરદાન ગ્રાહકાને * સમયસરની સૂચના
જુની અને જાણીતી બુઢીમાઈ સ્થાપિત ૧૦૦ વર્ષની પુરાણી પેઢી મુંબઈ, ડુંગરી, પાલાગલીના જગપ્રસિદ્ધ દાતુ મનજી પદમશી સુરમાવાલા
ધા
――――
કારમો
૨ જી સ્ટ ડે
કે હે મા
સુરમા ખરીદતાં પહેલા માનવંતા ગ્રાહકાનું લક્ષ દોરીએ છીએ કે ભીંડીબજાર, મદનપુરા, શેખમેમન સ્ટ્રીટ, મુલજી જેઠા મારકીટ કે ઝવેરી બજારના લત્તામાં કાઈ પણુ દુકાને અમારા સુરમા વેચાતા મળતા નથી. નોંધી રાખશેા કે અમારી જુની જાણીતી દુકાન ડુંગરી મધ્યે ૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, પાલાગલી, મુંબઈ ન: હું એ ઠેકાણે આવેલ છે. -: નકલી સુરમાએથી સાવધાન રહેા - સમયસરની ચેતવણી
૧ અમારી ખાટલીઓની પેકીંગ ગાળ’ તેમજ એક બાજુ કાગળની રજીસ્ટર્ડ માર્કની સીલ તથા અમારૂ' નામ જોઈ તપાસી ખાત્રી કરી લેવી. ૨ અમારા કાઇ કેન્વાસર કે એજન્ટ નથી. ફક્ત અમારી એક જ દુકાને નીચેનાં ઠેકાણે મળે છે.
૩ બહાર ગામના આડા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. ૪ ફોન નં. ૭૦૫૬૬ કરશેા તા સુરમા ઘેરબેઠા પહાંચાડવામાં આવશે. ૫ ડાકટરની મફત સલાહ મેળવા.
સામવારે પુરુષો માટે, ગુરુવારે સ્ત્રીઓ માટે સવારે ૧૦ થી ૧૧ — અમારૂં એક જ ઠેકાણું :—
જગપ્રસિદ્ દાતુ મનજી પદમશી સુરમાવાલા ૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, ડુંગરી પાલાગલી, મુંબઈ ન. ૯
Page #68
--------------------------------------------------------------------------
________________ હરિ હકિકરી ཀྱི་ཤེས་ཞེས་ཞེ་སའི་ཆེད་དུ་མེད་དུ་བརྩིས་པའི་དུས་རིང་བའི་ཤེ ས་པ་ལ་ངེས་པ་ཆེན་དང་དེང་དུས་ཆེན་ པས་ལ་དེ་ཡི་ જૈન તત્વજ્ઞાન તથા આચારને સુંદર સરલ શૈલીએ રજૂ કરતી કર જૈન શિક્ષાવલી બીજી શ્રેણીનાં 12 પુસ્તકો ટોણનિશા નજીક સિરીશુ.gવરોધુગિઝg૭રસ્થાનિકીકુટીકાકાનીeggivegrળકનાટરાઇઝીણુનીનીeginીજીવિત 7 કૃત્રિીછી જીજીવિક્ટોબુદિg જી. સંવત 2016 ના માહ સુદ પૂનમે પ્રગટ થશે. અગાઉથી લવાજમ ભરનાર માટે સ્થાનિક રૂા. 5-00, બહારગામ માટે રૂા. 6-00, તમારું લવાજમ આજે જ મ. એ. થી મોકલી આપે.. પુસ્તકોનાં નામ 1 સારું તે મારું 2 જ્ઞાનજ્યોતિ 3 દાનની દિશા 4 કમસ્વરૂપ નયવિચાર 6 સામાયિકની સુંદરતા 7 મહામંત્ર નમસ્કાર 8 કેટલાંક યંત્રો ટુ આયંબિલ રહયા 10 આહારશુદ્ધિ 11 તીર્થયાત્રા 12 સુધાબિદુ * જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર * લધાભાઈ ગુણપત બીડીંગ, વીચ બંદર, મુંબઈ-૯ མིའི་གཞི་རྒྱུ་མི་འདུག་ག་ཞེས་ཚ་གེ་ཚེ་དབུ་ཚ་ཞིང་འབྱེད་པ་དུ་མ་བསུང་ཞེས : ཞེས༔ ཚེ་ཡུར་པུཎཾ ཞེསཨེ་སུ་རྗེ་ ཞེས རྗེ་ཙ མེ་ཚེས ધી નવપ્રભાત પ્રસ–અમદાવાઉં. છે નાની વારિક કોણ કોલકાતામાં કિરાણી ગણodષ્માભngdcgodઠ્ઠલાણો કોણugવાર્ષિક