________________
સામાન્ય ગૃહસ્થધમ
૧૧
જોઈએ. અહીં કુલ શબ્દથી પિતા, પિતામહ વગેરે પૂ પુરુષાથી ચાલ્યેા આવતા વશ સમજવાના છે. જો વર ઊંચા કુળના હોય અને કન્યા નીચા કુળની હાય તે કન્યાના અનાદર થવાના પ્રસંગ આવે છે અને એથી લગ્ન જીવનમાં વિક્ષેપ પડે છે. તે જ રીતે કન્યા ઊંચા કુળની. હાય અને વર્ નીચા કુળના હોય તેા કન્યાનાં મનમાં અભિમાન રહ્યા કરે છે અને તેથી પ્રસ ંગેાપાત્ત વરને મેણાં –ટોણાં મારે છે. આનું પરિણામ પણ સ્નેહભંગમાં જ આવે છે, તેથી સમાન કુલની હિમાયત કરવામાં આવી છે.
કુલ સરખુ હાય પણ આચાર સરખા ન હોય તે ડગલે ને પગલે જુદા પડવાના પ્રસંગ આવે છે ને તેમાંથી જુદાઇ જન્મે છે. પુરુષ કહે કે અમુક ભાજન અનાવા અને ' શ્રી કહે કે મને ખપતું નથી; અથવા સ્ત્રી કહે કે મદિરમાં ચાલેા અને પુરુષ કહે કે મારી મૂર્તિપૂજામાં શ્રદ્ધા નથી; ત્યારે કેવા વિસ'વાદ ઊભા થાય છે? તે આપણે જાણીએ છીએ. આ જ વસ્તુ નાની મેાટી અનેક ખાખતામાં સમજી લેવાની છે. તેથી કુલની સાથે શીલની સમાનતા પણ આવશ્યક છે.
વૈભવ, વેશ, ભાષા વગેરેમાં પણ સમાનતા હૈાય તે જરૂરી છે. પૈસાદાર પતિ અને ગરીબ પત્ની કે ગરીબ પતિ અને પૈસાદાર પત્ની એ એક પ્રકારનું કડુ છે. તેનુ પરિણામ ભાગ્યે જ સંતાષી જીવનમાં આવે છે. વેશ અને ભાષા જુદી હાય ત્યાં પણ વિચિત્ર સ્થિતિ પેદા થાય છે. પુરુષને સ્ત્રીના વેશ ગમતા નથી અને સ્ત્રીને પુરુષને