________________
- ૧૨
આદર્શ ગૃહસ્થ
વેશ ગમતું નથી. તે જ રીતે પુરુષ સ્ત્રીની વાત પૂરી સમજતે નથી અને સ્ત્રી પુરુષની વાત પૂરી સમજતી નથી. એમાં કેટલીક વાર ભયંકર છબરડા પણ વળી જાય છે. ગુજરાતી અને બંગાળી, બંગાળી ને પંજાબી કે પંજાબી ને મદ્રાસી સ્ત્રીપુરુષનાં જે જેડાં બન્યાં છે, તેમનાં જીવનની કથની આનંદ ઉપજાવે એવી તે નથી જ. તેથી વૈભવ, વેશ અને ભાષામાં પણ સમાનતાની જરૂર છે. - કુલ, શીલ વગેરે સમાન હોય પણ વર કે કન્યા સ્વર્ગોત્રી હોય તે તેની સાથે વિવાહ કર યોગ્ય નથી. જે એક જ પુરુષથી ચાલ્યા આવતા વંશમાં ઉત્પન્ન થયેલ હોય તે સ્વગોત્રી કહેવાય છે. આવા સ્વગેત્રી સાથે લગ્ન થવાથી સંતતિ નબળી પાકે છે અને સમસ્ત પ્રજાનું ધેરણ નીચે ઉતરી જાય છે, એટલે તે વ્યવહાર કે ધર્મનાં કાર્ય સિદ્ધ કરી શકતી નથી. આજના વૈજ્ઞાનિકોએ કોસ બ્રીડીંગ એટલે બીજા વંશના પશુઓથી ઓલાદ પેદા કરાવવાને સિદ્ધાંત સ્વીકાર્યો છે, તે સ્વગેત્રી સાથે વિવાહ નહિ કરવાની શિક્ષાને સર્વથા યંગ્ય ઠરાવે છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે લાંબા સમયનું અંતર પડવાથી જેને ગેત્ર સંબંધ તૂટી ગયું હોય તેને અન્યનેત્રીય સમજવા.
( શાસ્ત્રકારેએ લગ્ન જીવનના જે લાભે બતાવ્યા છે, તે પણ પાઠકે એ બરાબર લક્ષમાં લેવા જેવા છે. લગ્નનું ફળ કુલીન સ્ત્રીને લાભ છે. કુલીન સ્ત્રીથી ધર્મની સુંદર આરાધના થઈ શકે છે, સંતતિ ઉત્તમ થાય છે, ચિત્ત સ્વસ્થ રહે છે, ગૃહકાર્યની સુઘડતા જળવાઈ રહે છે, આચારની રક્ષા થાય