________________
૨૦
આદર્શ ગૃહસ્થ માટે કરે છે અને તેને માટે ભારે ભેગ આપે છે, તેથી તેમને ઉપકાર આ જગતમાં સહુથી મોટું ગણાય છે. તેમના પ્રત્યે પુત્ર-પુત્રીઓનું વર્તન વિનયભરેલું જ હોવું જોઈએ. તેમની સેવા કરવી એટલે તેમને ત્રિકાલ પ્રણામ કરવા, આલેક-પરલેકમાં હિતકર એવી ધાર્મિક પ્રવૃત્તિમાં જોડવા, તીર્થયાત્રા કરાવવી, દરેક બાબતમાં તેમનું માન રાખવું, ફળ-ફૂલ-મેવા-મીઠાઈ આદિ જે કંઈ નવું આવ્યું હોય તે પ્રથમ તેમની આગળ ધરીને પછી જ વાપરવું, તેમને જમાડીને જમવું, સૂવાડીને સૂવું, તેમની તબિયત બરાબર ન હોય તે ઉપચાર કરવા, વિદ્ય-ડેકટરને બોલાવી લાવવા તથા તેમને જે રીતે સુખ ઉપજે તેમ કરવું. માતાપિતાની ઉત્તમ પ્રકારે સેવાભક્તિ કરવા માટે શ્રવણકુમારનું જીવન આપણા દેશમાં ઉદાહરણ રૂપ ગણાય છે. તેણે વૃદ્ધ માતાપિતાને કાવડમાં ખભે ઉચકી પગપાળા અનેક તીર્થોની યાત્રા કરાવી હતી. ભરતને રાજ્ય સેંપવાનાં પિતા દશરથનાં વચનને અખંડ રાખવા રામચંદ્રજીએ વનવાસ સ્વીકાર્યો હતે.
(૧૪) રાજા –સંગ સદાચારી પુરુષોને કરે. સામાન્ય રીતે મનુષ્યને એકલા ગઠતું નથી, એટલે તે કેઈને સંગ કે કેઈની સોબત ઈચ્છે છે. આ સંગ જે સદાચારી પુરુષને થાય તે તેનામાં સદાચાર આવી તેનું જીવન સુધરે છે અને દુરાચારી પુરુષને થાય તે તેનામાં અનેક જાતના દુર્ગણે દાખલ થઈ તેનું જીવન બગડે છે. પિપટનાં બે બચ્ચાંઓમાંથી જે સગૃહસ્થને ત્યાં વેચાયું,