________________
આદર્શ ગૃહસ્થ
માંસભક્ષણ, મદિરાપાન, પરસ્ત્રીસેવન, વેશ્યાગમન, શિકાર વગેરે પાપા પણ જીવનની ભયંકર પાયમાલી નાતરનારાં છે, એટલે તેનાથી ડરીને ચાલવુ' એ જ ગૃહસ્થજીવનની ઘેાભા છે. (૯) થાત?શાચામપાલનમ્—પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. શિષ્ટ પુરુષાની સંમતિપૂર્વક પ્રવતેલા દેશના જે આચારા લાંબા કાળથી રૂઢ થયેલા હોય અને તેથી વ્યવહારરૂપ બની ગયા હેાય તેનું પાલન કરવું. તેથી વિરુદ્ધ વર્તન કરતાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે, ધમની નિંદા થાય છે અને પ્રતિષ્ઠામાં ઘટાડા થાય છે.
૧૮
(૧૦) સર્વેશ્વનપવાવિત્યું નૃવત્રુ વિશેષતઃ—કાઇના અવર્ણવાદ ખાલવા નહિ, રાજા વગેરેના ખાસ કરીને. અવર્ણવાદ ખાલવા એટલે ઘસાતું ખેલવું કે નિંદા કરવી. કાઈની નિંદા કરવાથી મન દૂષિત થાય છે, વાણી અપવિત્ર થાય છે, સમય બગડે છે અને શત્રુએ ઊભા થાય છે, તેથી નિંદા કરવાની ટેવ બહુ ખૂરી મનાય છે. રાજા વગેરે માન્ય વર્ગની નિંદા તા બિલકુલ કરવી નહિ, કારણ કે તે એમનાં જાણવામાં આવે તે દ્રવ્ય અને પ્રાણ બનેની હાનિ થાય છે. વર્તમાન કાળમાં પ્રધાના, મેટા અધિકારીઓ વગેરેની ગણના માન્ય વર્ગમાં થાય છે. તેમની નિંદા કરવાથી અનેક વમાનપત્રાએ તથા પેઢીઓએ ખૂબ નુકશાન વેઠયાના દાખલા અમારી જાણમાં છે, એટલે માન્ય વર્ગની નિંદા ન કરવાની સલાહ ઘણી જ ઉપયાગી છે. કાઈ માણસની નાનકડી ભૂલને ખૂબ મોટુ રૂપ આપી તેને ઉતારી પાડવા એ દુષ્ટતાભર્યો વ્યવહાર છે, એટલે